ભારતમાં 2023 માં PC માર્કેટ રહ્યું ડાઉન, તેમછતાં પણ 5 કંપનીઓનો રહ્યો દબદબો
ભારતીય કોમ્યુટર બજારમાં વર્ષે 6.6% નો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2023 માં પીસી માર્કેટ (તેમાં ડેસ્કટોપ, નોટબુક અને વર્કસ્ટેશન સામેલ હતા) માં 13.9 મિલિયન યૂનિટ્સનું શિપમેન્ટ કરવામાં આવ્યું.
5મા સ્થાન પર રહી Asus
આસુસ વર્ષ 2023 માં 10 લાખથી વધુ યૂનિટ્સનું શિપમેંટ કરીને કંઝ્યૂમર સેગમેંટમાં ટોપ 5 માં પાંચમા સ્થાન પર રહી. 15.1% ની ભાગીદારી સાથે એચપી બાદ આસુસ કંઝ્યૂમર સેગમેંટમાં બીજા સ્થાન પર રહી અને તેની વાર્ષિક વૃદ્ધિ 8.6% રહી.
ચોથા ક્રમે છે Acer
એસર ગ્રુપ વર્ષ 2023માં 12.3%ના બજાર ભાગીદારી સાથે ચોથા સ્થાને હતું. 2023માં કંપનીની વાર્ષિક વૃદ્ધિ 16.1% છે. કંપની 15.7%ના શેર સાથે કોમર્શિયલ સેગમેન્ટમાં ચોથા ક્રમે છે. તે જ સમયે, કંઝ્યૂમર સેગમેન્ટમાં કંપની 8.7%ના શેર સાથે પાંચમા સ્થાને હતી.
ત્રીજા સ્થાન પર રહી Dell
વર્ષ 2023 માં ડેલ કંપનીએ 15.5% ની બજાર ભાગીદારી હાંસલ કરી, પરંતુ કંપનીએ 24.5% ના તીવ્ર ઘટાડાનો સામનો કરવો પડ્યો. જોકે, કોમર્શિયલ સેગમેન્ટમાં કંપની 20% શેર સાથે બીજા સ્થાને રહી હતી અને ગ્રાહક સેગમેન્ટમાં તે 10.8% શેર સાથે લેનોવો પછી ચોથા ક્રમે રહી હતી.
બીજા સ્થાન પર રહી Lenovo
વર્ષ 2023માં કોમ્પ્યુટર વેચવાના મામલે લેનોવો કંપની બીજા ક્રમે રહી હતી. લેનોવોની બજાર ભાગીદારી 16.7% હતી. કંપનીએ SMB (નાના અને મધ્યમ વ્યવસાય) સેગમેન્ટમાં મંદી અને સરકાર અને શિક્ષણ ક્ષેત્રોમાં ઓછી હાજરીને કારણે 2023 માં શિપમેન્ટમાં વાર્ષિક ધોરણે 17.8% નો ઘટાડો આવ્યો.
HP નો દબદબો
ભારતીય પીસી બજારમાં વર્ષ 2023 માં પણ એચપી (HP)નો દબદબો રહ્યો. 31.5 ની ભાગીદારી સાથે એચપી કંપની ટોપ પર રહી. સરકારી અને શિક્ષણ ક્ષેત્રની વધતી જતી માંગનો કંપનીને ખૂબ ફાયદો મળ્યો. કોમર્શિયલ સેગમેંટમાં કંપની 33.6% ની ભાગીદારી રહી છે. કંઝ્યૂમર સેગમેંટમાં 29.4 ટકાની ભાગીદારી રહી છે. આ ઉપરાંત ફેસ્ટિવલ સિઝનમાં પણ કંપનીએ સારું વેચાણ કર્યું.
Trending Photos