હોળીનો તહેવાર આ ફિલ્મોમાં સાબિત થયો ટર્નિંગ પોઈન્ટ, એક સીન પછી બદલાઈ ગઈ પુરી કહાની

રંગોનો તહેવાર હોળી બોલિવુડ સોંગ વગર અધૂરી માનવામાં આવે છે. હિન્દી ફિલ્મી ફિલ્મોના હોળી સોન્ગ સાંભળ્યા બાદ તહેવારની મઝા બેવડાઈ જાય છે.

રંગોનો તહેવાર તરીકે ઓળખાતી હોળીની નાના-મોટા તમામ લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. રંગોના આ તહેવારમાં માહોલ પણ એકદમ રંગીન બની જાય છે. જોવામાં આવે તો આ તહેવારની ઉજવણીની એક અલગ જ મજા છે. આવી સ્થિતિમાં જો બોલીવુડના ગીતોનો ઉલ્લેખ ન કરવામાં આવે તો હોળી અધૂરી લાગે છે.

બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યું હતું કે હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ ઘણી ફિલ્મોમાં એવું પણ જોવા મળ્યું હતું કે હોળીના તહેવાર અને તેની ધામધૂમ પછી અચાનક જ નવો વળાંક આવ્યો. એવામાં ચાલો જાણીએ હોળીની આવી ફિલ્મો વિશે જેણે હોળીના તહેવારને એક નવો વળાંક આપ્યો.

વક્ત

1/7
image

અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડાની ફિલ્મ વક્ત નું સોન્ગ લેટ્સ પ્લે હોળી આજે પણ હોળીના પોપુલર સોન્ગમાંથી એક માનવામાં આવે છે. આ ફિલ્મમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે સોન્ગના અંતમાં પ્રિયંકા ચોપડાની પ્રેગ્ન્સી વિશે જાણવા મળે છે. એવામાં અક્ષયને તેની જવાબદારી સમજાવવા માટે ફિલ્મમાં તેમના પિતા બનેલા અમિતાભ બચ્ચન ઘરથી બેઘર કરી નાંખે છે.

શોલે

2/7
image

વર્ષ 1975ની ફિલ્મ શોલેમાં હોળીના દિવસે 'દિન દિલ ખિલ જાતે હૈ' ગીતમાં હેમા માલિની અને ધર્મેન્દ્ર વચ્ચે તોફાની રોમાંસ જોવા મળ્યો હતો. ફિલ્મમાં આ સોન્ગ ટર્નિંગ પોઈન્ટ પણ સાબિત થયું. કારણ કે આ ગીતના અંતમાં ગબ્બર સિંહ ગ્રામજનો પર હુમલો કરીને જય-વીરુને બંદી બનાવી લે છે. જો કે, જ્યારે જય-વીરુ ગબ્બરની કેદમાંથી બહાર આવે છે, ત્યારે તેને ખબર પડે છે કે ઠાકુર તેના હાથમાં નથી. તે સમયે ફિલ્મમાં એક નવો ટ્વિસ્ટ આવે છે.

સિલસિલા

3/7
image

અમિતાભ બચ્ચન અને રેખાની ફિલ્મ સિલસિલાનું સોન્ગ 'રંગ બરસે ભીગે ચુનારવાલી' હોળીની મજાને બમણી કરે છે. આ સોન્ગમાં રેખા અને અમિતાભ બચ્ચન હોળી રમતા દેખાડવામાં આવ્યા હતા. પરંતુ ગીત પછી ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે નશામાં ધૂત અમિતાભ અને રેખા એકબીજાની નજીક આવ્યા. એવામાં ફરી એકવાર બંનેનો ભૂતકાળ બધાની સામે આવી જાય છે.

જોલી એલએલબી2

4/7
image

અક્ષય કુમારની ફિલ્મ જોલી એલએલબી2માં હોળીનો તહેવાર દેખાડવામાં આવ્યો છે. તે દરમિયાન ફિલ્મની કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવે છે. પછી જોલીના પિતાને ખબર પડે છે કે તેમની પાસે જે મહિલા મદદ માટે આવી છે તેમનો પુત્ર તેમની મદદ કરી રહ્યો નથી પરંતુ પૈસા પડાવી રહ્યો છે.

ગબ્બર ઈઝ બેક

5/7
image

અક્ષય કુમારની ફિલ્મ ગબ્બરમાં 'તેરી મેરી કહાની' માં હોળીનો તહેવાર દેખાડવામાં આવ્યો છે. આ સોન્ગમાં જ અક્ષય અને કરીના હોળી રમતા નજરે પડે છે. કરીના પ્રેગ્નેન્ટ હોય છે. જોકે ગીતમાં અચાનકથી મકાન પડી જાય છે. જેના કારણે કરીનાનું મોત થઈ જાય છે. હોળીના સીન બાદ ફિલ્મમાં ઘણા ટ્વિસ્ટ જોવા મળે છે.

ડર

6/7
image

જૂહી ચાવલા, શાહરૂખ ખાન અને સની દેઓલની ફિલ્મ ડરનું સોન્ગ 'અંગ સે અંગ લાગાના' આજે પણ હોળીમાં લોકો સાંભળવાનું પસંદ કરે છે. આ સોન્ગમાં સની દેઓલ અને જૂહી ચાવલા સહિત તમામ લોકો હોળી રમી રહ્યા હોય છે. જ્યારે શાહરૂખ ખાનની એન્ટ્રી સોન્ગના અંતમાં હોય છે. ચહેરા પર રંગ લગાવીને શાહરૂખ ખાન જૂહીને ગુલાલ લગાવીને એન્ટ્રી કરે છે. અહીંથી ફિલ્મની કહાનીમાં એક નવો મોડ આવી જાય છે.

બાગબાન

7/7
image

અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની ફિલ્મ બાગબાનનું સોન્ગ 'હોલી ખેલે રઘુવીરા' હોળીના તહેવારમાં ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ આ સોન્ગ બાદ ફિલ્મમાં એક અલગ જ મોડ જોવા મળે છે.