જરનલ બિપિન રાવતનો પરિવાર થઇ ગયો વેરવિખેર, પાછળ રહી ગઇ બે દિકરીઓ...

નવી દિલ્હી: તમિલનાડુના કુન્નુરમાં નીલગિરિની પહાડીઓ વચ્ચે બુધવારે સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. ક્રેશ થતાં જ આ MI-17V5 માં આગ લાગી ગઇ અને વિમાનના ફૂરચે ફૂરચા ઉડી ગયા. આ વિમાનમાં ચી ફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (CDS Bipin Rawat), તેમની પત્ની મધુલિકા રાવત અને સેનાના કેટલાક અધિકારી 14 લોકો સવાર હતા. તેમાંથી 13 લોકોના મોત થઇ ગયા છે જ્યારે ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ હજુ પણ જીવિત છે અને તેમની સારવાર ચાલી રહી છે. 

1/6

કેવું રહ્યું વ્યક્તિગત જીવન?

કેવું રહ્યું વ્યક્તિગત જીવન?

જનરલ બિપિન રાવતે દેહરાદૂન અને શિમલામાં અભ્યાસ પુરો કર્યો બાદ એનડીએ અને આઇએમએ દેહરાદૂનથી સેનામં એન્ટ્રી લીધી હતી. તેમણે મેરઠ યૂનિવર્સિટીથી મિલિટ્રી-મીડિયા સ્ટ્રેટજિક સ્ટડીઝમાં પીએચડી પણ કર્યું હતું. તમને જણાવી દઇએ કે બિપિન રાવત દેશના પ્રથ્મ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) હતા. 

2/6

જનરલ બિપિન રાવતનો પરિવાર અને બાળકો

જનરલ બિપિન રાવતનો પરિવાર અને બાળકો

જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવતની બે પુત્રી છે જેમાં એકનું નામ કૃતિકા રાવત છે. બિપિન રાવતના પિતા લક્ષ્મણ સિંહ રાવતે ભારતીય સેનાની સેવા અને લેફ્ટિનેંટ-જનરલના પદ સુધી પહોંચ્યા. બીજી તરફ તેમની માતા ઉત્તરકાશીથી વિધાનસભા (એમએલએ)ના પૂર્વ સભ્ય કિશન સિંહ પરમારની પુત્રી હતી. 

3/6

પત્ની પણ કરતી હતી દેશ સેવા

પત્ની પણ કરતી હતી દેશ સેવા

મધુલિકા રાવતે શહીદોની પત્નીઓના જીવન નિર્વાહ અને તેમના વિકાસ માટે ઘણા પ્રકારના કાર્યક્રમ ચલાવ્યા. AWWA ના અધ્યક્ષ તરીકે મધુલિકા રાવત પર યુદ્ધ અથવા અન્ય સૈન્ય ઓપરેશન દરમિયાન વીરગતિ પ્રાપ્ત કરનાર શહીદોની પત્નીઓ અને આશ્રિતોની ભલાઇ અને સર્વાગી વિકાસની જવાબદારી હતી. 

4/6

પત્ની સંભાળતી હતી આ જવાબદારી

પત્ની સંભાળતી હતી આ જવાબદારી

સીડીએસનું પદ આપ્યા પહેલાં તે થલસેનાના 27મા અધ્યક્ષ હતા. તે પહેલાં એક સપ્ટેમ્બર 2016ના તેમને સેનાના ઉપ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જનરલ રાવતની પત્ની મધુલિકા રાવત પણ સેના સાથે જોડાયેલી હતી. તે આર્મી વુમન વેલફેર એસોસિએશનની અધ્યક્ષ હતી. જનરલ રાવતની બે પુત્રીઓ છે. તેમને ઉત્કૃટ સેવા માટે પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી હતી. 

5/6

દેશ સેવામાં સદૈવ આગળ રહ્યો પરિવાર

દેશ સેવામાં સદૈવ આગળ રહ્યો પરિવાર

સીડીએસ બિપિન રાવત એક ફૌજી પરિવારમાંથી આવે છે. તેમનો પરિવાર હંમેશા જ દેશની સેવા પ્રત્યે સમર્પિત રહ્યો. તેમના પિતા લક્ષ્મણ સિંહ રાવત (L S Rawat) પણ લેફ્ટિનેંટ જનરલના પદ પરથી નિવૃત થયા હતા. તો બીજી તરફ પત્ની મધુલિકા રાવત એક ગૃહિણી હોવાની સાથે-સાથે સમાજસેવિકા પણ હતી. પરિવાર સંભાળવાની સાથે-સાથે સામાજિક કાર્યક્રમોમાં તે ભાગ લેતી હતી. 

6/6

MP ના જમાઇ હતા બિપિન રાવત

MP ના જમાઇ હતા બિપિન રાવત

બિપિન રાવત મધ્ય પ્રદેશના જમાઇ હતા, શહડોલ જિલ્લાની સોહાગપુર વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુંવર મૃગેંદ્ર સિંહની પુત્રી મધુલિકા રાવત સાથે તેમના લગ્ન થયા હતા. વિંધ્ય રીવા રિયાસતમાં સોહાગપુરના ઇલાકેદાર હતા કુંવર મૃગેંદ્ર સિંહ.