education

શિક્ષણ વિભાગે પરીક્ષાની પેર્ટન બદલી, વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો વધુ એક નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત અને તેમના ભવિષ્ય માટે સતત સારા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ધોરણ 9 થી 10 અને 12 માં સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવાયો કે, હેતુલક્ષી પ્રશ્ન 20 ટકા પૂછાતા હતા, તેને બદલે હવે 30% પુછાશે. ગુણાત્મક પ્રશ્નો 80% પૂછાતા હતા, તેને બદલે આ વર્ષથી 70 ટકા પૂછવામાં આવશે

Nov 27, 2021, 02:41 PM IST

ગુજરાતના શિક્ષણ નગરીની કલંકિત ઘટના, પ્રોફેસર વીડિયો કોલ પર નગ્ન થઈ ગયો...

ગુજરાતમાં હવે શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટનાઓ વધી રહી છે. જ્ઞાન પિરસતા શિક્ષકો જ નરાધમો જેવુ કૃત્ય આચરી રહ્યાં છે. જ્ઞાન આપવાને બદલે વિદ્યાર્થીનીઓેને સેક્સના પાઠ ભણવવામાં તેઓ વધુ રસ લઈ રહ્યા છે. આવામાં શિક્ષણ નગરી આણંદમાં એક ચોંકાવનારો બનાવ બનયો છે. એક પ્રોફેસર વિદ્યાર્થીનીને ઓનલાઈન વીડિયો કરીને નગ્ન અવસ્થામાં આવી ગયો હતો. એટલુ જ નહિ, તેણે યુવતી સાથે અભદ્ર વાતો પણ કરતો હતો. પ્રોફેસરની બિભત્સ માંગણીનો પત્ર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

Nov 26, 2021, 11:36 AM IST

વિદ્યાર્થીઓના હિતમા લેવાયો વધુ એક નિર્ણય, ધોરણ 10 બાદ એડમિશન વિશે મોટી જાહેરાત

વિદ્યાર્થીઓના હિત માટે નવો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani) એ જાહેરાત કરી કે, ધોરણ 10 માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થીઓને પણ ધોરણ 11 માં સાયન્સમાં પ્રવેશ (admission) મળશે. B ગ્રુપમાં પ્રવેશને પાત્ર રહેશે. 

Nov 22, 2021, 01:40 PM IST

ભૂલકાઓનું 20 મહિનાનું વેકેશન પૂરુ, કેટલાક વિદ્યાર્થીઓ તો આજે પહેલીવાર સ્કૂલના પગથિયા ચઢ્યા

શૈક્ષણિક વર્ષ 2021 - 22 નું દિવાળી વેકેશન પૂર્ણ થઈ રહ્યુ છે. તો બીજી તરફ આજથી ફરી એકવાર શાળાઓમાં ચહલપહલ જોવા મળશે. 20 મહિના જેટલા લાંબા સમય બાદ ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગો આજથી શરૂ થઈ રહ્યાં છે. જેને કારણે ભૂલકાઓમા સ્કૂલ જવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. આવામાં કેટલાક વિદ્યાર્થીઓ તો એવા છે જેઓ આજે પહેલીવાર સ્કૂલના પગથિયા ચઢશે.

Nov 22, 2021, 07:47 AM IST

CBSE 10th-12th Exam 2022: સીબીએસઈના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મોટો ઝટકો

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા પરિષદ એટલે કે CBSE ની ટર્મ 1 બોર્ડ પરીક્ષા (CBSE Class 10th and 12th Term 1 Board Exam)  આપનારા વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે.

Nov 18, 2021, 01:54 PM IST

GTU એ 2 નવા કોર્સ લોન્ચ કર્યાં, વિદ્યાર્થીઓને શીખવાડશે ભરતનાટ્યમ અને ઘોડેસવારી

જીટીયુ (gujarat technological university) દ્વારા ભરતનાટ્યમના ટૂંકા ગાળાનો કોર્સ શરૂ કરાશે. ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ આપણી સાંસ્કૃતિક ધરોહરને પણ જાણે, એ ઉદ્દેશથી જીટીયુ દ્વારા ભરતનાટ્યમનો કોર્સ શરૂ કરાશે. 

Nov 7, 2021, 08:06 AM IST

નવા વર્ષે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને આપી મોટી ભેટ, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

નવા વર્ષે ગુજરાત સરકારે (gujarat government) વિદ્યાર્થીઓને સૌથી મોટી ભેટ (diwali gift) આપી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓના હિતમાં એક જાહેરાત કરી છે. SSC માં ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ હવે ડિપ્લોમામાં પ્રવેશ મળી શકશે. ડિપ્લોમા ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓને 2016 થી પ્રવેશ (admission) બંધ હતો. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. 

Nov 5, 2021, 10:44 AM IST

સૌરાષ્ટ્ર યુનિ.ની વિદ્યાર્થીનીએ VCને ફરિયાદ કરી, ‘2007થી 2020 સુધી મારી સાથે રેપ થયો’

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) માં વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. વિવિધ કૌભાંડો બાદ હવે આ યુનિવર્સિટી કૌભાંડો (scam) નો અખાડો બની ગયો છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કાયદા ભવનના હેડ વિરૂધ્ધ દુષ્કર્મનો આક્ષેપ ઉઠ્યો છે. કાયદા ભવનના હેડ આંનદ ચૌહાણે PHDમાં પાસ કરાવી દેવા માટે લાલચ બાદ દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ સામે આવ્યો છે. તો બીજી તરફ, ઉભરી રહેલા કૌભાંડોની વાત ગાંધીનગર સુધી પહોંચી છે. જેથી દિવાળી બાદ સૌરાષ્ટ્ર યુનિને હાઇકમાન્ડનું તેડુ આવ્યું છે.  

Oct 30, 2021, 11:02 AM IST

લંડન-અમેરિકાની પણ સ્કૂલોને ટક્કર મારે તેવી ગુજરાતની આ સરકારી શાળા છે, શહેરમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે

વર્ષોથી ગામડામાંથી શહેર તરફ જવાનો ટ્રેન્ડ ચાલે છે. પછી એ ભણતર હોય, નોકરીની હોય કે પછી વિકાસની વાત હોય. ગામડાના વિદ્યાર્થીઓ શહેરની ખાનગી શાળાઓમાં મોટી રકમની ફી ભરી અને અભ્યાસ કરવા જાય છે. ત્યારે જામકંડોરણા તાલુકાની દુધીવદરની પ્રાથમિક શાળાએ આ ટ્રેન્ડને ઉલ્ટો કર્યો છે. આ શાળામાં શહેરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. એક સરકારી શાળાની આવી ડિમાન્ડ જોઈને તેની દાદ દેવી પડે. 

Oct 29, 2021, 12:49 PM IST

MP Mansukh Vasava એ જાહેર કાર્યક્રમમાં કહ્યું- 'ગુજરાતનું શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે'

નર્મદા જિલ્લાના કથડતા શિક્ષણ પર પણ વાત કરતા કહ્યું હતું કે IPS અને GPS ની પરીક્ષામાં ગણ્યા ગાંઠ્યા ગુજરાતના લોકો પાસ થયા છે, સેન્ટ્રલ લેવલ ની કોઈ પણ પરીક્ષા માં ટ્રાઇબલ પટ્ટી ના યુવાનો કોઈ પાસ થાય છે ખરા?

Oct 22, 2021, 07:05 PM IST

વડોદરાના શિક્ષકે ઓનલાઈન ક્લાસમાં ગાંધીજી અને નહેરુ વિશે શીખવાડ્યુ એવુ કે થઈ ગયો મોટો વિવાદ

વડોદરાના પાર્થ સ્કૂલના સમાજશાસ્ત્રના શિક્ષક વિદ્યાર્થીઓને અજીબ પ્રકારનું શિક્ષણ આપીને વિવાદમાં આવ્યા છે. શિક્ષક રાજ ભટ્ટે ઓનલાઇન વર્ગમાં ગાંધીજી અને નહેરૂ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે. ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓેને ભણાવતા શિક્ષક રાજ ભટ્ટે વિદ્યાર્થીઓને શીખવાડ્યું કે, કોંગ્રેસમાં બધા ચોર છે, ગાંધીજી અને નહેરૂની મિલીભગત હતી. સાથે જ શિક્ષકે વિદ્યાર્થીઓને ઓનલાઇન વર્ગમાં ઇતિહાસ વિશે ખોટી માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને કહ્યુ કે, હાલમાં કેટલીક પોલિટિકલ પાર્ટી એવી છે જે હિન્દુ મુસ્લિમમાં ભાગલા પાડવામાં માને છે. પાર્થ સ્કૂલના પ્રિન્સિપાલ સ્નેહલ પટેલે શિક્ષકને નોટિસ આપી લેખિતમાં ખુલાસો માંગ્યો છે. 

Oct 13, 2021, 11:29 AM IST

અફઘાનિસ્તાનમાં થઈ શકે છે 10 લાખ કુપોષિત બાળકોના મોતઃ UNICEF

એરિયાના ન્યૂઝ અનુસાર, આ સપ્તાહે અફઘાનિસ્તાનનો પ્રવાસ કરનાર યુનિસેફના ડેપ્યુટી કાર્યકારી ડાયરેક્ટર ઉમર આબ્દીએ ચેતવણી આપી કે જ્યાં સુધી તત્કાલ સહાયતા આપવામાં આવશે નહીં, ઓછામાં ઓછા દસ લાખ બાળકો ગંભીર કુપોષણનો શિકાર થઈ શકે છે.

Oct 10, 2021, 07:43 PM IST

પોરબંદર શિક્ષણ સંઘ, વિદ્યાર્થી સંગઠન અને વાલીઓએ પ્રાથમિક શાળાઓના મર્જનો કર્યો વિરોધ

પોરબંદરની પ્રાથમિક શાળાઓને અને જિલ્લાની કન્યા પ્રાથમિક શાળાઓને મર્જ કરવા કવાયત હાથ ધરાઈ છે. લાંબા સમયથી આ અંગે ગતિવિધિઓ ચાલતી હતી. જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓની યાદી સાથે ટીપીઓને તપાસ અહેવાલ રજુ કરવા જણાવતો પત્ર પાઠવ્યો હતો.આ પત્રને લઈને પોરબંદર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ અને વાલીઓ તેમજ ગામના આગેવાનોએ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે.

Oct 5, 2021, 03:17 PM IST

ગુજરાત યુનિવર્સિટી બની છબરડા યુનિવર્સિટી, એક ભૂલથી 400 વિદ્યાર્થીઓના એડમિશન પર ખતરો મંડરાયો

ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં છબરડો સામે આવ્યો છે. બી.કોમ.ની પ્રવેશ પ્રક્રિયામાં છબરડો સર્જાયો છે. ગુજરાત યુનિવર્સિટીની સાથે જોડાણ ના ધરાવતી કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયા છે. ન્યૂ એલ.જે. કોમર્સ કોલેજમાં 400 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા છે. 

Sep 25, 2021, 03:23 PM IST

NIRF rankings 2021: આ છે ભારતની ટોપ મેડિકલ, એન્જિનિયરિંગ, MBA કોલેજ, ગુજરાતની આ ઈન્સ્ટિટ્યૂટનું નામ સામેલ

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે વર્ષ 2021ની નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક રેન્કિંગ(NIRF Ranking) બહાર પાડી અને દેશની ટોપ ઈન્સ્ટિટ્યૂટ્સ વિશે જાણકારી આપી.

Sep 9, 2021, 02:47 PM IST

શિક્ષકો સામે ઝૂકી ગુજરાત સરકાર, 8 કલાક ડ્યુટીનો પરિપત્ર કર્યો રદ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે એ પરિપત્રને રદ કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી છે. આખરે શિક્ષણ સંઘ સામે સરકાર ઝૂકી છે અને સરકારને પોતાનો નિર્ણય બદલવાની જરૂર પડી છે. 

Sep 8, 2021, 12:12 PM IST

શિક્ષક સર્વેક્ષણના બહિષ્કાર બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ફરી વિરોધના મૂડમાં, 8 કલાકની ડ્યુટીને લઈને મેદાને આવ્યું

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ફરી એકવાર મેદાને આવ્યું છે. શિક્ષણ વિભાગના વધુ એક પરિપત્રનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણના બહિષ્કાર બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘએ ફરી શિક્ષણ વિભાગનો વિરોધ કર્યો છે. સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે, એ પરિપત્રનો વિરોધ કર્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ગુજરાત મહિલા સંવર્ગ દ્વારા શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ, નિયામકને આપવામાં આવેદનપત્ર આપ્યું છે. પ્રાથમિક શાળાનો સમય 8 કલાકને બદલે 6 કલાક કરવા માટે રજૂઆત કરી છે. 

Sep 8, 2021, 08:12 AM IST

Afghanistan: વિદ્યાર્થીઓને અભ્યાસ માટે હવે ફોલો કરવા પડશે આ નિયમ, તાલિબાનનો નવો આદેશ

અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાન (Taliban) ની વાપસી બાદ ઘણી વસ્તુઓ બદલાવવા લાગી છે. તાલિબાને આદેશ જાહેર કર્યો છે કે યૂનિવર્સિટીમાં જનાર મહિલાઓને પારંપારિક કપડાં અને નકાબ પહેરવો જરૂરી રહેશે, જે તેમનો મોટાભાગનો ચહેરો ઢાંકી શકે.

Sep 6, 2021, 04:05 PM IST

‘બેટી પઢાવો’ સૂત્રથી વિપરીત ગુજરાતની વરવી વાસ્તવિકતા, પૂછો આ દીકરીઓને...

  • બોટાદ જિલ્લાના વેજળકા ગામે સરકારના સૂત્રો પોકળ સાબિત થયા છે અને શું આવી રીતે ભણશે ગુજરાત તેવા અનેક પ્રશ્નો ઉભા થયા
  • ગામના સરપંચ, પૂર્વ સરપંચ અને આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આ વિદ્યાર્થીઓ માટે આજ દિન સુધી બસ શરૂ કરવામાં આવી નથી

Aug 19, 2021, 03:13 PM IST

શિક્ષણના નામે મિંડુ: શાળા હોવા છતાં આ ગામના બાળકો આજે પણ શિક્ષણથી વંચિત

છોટાઉદેપુર જિલ્લાના પીપળવાણી ગામની શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષકની ગેરહાજરીને લઈ કંટાળેલા ગામ લોકોએ આખરે શાળા પર તાળાં બંધી કરી પોતાનો રોષ ઠાલવ્યો.

Aug 18, 2021, 10:21 PM IST