12 વર્ષ બાદ સૂર્ય-ગુરૂએ બનાવ્યો 'નવપંચમ રાજયોગ', 2024માં આ જાતકો જીવશે વૈભવી જીવન, દરેક કામમાં મળશે સફળતા

Navpancham Rajyog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યના ધન રાશિમાં પ્રવેશ કરવાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં કેટલાક જાતકોને નવા વર્ષમાં ખુબ લાભ મળી શકે છે. 

નવપંચમ રાજયોગ

1/5
image

Navpancham Rajyog: ગ્રહોના રાજા સૂર્ય એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે, જેની અસર દરેક રાશિના જાતકો પર પડે છે. આ રીતે ગ્રહોના રાજાએ ગુરૂની રાશિમાં 16 ડિસેમ્બરે પ્રવેશ કર્યો હતો. તેવામાં સૂર્ય દેવગુરૂથી ત્રિકોણ પર હશે, જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે નવપંચમ રાજયોગ આશરે 12 વર્ષ બાદ બની રહ્યો છે કારણ કે મિત્ર ગ્રહ સૂર્ય અને ગુરૂ 12 વર્ષ બાદ નજીક આવ્યા છે. નવપંચમ રાજયોગ બનવાથી કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે. આ સાથે અટવાયેલા કામ થવાના શરૂ થઈ જશે. આ સાથે આવકના નવા સ્ત્રોત ખુલશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવો જાણીએ નવપંચમ રાજયોગ બનવાથી નવા વર્ષ 2024માં કયાં જાતકોને ભાગ્યનો સાથ મળશે..  

મેષ રાશિ(Mesh Zodiac)

2/5
image

આ રાશિમાં સૂર્ય નવમાં ભાવમાં ગોચર કરી રહ્યાં છે. આ સાથે ગુરૂ પ્રથમ ભાવમાં બિરાજમાન છે. તેવામાં નવપંચમ યોગ આ જાતકોની ઉપર સૂર્યની સાથે સાથે ગુરૂનો પણ સકારાત્મક પ્રભાવ પડશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે. તમે ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો. કરિયરને લઈને કોઈ પ્રકારનું કન્ફ્યૂઝન હશે તો તે દૂર થશે. આ સાથે શિક્ષણ માટે વિદેશ જવાની તક મળી શકે છે. તમને વેપારમાં નફો મળી શકે છે. ભાઈ-બહેન સાથે સારો સમય પસાર થશે. પરિવારનો સહયોગ મળશે, જેનાથી દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે પ્રસિદ્ધિ મળશે.   

સિંહ રાશિ (Leo Zodiac)

3/5
image

આ રાશિમાં નવપંચમ યોગ પાંચમાં ભાવમાં બની રહ્યો છે. આ જાતકોને શિક્ષમ, સંતાન, પ્રેમ સંબંધના ક્ષેત્રમાં મોટો લાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો તે ઉચ્ચ શિક્ષણ મેળવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને લાભ મળી શકે છે. તમને તમારી મહેનતનું ફળ મળશે. માતા-પિતાને સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. તમારા બાળકોને મળતી સિદ્ધિ પર તમે ગર્વનો અનુભવ કરી શકો છો. આ સાથે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. પરિવારની સાથે સમય પસાર કરશો.

વૃશ્ચિક રાશિ (Vraschik Zodiac)

4/5
image

નવપંચમ રાજયોગ આ જાતકો માટે ખુબ સારો રહેવાનો છે. પરિવારની સાથે સમય પસાર કરશો. તેનાથી તમારા સંબંધ મજબૂત થશે. કામના સિલસિલામાં યાત્રા કરવી પડી શકે છે. આ સાથે જીવનસાથીનો સહયોગ મળશે. સરકારી નોકરીની તૈયારી કરતા જાતકોને સફળતા મળશે. નોકરી કરતા જાતકોના કામની પ્રશંસા થશે. આ સાથે ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન થશે. વેપારીઓને પણ આ દરમિયાન લાભ થઈ શકે છે.

5/5
image