Gold Price: સોના-ચાંદીના ભાવમાં સ્થિરતા, રક્ષાબંધન પહેલા ખરીદી કરવાની શાનદાર તક, જાણો રેટ

Gold Silver Price: અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 645000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહી છે. 24 કેરેટ સોનાની કિંમત 70360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ  શનિવાર અને રવિવારે બંધ રહે છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 2460.10 ડોલર પ્રતિ ઔંસ પર છે. સોના અને ચાંદીની વૈશ્વિક કિંમતની અસર ભારતીય બજારો પર પણ પડે છે.

સોના-ચાંદીના ભાવ

1/6
image

રવિવાર 11 ઓગસ્ટે દેશમાં 24 કેરેટ સોનાની કિંમત 70000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 70460 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈ, ચેન્નઈ અને કોલકત્તામાં 24 કેરેટ ગોલ્ડની કિંમત 70310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીની વાત કરીએ તો તેનો ભાવ 83100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. આવો જાણીએ દેશના 12 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની રિટેલ કિંમત કેટલી છે.

દિલ્હીમાં સોનાનો ભાવ

2/6
image

દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત લગભગ 64600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તો 24 કેરેટ સોનાની કિંમત લગભગ 70460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈમાં સોનાનો ભાવ

3/6
image

વર્તમાનમાં મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 64450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 70310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

અમદાવાદમાં આજનો સોનાનો ભાવ

4/6
image

અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 645000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહી છે. 24 કેરેટ સોનાની કિંમત 70360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

દેશના અન્ય મુખ્ય શહેરોમાં સોનાની કિંમત

5/6
image

શહેર                 22 કેરેટ ગોલ્ડ રેટ                      24 કેરેટ ગોલ્ડ રેટ ચેન્નઈ                  64450                                     70310 કોલકત્તા              64450                                     70310 ગુરૂગ્રામ              64600                                      70460 લખનઉ               64600                                       70460  બેંગલુરૂ               64450                                       70310   જયપુર                 64600                                      70460 પટના                    64500                                    70360     ભુવનેશ્વર                64450                                    70310  હૈદરાબાદ               64450                                     70310

એમસીએક્સ પર ભાવ

6/6
image

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ શનિવાર અને રવિવારે બંધ રહે છે. શુક્રવાર 9 ઓગસ્ટે નબળી હાજર માંગ વચ્ચે સટોરિયાઓએ પોતાના સોદાનો આકાર ઘટાડ્યો, જેનાથી મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબર મહિનાની ડિલિવરીવાળા ગોલ્ડ કોન્ટ્રાક્ટનો ભાવ 79 રૂપિયા કે 0.11 ટકાના ઘટાડા સાથે 69625 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 0.13 ટકાના ઘટાડા સાથે 2460.10 ડોલર પ્રતિ ઔંસ રહી ગયું હતું.