FASTag Recharge કરતી વખતે ભૂલેચૂકે પણ આ ભૂલો ન કરતા, નહીં તો એકાઉન્ટ ખાલીખમ થઈ જશે!
FASTag Recharge Rules: FASTag રિચાર્જ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.
FASTag Recharge Rules: સરકારે દેશભરમાં હાઈવે પર મુસાફરી દરમિયાન ટોલ કલેક્શન માટે જે લાંબી લાઈનો લાગતી હતી તેનાથી લોકોને બચાવવા માટે ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ (FASTag) લાગૂ કરી છે. તેમાં સમયની બચત થાય છે અને ટોલ આપવામાં પણ સરળતા રહે છે. FASTag ની જો સૌથી ખાસ વાત હોય તો તે એ છે કે તમે તેને મોબાઈલથી જ રિચાર્જ કરી શકો છો. આટલી સુવિધાની સાથે કેટલીક સાવધાની પણ રાખવી જરૂરી છે. જો આ સાવધાની નહીં વર્તો તો નાનકડી ભૂલ બદલ પણ તમારે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. માટે FASTag રિચાર્જ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.
Paytm, Phonepe કે પછી કોઈ પણ પેમેન્ટ એપથી FASTag રીચાર્જ કરતા પહેલા તમારે ખાસ કરીને તમારી ગાડીનો નંબર નોંધવાનો રહેશે. જો તમે ભૂલથી ખોટો નંબર દાખલ કરશો તો તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે અને રિચાર્જ પણ થશે નહીં.
FASTag રિચાર્જ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે FASTag તમારા કોઈ બેન્ક એકાઉન્ટ સાથે લીંક હોવું જોઈએ. જો તમે આ કામ ન કર્યું હોય તો પહેલા કરી લેજો. રિચાર્જ કરતા પહેલા તમને બેન્કની માહિતી આપવાનું કહેશે. ખોટી માહિતી ભરશો તો તમારું રિચાર્જ કેન્સલ થઈ જશે અને આ સાથે એકાઉન્ટમાંથી પૈસા પણ કપાઈ શકે છે.
જો તમે નવી ગાડી લીધી હોય અને તમારી જૂની ગાડી કોઈને વેચી મારી હોય તો સૌથી પહેલા તેનું FASTag ડીએક્ટિવ કરી નાખજો. જો આમ નહીં કરો તો ટોલ પ્લાઝા પર જેટલી વાર એ કાર જશે કે તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાતા રહેશે.
FASTag રિચાર્જ કરવામાં કોઈ મુશ્કેલી આવતી હોય કે તમારા વધારાના પૈસા કપાતા હોય તો તમે NHAI ના હેલ્પલાઈન નંબર 1033 પર સંપર્ક કરી શકો છો. આ હેલ્પલાઈન FASTag સંબંધિત પરેશાનીઓ માટે જ શરૂ કરાઈ છે.
આ ઉપરાંત સમયાંતરે તમારે FASTag નું બેલેન્સ પણ ચેક કરતા રહેવું જોઈએ. જ્યારે FASTag માં બેલેન્સ ઘટી જાય તો તરત જ રિચાર્જ કરી લેવું જોઈએ. કારણ કે જો તમારા FASTag માં પૈસા નહી હોય તો ટોલ પ્લાઝાથી પસાર થતી વખતે તમારે બમણો ચાર્જ ભરવો પડશે.
Trending Photos