Guinness World Records: ગજબનો શોખ જેના વિશે તમે કલ્પના પણ નહીં કરી હોય, જુઓ PIC

દુનિયામાં કેટલાંક લોકોને અજીબો ગરીબ શોખ હોય છે. અને આ શોખ પછી એક જૂનૂન બની જાય છે. આવા જ જૂનૂને સર્જેલાં વિશ્વ વિક્રમોની વણઝાર વિશે વાંચો આ આર્ટીકલમાં.

ગૌરવ તંવર, અમદાવાદઃ કહેવાય છેકે, શોખ બડી ચીજ હૈ. કોઈને લાંબા વાળનો શોખ હોય છે તો કોઈને લાંબી મૂછો રાખીને ફરવાંનો શોખ હોય છે. પણ કેટલાંક લોકોનો આ શોખ અને શોખ પ્રત્યેનું જૂનૂન એટલું વધારે હોય છેકે, તેમને દુનિયા આખી બીજા કરતા અલગ સ્થાન અપાવે છે. આ આર્ટીકલમાં એવાં જ અજીબો ગરીબ શોખ રાખનારા લોકોની તસવીરો અને અને તેમના રેકોર્ડ વિશે વાત કરવામાં આવી છે જેમણે પોતાના શોખનું એ હદે સિંચન કર્યું કે તે બની ગયો વિશ્ન વિક્રમ. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલાં આવા અજીબો ગરીબ શોખ વિશે જાણીને તમે દંગ રહી જશો. 

Shridhar Chillal

1/10
image

પુણે શહેરના એક ભારતીય માણસ શ્રીધર ચિલ્લાલે હાથના સૌથી લાંબા નખનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો, શ્રીધરના સંયુક્ત નખની લંબાઈ 10,000.6 સેન્ટિમીટર (358.1 ઇંચ) હતી. તેમણે 1952માં તેમના નખ કાપવાનું બંધ કર્યું હતું. 11 જુલાઈ 2018ના રોજ શ્રીધર ચિલ્લાલે પાવર ટૂલથી તેમનાં નખ કાપી ન્યુયોર્ક સિટીના સંગ્રહાલયમાં પ્રદર્શનમાં મુક્યા.

Robert Pershing Wadlow

2/10
image

રોબર્ટ પર્સિંગ વડ્લો એક અમેરિકન વ્યક્તિ હતા. જેમનો જન્મ 22 ફેબ્રુઆરી, 1918ના દિવસે થયો હતો. જેના નામે ઇતિહાસમાં સૌથી લાંબી વ્યક્તિનો રેકોર્ડ છે. રોબર્ટ પર્સિંગ વડ્લોની ઉંચાઈ 11.1 ફુટ હતી. 15 જુલાઈ, 1940માં રોબર્ટ પર્સિંગ વડ્લો 22 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા.તે સમયે તેમનું વજન 439 પાઉન્ડ હતું.  

Xio Qiuping

3/10
image

ચાઇનાની ઝી ક્યુઇપિંગના 8 મે, 2004ના રોજ ચકાસણી કર્યા મુજબ 18 ફૂટ 5 ઇંચ લાંબા વાળ છે.તેમણે 1973માં વાળ વધારવાનું શરૂ કર્યું, જ્યારે તેને વાળ વધારવાની શરૂઆત કરી ત્યારે માત્ર 13 વર્ષની જ હતી.  

You Jianxia

4/10
image

ચીનના જીંગ્સુ ચાંગઝોઉમાં ચાઇનાની યુ જિઆંક્સિયાએ 28 જૂન, 2016માં સૌથી લાંબી આંખની પાંપણનો રેકોર્ડ બનાવ્યો. તેની આંખની પાંપણની લંબાઈ 12.40 સે.મી. (88.88ઇંચ) છે અને તે સમયે  ગિનીસ વલ્ડૅ રેકોર્ડમાં તેમનું નામ પણ આવ્યું હતું, યુ જિઆંક્સિયાએ અન્ય અતુલ્ય રેકોર્ડ ધારકોની સાથે GWR2018 પુસ્તકમાં દર્શાવવામાં આવ્યા હતા.

Moustafa Ismail

5/10
image

ઇજિપ્તના મૌસ્તાફા ઇસ્માઇલના બાયસેપ 31 ઇંચના છે. જેનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સમાવેશ કરવામાં આવ્યો છે. મૌસ્તાફા ઇસ્માઇલ 600 પાઉન્ડ સુધી વજન ઉપાડી શકે છે. તે ફકત મરઘાં, સીફૂડ, બીફ અને પ્રોટીન શેક લે છે.  

Ram Singh Chauhan

6/10
image

ભારતના રામસિંહ ચૌહાણની મૂછ માર્ચ, 2010ના રોજ ઇટાલીના રોમમાં લો શો ડીઇ રેકોર્ડના સેટ પર માપવામાં આવી હતી. રામે તેના ચહેરાના વાળ 1970માં વધારવાના શરૂ કર્યા હતા. તેની મૂછના કારણે તેને જેમ્સ બોન્ડની ફિલ્મ ઓક્ટોપસીમાં કેમિયોનો રોલ મળ્યો હતો.

Mehmet Ozyurek

7/10
image

તુર્કીના આર્ટવિનના મેહમેત ઓજ્યુરકનું નાક 8.8 સે.મી છે.તે તુર્કી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધારક છે. 18 માર્ચ 2010ના રોજ તેમનું નાક માપવામાં આવ્યું હતું.મેહમેતની ઉચાઇ 5 ફૂટ 10 ઈંચ છે.

Sultan Kosen

8/10
image

સુલતાન કોસેને એક ટર્કીશ વ્યક્તિ છે. જેના હાથની લંબાઈ 27.5 સે.મી. નોંધવામાં આવી. 25 ઓગસ્ટ 2010ના રોજ યુનિવર્સિટી ઓફ વર્જિનિયા અનુસાર 254.3 સે.મી. સુધીની લંબાઈની પુષ્ટિ ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી. જયારે તેના હાથ 28 સે.મી. થયા ત્યારે તેણે પોતાનો રેકોર્ડ તોડી નાખ્યો.

Nick Stoeberl

9/10
image

કેલિફોર્નિયાના મોંટેરીમાં રહેતો નિકોલસ સ્ટોએબરલની સૌથી લાંબી જીભ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સમાવેશ થયો છે. નિકોલસની જીભ 27મી નવેમ્બર, 2012ના રોજ યુ.એસ.ના કેલિફોર્નિયાના સલિનાસમાં માપવામાં આવી હતી. ત્યારે તેની જીભની લંબાઈ 10.1 સે.મી. હતી.

Maci Currin

10/10
image

યુએસએની 17 વર્ષીય મેકી ક્યુરીનનું વિશ્વની સૌથી લાંબી કિશોરી તરીકે 2018માં ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધવામાં આવ્યું. ક્યુંરીનનો ડાબો પગ 135.267 સે.મીનો છે. જ્યારે જમણો પગ 134.3 સે.મી.નો માપવામાં આવ્યો. મેકી ક્યુરીનની ઉંચાઈ 6 ફૂટ 10 ઈંચ છે. તેના લાંબા પગના કારણે તેને ઘણાં ફાયદા થયા છે. ખાસ કરીને જ્યારે તેણીની હાઇસ્કૂલની વોલીબોલ ટીમમાં છે. તે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકદમ લોકપ્રિય છે.