Lakshadweep: સ્વર્ગની સુંદરતા, શાંતિ અને પ્રકૃતિનો અદ્ભુત સંયોગ, ભારતનું અણમોલ રત્ન છે લક્ષદ્વીપ

Lakshadweep Tourism: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની યાત્રા બાદ આ પ્રદેશ ચર્ચામાં છે. તેમની યાત્રાનો અનુભવ સાંભળી તમે મંત્રમુગ્ધ થઈ શકો છો. પોતાની યાત્રા દરમિયાન પીએમ મોદીએ લક્ષદ્વીપના લોકો અને પ્રાકૃતિક સૌંદર્યની ખુબ પ્રશંસા કરી છે. જો તમે કોઈ શાંતિ અને મનમોહલ સ્થાન શોધી રહ્યાં છો તો લક્ષદ્વીપ તમારા લિસ્ટમાં જરૂર હોવું જોઈએ. આવો જાણીએ લક્ષદ્વીપ તમારી આગામી રજાઓ માટે એકદમ યોગ્ય જગ્યા છે...
 

અનોખી સુંદરતાનો અનુભવ

1/5
image

લક્ષદ્વીપ ભારતનો સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જે અરબ સાગરની વચ્ચે બ્લૂ મોતીની જેમ પથરાયેલો છે. લીલાછમ નારિયેળના વૃક્ષો, સોનેરી રેતીના દરિયાકિનારા અને સ્ફટિક-સ્પષ્ટ પાણી લક્ષદ્વીપને સ્વર્ગીય અનુભવ બનાવે છે. અહીંનું વાતાવરણ એટલું શાંત છે કે તમારા આત્માને શાંતિ મળે છે. પીએમ મોદીએ પણ લક્ષદ્વીપની શાંતિની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે અહીં તેમણે 140 કરોડ ભારતીયોના કલ્યાણ માટે વધુ મહેનત કરવાનો સંકલ્પ લીધો છે.  

એન્ડવેન્ચરનું સ્વર્ગ

2/5
image

લક્ષદ્વીપ ન માત્ર નેચરલ બ્યૂટીથી ભરપૂર છે, પરંતુ એડવેન્ચર ગતિવિધિઓના શોખીનો માટે પણ એક સ્વર્ગ છે. પ્રધાનમંત્રી મોદીએ ખુબ સ્ન્નોર્કલિંગનો રોમાંચક અનુભવ લીધો, જે અહીંનું એક લોકપ્રિય આકર્ષણ છે. તમે પાણીની નીચેની રંગીન દુનિયાનો જોઈ શકો છો, જેમાં માછલીઓ, કોરલ રીફ અને અન્ય સમુદ્રી જીવ સામેલ છે. આ સિવાય સ્કૂબા ડાઇવિંગ, વિંડસર્ફિંગ અને કેનોઇંગ જેવી રોમાંચક રમતોનો આનંદ લઈ શકો છો.

સંસ્કૃતિ અને પરંપરાનું મિશ્રણ

3/5
image

લક્ષદ્વીપની સંસ્કૃતિ અને પરંપરા પણ એટલી સુંદર છે જેટલું તેનું પ્રાકૃતિક સૌંદર્ય. અહીંના લોકો માલબારના મુસ્લિમ સમુદાય સાથે સંબંધ ધરાવે છે અને તેની અનોખી સંસ્કૃતિ તથા પરંપરાઓ જોવા લાયક છે. તમે સ્થાનીક નૃત્ય, પ્રદર્શન, સંગીત અને કલાનો આનંદ લઈ શકો છો. સાથે અહીંના સ્વાદિષ્ટ માલબારી વ્યંદનોનો સ્વાદ લઈ શકો છો.

પવિત્ર સમુદ્ર કિનારાનો લો આનંદ

4/5
image

લક્ષદ્વીપના સમુદ્ર કિનારા દુનિયામાં સૌથી સ્વચ્છ અને શાંત છે. મોર્નિંગ વોક, સૂર્યાસ્ત જોવો અથવા ફક્ત રેતી પર સૂવું અને આકાશ તરફ જોવું - આ બધી પ્રવૃત્તિઓ તમને એક અવિસ્મરણીય અનુભવ આપશે.

કેવી રીતે પહોંચવું અને રહેવાની જગ્યા

5/5
image

લક્ષદ્વીપ પહોંચવા માટે, તમે કોચી અથવા કાલિકટથી ફ્લાઇટ અથવા હેલિકોપ્ટર લઈ શકો છો. અહીંના એરપોર્ટ અગાટી, બાંગારામ અને કાવારત્તી ટાપુઓ પર સ્થિત છે. આ સિવાય તમે દરિયાઈ જહાજ દ્વારા પણ લક્ષદ્વીપ પહોંચી શકો છો. અહીં રહેવા માટે ઘણા સરકારી, ખાનગી ગેસ્ટહાઉસ અને રિસોર્ટ ઉપલબ્ધ છે. તમે તમારા બજેટ અને પસંદગીઓ અનુસાર તમારી પસંદગીનું આવાસ પસંદ કરી શકો છો.