ગ્રેજ્યુએટ વિદ્યાર્થિનીઓને સરકાર આપશે 25-25 હજાર રૂપિયા, જાણો કેવી રીતે મેળવી શકો છો લાભ

નવી દિલ્લીઃ 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન અંતર્ગત સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓનો હેતુ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવાનો અને અભ્યાસની દિશામાં આગળ વધવાનો છે. એક સ્કીમ હેઠળ સરકાર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને 25-25 હજાર રૂપિયા આપે છે.

 

 

શું છે આ સ્કિમ?

1/5
image

 

ગર્લ સ્ટુડન્ટ્સને પ્રોત્સાહિત કરવા માટે બિહાર સરકારે ગ્રેજ્યુએટ થનારી વિદ્યાર્થિનીઓને 25 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. શું છે આ સ્કીમ અને તમે તમારી દીકરીના નામે આ સ્કીમનો લાભ કેવી રીતે લઈ શકો છો? આવો જાણીએ...

બાલિકા સ્નાતક પ્રોત્સાહન યોજના

2/5
image

 

'બાલિકા સ્નાતક પ્રોત્સાહન યોજના' રાજ્ય સરકાર દ્વારા કન્યાઓ માટે ચલાવવામાં આવે છે. આ યોજનામાં સરકાર ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીનીઓને 25-25 હજાર રૂપિયા આપે છે.

 

 

કોને મળી શક્શે આ ધનરાશિ?

3/5
image

 

આ યોજના પાછળ સરકારનો હેતુ વિદ્યાર્થિનીઓને શિક્ષિત અને આત્મનિર્ભર બનાવવાનો છે. યોજનાના નિયમો અનુસાર, આ લાભ ફક્ત તે જ વિદ્યાર્થીનીઓને મળશે જેઓ રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અને સંલગ્ન કોલેજોમાંથી સ્નાતક થયા છે.

બેંકના ખાતામાં આવે છે રૂપિયા

4/5
image

 

સ્કીમ હેઠળ મળેલા રૂપિયા સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં આવે છે. આ માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ માટે ઈ-કલ્યાણની વેબસાઈટ www.edudbt.bih.nic.in પર જવું પડશે. સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન અને લૉગિન માટે ફક્ત લિંક 1 પર ક્લિક કરીને અહીં ઑનલાઇન 

આવેદનની શરત

5/5
image

 

અરજી કરવા માટે, અરજદારે 25 એપ્રિલ 2018 પછી ગ્રેજ્યુએશન કર્યું હોવું જોઈએ. ફોર્મ ભરતી વખતે, જરૂરી કાગળ જેમ કે આધાર કાર્ડ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઈઝ ફોટો, સરનામા માટેનું કોઈપણ આઈડી, ગ્રેજ્યુએશન માર્કશીટ વગેરે તમારી સાથે રાખો.