નરેશ કનોડિયાનો હમશકલ! વાત અને ડાન્સ કરવાની સ્ટાઈલથી તો તમે ઓળખી જ નહિ શકો

naresh kanodiya duplicate : બોલિવુડના મોટાભાગના સ્ટાર્સના ડુપ્લીકેટ જોવા મળતા હોય છે. તો તમને જાણીને નવાઈ લાગશે ગુજરાતના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો પણ ડુપ્લીકેટ છે. ગુજરાતના અમિતાભ બચ્ચન કહેવાતા નરેશ કનોડિયાના ડુપ્લીકેટના શો ગામેગામે થાય છે, અને તેને જોવા માટે લોકોની ભીડ જામે છે. નરેશ કનોડિયાના ડુપ્લીકેટનું નામ છે લલિત મંડાલી. દેખાવમાં તો એકદમ નરેશ કનોડિયા જેવા લાગે છે. આ તસવીરો જ તેનો પુરાવો આપે છે. 

1/10
image

આજે ભલે નરેશ કનોડિયા આ દુનિયામાં હયાત નથી, પરંતુ તેમના ડુપ્લીકેટ લલિત મંડાલની જોઈને એવું લાગે કે તેઓ આજે પણ જીવંત છે. લોકો તેને જુનિયર નરેશ કનોડિયા તરીકે ઓળખે છે. લલિત મંડાલીના વીડિયો લોકોમાં બહુ જ ફેમસ છે. તે એકદમ નરેશ કનોડિયાની જેમ સ્ટાઈલ કરે છે. ફેસબુક પર તેના 63K ફોલોઅર્સ છે. તો યુટ્યુબ પર 29.8K સબ્સક્રાઈબર્સ છે. લોકો તેને એકદમ કોપી ટુ કોપી નરેશ કનોડિયા કહે છે.   

કોણ છે લલિત મંડાલી

2/10
image

જુનિયર નરેશ કનોડિયા લલિત મંડલી મૂળ સુરેન્દ્રનગરના લખતર પાસેના સદાદ ગામના રહેવાસી છે. ધોરણ -10 સુધી અભ્યાસ કર્યા બાદ લલિતે આર્થિક રીતે પગભર થવા કપડા ડિઝાઈનમાં કામ કરવાનું શરૂ કર્યું. હાલ તે અભિનયની સાથે ગારમેન્ટના કામમાં પણ સંકળાયેલા છે. આજે ગામેગામે લલિત મંડલીના સ્ટેજ શો થાય છે. તેઓ નરેશ કનોડિયાના ગેટઅપમાં પહોંચે છે.   

કેવી રીતે શરૂ કરી અભિનયની શરૂઆત

3/10
image

અભિનયની શરૂઆત કંઈક એ રીતે થાય છે કે સૌ માટે ભયંકર એવો કોરોના કાળ ચાલતો હતો એ વખતનો એ સમય હતો. કોરોનામાં બધાની સાથે લલિત મંડલીનું પણ ગારમેન્ટનું કામ બંધ હતું. તો મોટા ભાગનો સમય ઘરમાં જ રહેવાનું થતું અને કંઈક પ્રવૃતિ કરતા રહેવા સિવાય કોઈ રસ્તો નહોતો. એ સમયે ટિકટોક ખુબ ટ્રેન્ડમાં હતું. એટલે લલિત ભાઈ પણ વીડિયો જોતા. પરંતુ ક્યારેય વીડિયો બનાવવાનું વિચાર્યું નહોતું. એવામાં નાના ભાઈએ સલાહ આપી કે લલિત તું પણ સરસ કરી શકે છે કે તો એકાદ વીડિયો બનાવ અને ભાઈની સલાહ માની લલિતે વીડિયો બનાવ્યો.  

4/10
image

લલિત મંડાલીએ નરેશ કનોડિયાના ગેટઅપ, અને સ્ટાઈલમાં વીડિયો બનાવવાની શરૂઆત કરી, પછી તો તેઓ એવા ફેમસ થઈ ગયા કે લોકો તેમને જુનિયર નરેશ કનોડિયા કહેવા લાગ્યા. આ બાદ તેમને કામ મળવાનું પણ શરૂ થયુ. 

5/10
image

લલિત મંડાલીએ નરેશ કનોડિયાની સ્ટાઈલ સ્વીકારી છે. તેઓ એકદમ નરેશ કનોડિયાની જેમ અભિયન અને ડાન્સ કર છે, જેથી તેઓ લોકોમાં જલ્દીથી પોપ્યુલર બની ગયા. આખા ગુજરાતમાં લલિત મંડલી સ્ટેજ પ્રોગ્રામ કરી રહ્યા છે. સાથે જ અત્યાર સુધી 8 ગુજરાતી ગીતો પણ કર્યાં છે. 

પહેલીવાર કેવો અનુભવ થયો

6/10
image

લલિત મંડાલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારી માસીના દીકરીના લગ્નમાં 7 વર્ષ પહેલા મેં ‘જાગ રે માલણ જાગ..’ ગત પર પરફોર્મન્સ આપ્યું હતું. ત્યારે મારા હાથ રીતસરના ધ્રુજતા હતા. ત્યાર બાદ સંબંધીઓના પ્રસંગમાં મારા ડાન્સની ડિમાન્ડ વધવા લાગી. તેના બાદ મારા વીડિયો વાયરલ થવા લાગ્યા. આ બાદ મને કામ મળવાની શરૂઆત થઈ. લોકો મને સ્ટેજ શો માટે બોલાવવા લાગ્યા.   

7/10
image

લલિત મંડાલી કહે છે કે મહેશ-નરેશના સંગીતનો જાદુ જ એવો છે કે મને નાચવાનું મન થઈ જાય. હું ક્યારેય અભિનય ક્લાસમાં નથી ગયો કે કોઈ પ્રકારનું રિહર્સ્લ પણ નથી કરતો. બસ ગીત વાગે એટલે મારે નાચવું જ પડે.  

નરેશ કનોડિયા મારા ભગવાન અને ગુરુ

8/10
image

લલિત જણાવે છે કે મને જુનિયર નરેશ કનોડિયા તરીકે લોકો ઓળખતા થયા ત્યારથી જ જીવનમાં નવી રોનક આવી ગઈ છે. એક વર્ષથી સ્ટેજ પોગ્રામ પણ જોરદાર મળી રહ્યા છે. નરેશ કનોડિયા માટે તેમણે એક ગીત પણ લખ્યું . લલિત વાત કરે છે કે નરેશ કનોડિયા મારા માટે ભગવાન અને ગુરુ છે. આજે મને મેગા સ્ટાર અને જુનિયર નરેશ કનોડિયા તરીકે લોકો બોલાવે તો મારું હૈયુ હરખાય છે અને છાતી ગજગજ ફુલે છે. આજે જે પણ કંઈ ઓળખાણ છે એમના લીધે છે અને એમના જેવા દેખાવના કારણે છે. મારી અદા અને અદાકારી નરેશ સર સાથે મેચ થાય એ મારા માટે સૌથી સૌભાગ્યની વાત છે.

નરેશ કનોડિયાના નિધનના સમાચાર સાંભળી રડી પડ્યો હતો

9/10
image

થોડા સમય પહેલા નરેશ કનોડિયાના નિધનના સમાચાર આવ્યા હતા. લલિત કહે છે કે, આ જાણતા જ મને આઘાત લાગ્યો હતો. પહેલાં સમાચાર મળ્યા ત્યારે હું માનવા પણ તૈયાર નહોતો. ઘણા ડાયરેક્ટરને કોલ કરીને પૂછ્યું. જ્યારે બધાએ હા પાડી તો હું કોલ પર જ રડી પડ્યો. હું ધ્રુજવા લાગ્યો કે આ શું થઈ ગયું. પરંતુ ધીરે ધીરે એ વાતને સ્વીકારી લીધી કે હવે નરેશ કનોડિયા નથી રહ્યા.

10/10
image