ટ્રેનમાં વાગે છે 11 પ્રકારના હોર્ન; દરેકની પાછળ છૂપાયેલું છે એક ખાસ રહસ્ય, જાણો કયા હોર્નનો શું થાય છે મતલબ?

Indian Railway Facts: ભારતીય રેલવે લગભગ દેશના દરેક સરહદને ક્રોસ કરી દીધી છે. જો તમે ક્યારેય ટ્રેનમાં સફર કરી છે, તો તમે જોયું હશે તો રેલવે પોતાના એન્જિનોમાં પાવરફૂલ એર હોર્નનો ઉપયોગ કરે છે. ટ્રેનમાં હોર્ન એટલા માટે લગાડવામાં આવે છે, જેથી ગાર્ડથી લઈને, રેલવેનો સ્ટાફ, મુસાફરો અને ટ્રેનના રસ્તામાં આવનાર તમામ લોકો સચેત થઈ જાય. પરંતુ તમે જાણીને હેરાન થશો કે ટ્રેનમાં 11 પ્રકારના અલગ અલગ હોર્ન વગાડવામાં આવે છે. આ હોર્નના અલગ અલગ મતલબ હોય છે. આવો જાણીએ તેના વિશે...

1/11
image

- જો ટ્રેનનો ડ્રાઈવર એક શોર્ટ (નાનો) હોર્ન વગાડે છે, તો તેનો મતલબ થાય છે કે ટ્રેન યાર્ડમાં આવી ગઈ છે અને તેની સાફ સફાઈનો સમય થઈ ગયો છે.  

2/11
image

- ટ્રેનનો ડ્રાઈવર તે સમયે હોર્ન વગાડે છે, જ્યારે ટ્રેન મુસાફરી માટે તૈયાર હોય છે. આ હોર્ન મારફતે તે ગાર્ડને એવો સંકેત આપે છે કે ટ્રેન ચાલવા માટે તૈયાર છે. આગળ વધવા માટે સિગ્નલ આપો.

3/11
image

- ટ્રેનમાં ત્રીજો હોર્ન ઈમરજન્સીની સ્થિતિમાં વગાડવામાં આવે છે. તેનો મતલબ એવો થાય છે કે ડ્રાઈવરનો એન્જિન પરથી કંટ્રોલ રહ્યો નથી. એટલા માટે તે ગાર્ડને આ હોર્ન મારફતે સંકેત આપે છે કે તે વેક્યૂમ બ્રેકને તાત્કાલિક ખેંચો. જોકે આ હોર્ન ખુબ ઓછો વગાડવામાં આવે છે.

4/11
image

- જો ટ્રેનમાં કોઈ ટેકનિકી સમસ્યા આવી જાય છે, તો ડ્રાઈવર ચાર વખત નાના નાના હોર્ન વગાડી શકે છે. તેનો મતલબ એવો થાય છે કે એન્જિન આગળ જવાની સ્થિતિમાં નથી.

5/11
image

- જો ક્યારેક તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય અને ટ્રેનને ચાલવાનો સમય થવાનો હોય ત્યારે ડ્રાઈવર એક લાંબો અને એક નાનો હોર્ન વગાડે તો સમજી જજો કે ડ્રાઈવર ગાર્ડને ઈશારો કરી રહ્યો છે કે તે બ્રેક પાઈપ સિસ્ટમને સેટ કરી નાંખે.

6/11
image

- છઠ્ઠા નંબરના હોર્નનો મતલબ છે કે ટ્રેન ડ્રાઈવર એન્જિનનું નિયંત્રણ લેવા માટે ગાર્ડને સંકેત આપી રહ્યો છે.

7/11
image

- સાતમાં નંબરના હોર્નથી ડ્રાઈવર ગાર્ડને એન્જિનને કંટ્રોલ લેવા માટે સંકેત કરે છે. આ હોર્ન તે સમયે વગાડવામાં આવે છે, જ્યારે કોઈએ ટ્રેનની ઈમરજન્સી ચેન ખેંચી હોય અથવા તો ગાર્ડે વેક્યુમ બ્રેક મારી હોય.

8/11
image

- કોઈ પણ ટ્રેન ડ્રાઈવર આઠમા નંબરનો હોર્ન ત્યારે વગાડે છે, જ્યારે કોઈ પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરીને સૂચિત કરવાના હોય અથવા તો રેલગાડી ઘણા સ્ટેશનો પર રોક્યા વગર જતી હોય અને તે સમયે પણ હાલના સ્ટેશન પર રોકાવવાની ના હોય.

9/11
image

- જો રેલવેનો ડ્રાઈવર રોકાઈ રોકાઈને લાંબો હોર્ન વગાડી રહ્યો હોય, તો ટ્રેન રેલવે ક્રોસિંગ પાર કરનાર છે. આ હોર્નથી લોકો પાયલટ ટ્રેકની આસપાસ રહેલા લોકોને સતર્ક કરવાનો છે અને એવું જણાવવાનો છે કે ટ્રેન આવી રહી છે. એટલા માટે તેઓ દૂર થઈ જાય.

10/11
image

- સફર દરમિયાન જો તમને દસમા નંબરનો હોર્ન સંભળાય, તો સમજી જજો કે ટ્રેન ટ્રેક બદલવા જઈ રહી છે.

11/11
image

- સતત 6 વખત નાના હોર્ન ડ્રાઈવર ત્યારે જ વગાડે છે, જ્યારે ટ્રેન કોઈને કોઈ મુશ્કેલીમાં ફસાય છે. તેના માટે તે નજીકના પોલીસ સ્ટેશનની મદદની અપીલ કરે છે.