Acidity Upay: ગેસ અને એસિડિટી પર કરશે વાર, હંમેશા છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય
Acidity Upay: જો તમે પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમને તે ઉપાય જણાવીશું. આ ઉપાયમાં અમે તમને થોડા ડાયટ વિશે જણાવીસું જેનું સેવન કરી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ ડાયટ ન માત્ર ગેસની સમસ્યા દૂર કરશે પરંતુ પાચન પણ મજબૂત કરે છે. તો આવો આ ડાયટ વિશે જાણીએ..
કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. પોટેશિયમ પેટની બળતરાને શાંત કરે છે. આવી સ્થિતિમાં જો તમને એસિડિટીનો અનુભવ થતો હોય તો એક પાકેલું કેળું ખાઓ.
દહીં કુદરતી પ્રોબાયોટિક છે. આ પાચનતંત્રને મજબૂત બનાવે છે. જો કોઈ વ્યક્તિ ભોજન સાથે દહીં અથવા દહીં રાયતા ખાય તો તેને એસિડિટીથી રાહત મળે છે.
વરિયાળી અને જીરાનું પાણી પાચનક્રિયા સુધારે છે. આ માટે એક ચમચી વરિયાળી અને જીરું મિક્સ કરીને પાણીમાં ઉકાળો અને પીવો. આમ કરવાથી ગેસની સમસ્યા તરત જ દૂર થઈ જાય છે.
નારિયેળ પાણી દ્વારા પણ પેટની ગરમીને શાંત કરી શકાય છે. નારિયેળ પાણી એસિડિટીથી તાત્કાલિક રાહત અપાવે છે. જો કોઈ વ્યક્તિ રોજ નારિયેળ પાણી પીવે છે તો તેનું પેટ એકદમ સાફ રહે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
Trending Photos