એક સાથે 5 ભારતીય ક્રિકેટરોએ કર્યું ક્રિકેટને અલવિદા...કારણ જાણીને વિશ્વાસ નહીં કરી શકો
Indian Cricketers Retirement: ઘરેલુ ક્રિકેટમાં શાનદાર છાપ છોડનારા પાંચ દિગ્ગજ ભારતીય ખેલાડીઓએ રણજી ટ્રોફીની આ સીઝન ખતમ થતાી સાથે જ ક્રિકેટને અલવિદા કરવાનો નિર્ણય લઈ લીધો છે. આ ખેલાડીઓમાં બંગાળના દિગ્જ મનોજ તિવારી, ઝારખંડના બેટર સૌરભ તિવારી, અને ફાસ્ટ બોલર વરુણ આરોન, મુંબઈના ધવલ કુલકર્ણી અને વિદર્ભના રણજી ટ્રોફી વિજેતા કેપ્ટન ફૈઝ ફઝલનો સમાવેશ થાય છે.
તક ન મળી
આ તમામ ખેલાડીઓએ નિવૃત્તિ લેવા માટે અલગ અલગ કારણો જણાવ્યાં છે. જેમાં ઈન્ડિયન પ્રિમિયર લિગનો કોન્ટ્રાક્ટ ન હોવો અને ભારતની નેશનલ ટીમમાં જગ્યા બનાવવાની આશા ખતમ થવી વગેરે સામેલ છે. આ કારણોસર આ ખેલાડીઓ બીજા કામમાં કે પછી રાજકારણમાં જોડાવવા માંગે છે. આરોન, મનોજ અને ફઝલે જ્યાંથી પોતાની ઘરેલુ ક્રિકેટની શરૂઆત કરી અને ભારત માટે સપનું જોયું તે જ મેદાન પર કરિયરને અલવિદા કરી.
15 ઈન્ટરનેશનલ મેચો રમ્યા મનોજ તિવારી
બંગાળના મનોજ તિવારીએ સોમવારે બિહાર વિરુદ્ધ પોતાની ટીમને જીત અપાવીને અલવિદા કર્યું. આ 38 વર્ષીય ખેલાડી 19 વર્ષ સુધી પોતાના રાજ્ય તરફથી રમતો રહ્યો. એટલું જ નહીં ગત સિઝનમાં બંગાળને રણજી ટ્રોફીની ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ આક્રમક બેટરના નામ પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10000 થી વધુ રન નોંધાયેલા છે. ભારતની નેશનલ ટીમ માટે 15 મેચ રમ્યો છે. જ્યારે આઈપીએલમાં તેને 98 મેચનો અનુભવ છે. જો કે 2015 બાદ ભારતના કોઈ પણ ફોર્મેટમાં જગ્યા મળી નથી. 2018માં છેલ્લે આઈપીએલનો ભાગ હતો.
સૌરભ તિવારીએ રમી ફક્ત 3 મેચ
આક્રમક બેટર સૌરભ તિવારીની નિવૃત્તિની જાહેરાતથી ઝારખંડની ટીમને ઝટકો લાગ્યો હશે. સૌરભ 17 વર્ષ સુધી ઝારખંડની ટીમ માટે રમ્યો. તેણે 115 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચમાં 8030 રન કર્યા. જેમાં 22 સદી અને 34 અડધી સદી સામેલ છે. તેણે કહ્યું કે મારું માનવું છે કે જો તમને રાષ્ટ્રીય ટીમ કે આઈપીએલમાં જગ્યા ન મળે તો પછી યુવા ખેલાડીઓ માટે જગ્યા છોડવાનો આ યોગ્ય સમય છે. સૌરભે ભારત માટે ફક્ત 3 મેચ ઈન્ટરનેશનલ મેચ રમી છે. 2010 બાદ તેને ભારત માટે કોઈ પણ ફોર્મેટમાં જગ્યા મળી નથી. જ્યારે 93 આઈપીએલ મેચ રમી ચૂક્યો છે. 2021માં છેલ્લે આઈપીએલનો ભાગ હતો.
વરુણને 18 મેચમાં તક
ભારતના સૌથી ફાસ્ટ બોલરોમાંથી એક વરુણ આરોન સતત ઈજાગ્રસ્ત હોવાના કારણે પોતાની ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શક્યો નહીં. તેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 66 મેચમાં 173 વિકેટ છે. ભારત માટે 18 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. 2015 બાદ ભારત માટે રમવાની તક મળી નથી. આઈપીએલમાં 52 મેચનો અનુભવ છે અને છેલ્લે 2022માં રમ્યો હતો.
વિદર્ભને બનાવ્યું હતું ચેમ્પિયન
ફૈઝ ફઝલ 21 વર્ષ સુધી વિદર્ભ તરફથી રમ્યો. ઓપનરના નેતૃત્વમાં વિદર્ભે 2018માં રણજી ટ્રોફી જીતી હતી. તે સિઝનમાં પોાતની ટીમ તરફથી તેણે સૌથી વધુ રન કર્યા હતા. તેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 9183 રન છે. ભારત તરફથી 2016માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ એકમાત્ર વનડે મેચ રમી હતી. જેમાં અણનમ 55 રન કર્યા હતા. ત્યારબાદ ક્યારેય તક મળી નહીં. 12 આઈપીએલ મેચ રમ્યો છે. છેલ્લે 2011માં આઈપીએલમાં જોવા મળ્યો હતો.
ટીમ ઈન્ડિયાનો ભાગ હતો
મુંબઈનો ધવલ કુલકર્ણી સ્વિંગ, મૂવમેન્ટ અને સટીક બોલિંગ માટે જાણીતો છે. ઘરેલુ ક્રિકેટમાં સૌથી વિશ્વસનીય ફાસ્ટ બોલરોમાં તે સામેલ છે. કુલકર્ણીએ 17 વર્ષ સુધી ચાલેલી ઘરેલુ કરિયરમાં અનેક યાદગાર પ્રદર્શન કર્યું. 35 વર્ષના આ ફાસ્ટ બોલરે 95 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમી, જેમાં 281 વિકેટ લીધી. ભારત માટે 14 ઈન્ટરનેશનલ મેચ રમી છે. 2016માં છેલ્લી મેચ રમી હતી. 92 આઈપીએલ મેચો રમી છે. છેલ્લે 2021માં જોવા મળ્યો હતો.
Trending Photos