Funny Names: અજીબોગરીબ જગ્યા... નામ સાંભળતા જ હસી હસીને બેવડા વળી જશો, ગુજરાતનું આ ગામ પણ સામેલ
Funny Place names in India: આપણા દેશના એવા કેટલાક સ્થળોના નામ અમે તમને જણાવીશું જે જાણીને તમને નવાઈ લાગશે. દેશની એવી કેટલીક જગ્યાઓ એટલે કે શહેર ગામ અને ખાસ કરીને રેલવે સ્ટેશનોના નામ જણાવીશું જેને જાણતા જ તમે હસી હસીને બેવડા વળી જશો.
ભોસરી રેલવે સ્ટેશન
પહેલા ભોજપુર નામથી જાણીતુ ભોસરી ગામ મહારાષ્ટ્રના પુણે જિલ્લાનો એક જાણીતો વિસ્તાર છે. આ નામના રેલવે સ્ટેશનથી પણ અનેક રૂટની ટ્રેનો દોડે છે.
દારૂ
દારૂ આમ તો એક નશીલો પદાર્થ છે. અનેક ઘરોમાં તો તેને રાખવું કે તેનું નામ લેવું પણ વર્જિત છે. જો કે ભારતના ઝારખંડ રાજ્યના હજારીબાગ જિલ્લાનું આ એક ગામ છે જેનું નામ દારૂ છે.
કુત્તા કે કુટ્ટા?
કર્ણાટક-કેરળ સરહદ પાસે કુત્તા જગ્યાને જ જુઓ...જે પોતાના વન્ય જીવન માટે જાણીતું છે. કુટ્ટા કર્ણાટક રાજ્યનું એક નાનકડું ગામ છે. જે કૂર્ગ ક્ષેત્રના કિનારે સ્થિત છે. આ જગ્યાની કુદરતી સુંદરતા અને વન્ય જીવન રોમાંચક આંખોને મનમોહિત કરે તેવું છે. હકીકતમાં આ નામ કુત્તા નથી પરંતુ કુટ્ટા છે. પરંતુ આ નામને વાંચનાર દરેક જણ તેને કુત્તા નામથી બોલાવે છે.
ટટ્ટી ખાના
આ સાંભળીને તમને હાસ્યનો ફૂવારો ચોક્કસ છૂટ્યો હશે. આમ તો આ એક સાધારણ જગ્યા છે જે તેલંગણાના રંગારેડ્ડી જિલ્લામાં એક ગામ છે. જેની વસ્તી 110ની આસપાસ છે. આ ગામ હયાતનગર તહસીલ હદમાં આવેલું છે. (ફોટો- ગૂગલ મેપ)
પનૌતી
ઉત્તર પ્રદેશમાં એક એવી જગ્યા છે જેનું નામ પનૌતી છે. અહીં રહેતા લોકોની આજુબાજુના લોકો પનૌતી ટેગ સાથે મજાક ઉડાવતા હોય છે. પનૌતી ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં આવેલું નાનકડું ગામ છે.
ગધા
આ ગામ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલું છે. આમ તો આ ગામનું નામ ગઢા છે પરંતુ જે માહિતગાર ન હોય તે ગધા કહીને બોલાવે છે.
સાલી
આ નામ સાંભળીને તમને એવું લાગશે કે બસ સાથે જીજાનું નામ અને સ્ટેશન હોત તો આ જીજા-સાલીની જોડી ખુબ જામત. હકીકતમાં સાલી નામનું આ સ્ટેશન જોધપુર જિલ્લાના ડૂડૂ નામના સ્થાનમાં આવેલું છે. જે ઉત્તરી-પશ્ચિમી રેલવેના દાયરામાં આવે છે.
ચૂટિયા, આસામ
અસમના એક શહેરનું નામ ચૂટિયા છે. આ શહેર જેટલું સુંદર છે તેટલું જ અનોખુ તેનું નામ છે. અસમના કેટલાક આદિવાસીઓ પણ પોતાની સરનેમ ચૂટિયા રાખે છે. પરંતુ બહારના લોકો આ નામ વાચે તો ગાળ સ્વરૂપે તેમને લાગે છે.
લુલ્લા નગર
આ ગામ પુણેના મહારાષ્ટ્રમાં આવેલું છે. ગામનું નામ જે સાંભળે તેને હાસ્યના ફૂવારા છૂટી જાય છે. (ફોટો- ગૂગલ મેપ)
Trending Photos