HUMMER લોન્ચ કરશે પોતાની શાનદાર અને પાવરફુલ ઈલેક્ટ્રીક કાર, કારનો લૂક જોઈને તમે પણ થઈ જશો ફિદા
ઝી બ્યૂરો, અમદાવાદઃ HUMMER 3 એપ્રિલના લોન્ચ કરવામાં આવશે. GMCએ એલાન કર્યું છે કે આ ઈલેક્ટ્રીક કારનું બુકિંગ પણ તે દિવસથી શરૂ કરવામાં આવશે. આવા સમયમાં અમેરિકાની કાર બજારમાં SUV અને પીકઅપ ટ્રકોની માગ વધી રહી છે, તેવામાં HUMMERની ઈલેક્ટ્રીક કાર લોકોની પસંદ બની શકે છે. આ કાર બેટરીથી ચાલે છે, સાથે જ આ કારમાં અનેક સુવિધાઓ પણ આપવામાં આવી છે.
હમર કાર એક સેલિબ્રિટિ સિમ્બોલ કાર માનવામાં આવે છે. કહેવાય છેકે, શોખ બડી ચીજ હૈ અને મોટા મોટા લોકો માત્ર શોખ ખાતર જ આ કાર રાખતા હોય છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હોય કે હરભજન સિંઘ આ ખેલાડીઓ પાસે હમર કાર છે. બોલીવુડના પણ કેટલાંક સિતારાઓ આ કારમાં ફરતા જોવા મળે છે. આ ઉપરાંત જાણીતા ઉદ્યોગપતિઓ પણ આ કાર શોખથી રાખતા હોય છે. હવે આ કારનું ઈલેક્ટ્રિક મોડલ લોંચ થવા જઈ રહ્યું છે. જોકે, એ પહેલાં જ માર્કેટમાં આ કારની ચર્ચાઓ ધૂમ મચાવી છે.
ઈલેક્ટ્રીક કારનો દબદબો ધીમે ધીમે વધી રહ્યો છે. ભવિષ્યને ધ્યાને રાખી માર્કેટમાં સુવિધાથી સજ્જ અને સ્ટાઈલિશ ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરવામાં આવી રહી છે. આ દરમિયાન લક્ઝરી કાર બનાવનાર કંપની HUMMERએ પોતાની ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરી છે. આ કારનું ડેબ્યુ 3 એપ્રિલના થશે. આવો જાણીએ આ સુપર ઈલેક્ટ્રીક કાર વિશે તમામ વિગત.
Dandi March: સાબરમતી આશ્રમથી થઈ હતી સત્યાગ્રહની શરૂઆત, દુનિયાના દેશોના પ્રમુખો લઈ ચુક્યા છે આ સ્થળની મુલાકાત
છેલ્લા ઘણા મહિનાઓની પ્રતીક્ષા બાદ GMC HUMMER કંપનીની ઈલેક્ટ્રીક SUV કાર 3 એપ્રિલના લોન્ચ થશે. એક સમય હતો જ્યારે HUMMER એકદમ હાઈક્લાસ અને સેલિબ્રિટી લોકોની પહેલી પસંદ હતી. જો કે આ કારની માઈલેજ બહુ ખરાબ હતી. જેને કારણે આ કારની માર્કેટમાં માગ ઠંડી પડી ગઈ. જો કે હવે આ કંપની પોતાની SUV ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરવા જઈ રહી છે.
WhatsApp નું નવું ફીચર, હવે લેપટોપ-કોમ્યુટર વડે કરી શકશો વોઇસ અને વીડિયો કોલ, જાણો રીત
HUMMER 3 એપ્રિલના લોન્ચ કરવામાં આવશે. GMCએ એલાન કર્યું છે કે આ ઈલેક્ટ્રીક કારનું બુકિંગ પણ તે દિવસથી શરૂ કરવામાં આવશે. આવા સમયમાં અમેરિકાની કાર બજારમાં SUV અને પીકઅપ ટ્રકોની માગ વધી રહી છે, તેવામાં HUMMERની ઈલેક્ટ્રીક કાર લોકોની પસંદ બની શકે છે. આ કાર બેટરીથી ચાલે છે, સાથે જ આ કારમાં અનેક સુવિધાઓ પણ આપવામાં આવી છે.
HARIDWAR YATRA: હરિદ્વારના મંદિરોમાં અવાર નવાર કેમ થાય છે ચમત્કાર? જાણો બ્રહ્મકુંડ પાસે મળ્યા કોના પદ ચિન્હો...
HUMMERની SUV ઈલેક્ટ્રીક કાર પીકઅપ ફોર્મ પર આધારિત છે. જેમાં પાછળના ભાગમાં ફ્લેટ-બેડ કાર્ગોને બંધ કરી દેવામાં આવશે. પાછળના દરવાજા પર ફુલ સાઈઝ સ્પેર વ્હીલ હશે. આ કારની લીક થયેલી તસ્વીર પરથી કહી શકાય કે HUMMER SUV EVમાં HUMMER પિકઅપ જેવું જ C-પીલર આપવામાં આવ્યું છે. જો કે આ કાર મોટા રૂફ અને મસ્ક્યુલર બોડીવર્ક આપવામાં આવ્યું છે.
WEIGHT LOSS: વજન ઘટાડવાના ચક્કરમાં ક્યારેય ન કરતા આ 9 ભૂલો, નહીં તો બકરું કાઢતા પેસી જશે ઊંટ...
SUV અને પિકઅપ બંને એક જેવા પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. એટલે કે બંનેમાં સમાન પાવર ઓપશન મળી રહેશે. HUMMER EV પિકઅપમાં 1000 BHPનો પાવર મળે છે. જે માત્ર 3 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ ઝડપી પાડે છે. આ કારમાં આપવામાં આવેલા બેટરી પેકથી 560 કિલોમીટરથી વધુની માઈલેજ આપવાનો દાવો કરવામાં આવ્યો છે.
PHOTOS: બાલી કે થાઈલેન્ડ નહીં, આ છે ભારતની સૌથી સાફ નદી, તસવીરો જોઈ થઈ જશો મંત્રમુગ્ધ
HUMMER EVમાં એવી ક્ષમતાઓ આપવાનો દાવો કરાયો છે જેમાં કાર પાણી, રણ, કીચડ જેવા પ્રદેશોમાં આસાનીથી ચાલી શકે છે. આ SUVમાં સેંટર ઓફ ગ્રેવિટી બહું નીચે સ્થિત છે. આ સિવાય તેના અંડરબોડી કેમેરા, ક્રેબ મોડ જેવા ફિચર આપવામાં આવ્યા છે. HUMMER પિકઅપ EVની ટક્કર ટેસ્લાની આવી રહેલી CYBERTRUCK સાથે થશે.
Trending Photos