Teachers' Day: શિક્ષક બનીને શરૂ કર્યું હતું કેરિયર, આમ બન્યા ભારતીય રાજનીતિના ચહેરા

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સન્માનમાં 5 સપ્ટેમ્બરને દેશમાં શિક્ષક દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. 
 

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સન્માનમાં તેમના જન્મદિવસ એટલે કે પાંચ સપ્ટેમ્બરે દેશમાં શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. 40 વર્ષ સુધી શિક્ષણમાં યોગદાન આપ્યા બાદ 1947માં આઝાદી બાદ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ ડો. રાધાકૃષ્ણનને રાજદૂત તરીકે સોવિયત સંઘની સાથે રાજકીય કાર્યો પર કામ કરવાનો આગ્રહ કર્યો. તેમની વાત માનલા તેમણે 1947થી 1949 સુધી બંધારણ સભાના સભ્ય તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ ડો, સર્વપલ્લી રાધાકૃષ્ણન રાજનીતિમાં આવ્યા. ડો. રાધાકૃષ્ણનની જેમ દેશના ઘણા નેતાઓ પોતાના શિક્ષણ તરીકેનું કેરિયર છોડીને રાજનીતિમાં સક્રિય થયા.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન

1/9
image

ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું શરૂઆતી જીવન ખુબ અભાવમાં પસાર થયું. તેમણે પ્રાથમિક શિક્ષણ તિરૂમનીમાં મેળવ્યું. આગળના અભ્યાસ માટે તેમના પિતાએ તિરૂપતીની એક ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલમાં તેમને બેસાડ્યા હતા. ચાર વર્ષ સુધી ત્યાં અભ્યાસ કર્યા બાદ તેમણે મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાંથી અભ્યાસ કર્યો. રાધાકૃષ્ણને 1906માં દર્શનશાસ્ત્રમાં એમએ કર્યું હતું. તેઓ એક તેવા વિચક્ષણ વિદ્યાર્થી હતા તેમને સંપૂર્ણ વિદ્યાર્થી જીવનમાં શિષ્યવૃતિ મળતી હતી. 

મુલાયમ સિંહ યાદવ

2/9
image

સપાના મુખિયા મુલાયમ સિંહ યાદવ રાજનીતિમાં આવ્યા પહેલા સહાયક અધ્યાપક તરીકે નોકરી કરતા હતા. 1974માં લગભગ 11 વર્ષ બાદ તે શાળામાં મુલાયમ સિંહ યાદવ રાજનીતિ શાસ્ત્રના પ્રવક્તા પદ તરીકે પ્રમોટ થયા હતા. 1984માં શિક્ષકના પદ પરથી રાજીનામું આપ્યા બાદ 1967માં મુલાયમ સિંહ યાદવ જસવંતનગરથી ધારાસભ્ય બન્યા. રાજનીતિ શાસ્ત્રમાં પ્રવક્તા હોવાની સાથે મુલાયમ સિંહ બાળકોને અંગ્રેજી ભણાવતા હતા. 

બસપા નેતા માયાવતી

3/9
image

બસપાના સુપ્રીમો માયાવતીએ પોતાનું કેરિયર શિક્ષક તરીકે શરૂ કર્યું હતું. 15 જાન્યુઆરી દિલ્હીમાં જન્મેલા માયાવતીને છ ભાઈ અને બે બહેન બતી. બાળપણથઈ કલેક્ટર બનવાનું સપનું જોનારા માયાવતીએ બીએડ કર્યા બાદ પ્રશાસનિક સેવાની તૈયારી કરી. માયાવતી દિવસે બાળકોને ભણાવતા હતા અે રાત્રે પોતાનો અભ્યાસ કરતા હતા. માયાવતીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબી પણ કર્યું છે. 

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ

4/9
image

મનમોહન સિંહ ભારતના 13માં વડાપ્રધાન હતા. તેમનો કાર્યકાળ 22 મે 2004થી 26 મે 2014 સુધી રહ્યો. પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરુ બાદ તેઓ બીજા નેતા હતા જેમને સતત બે વાર વડાપ્રધાન પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા. રાજનીતિમાં આવ્યા પહેલા મનમોહન સિંહ પ્રોફેસર હતા. 

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ

5/9
image

દેશના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ રહેલા અબ્દુલ કલામ વર્ષ 2002માં દેશના 11માં રાષ્ટ્રપતિ બન્યા હતા. વર્ષ 2007માં પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ કલામ સાહેબેપદ છોડી દીધું. રાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ પણ કલામ સાહેબ લોકોની વચ્ચે લોકપ્રિય રહ્યા હતા. વિદ્યાર્થીઓને ભણાવવા તેમનું સૌથી પ્રિય કામ હતું. શિક્ષકથી રાજનેતા સુધીની સફર એપીજે અબ્દુલ કલામે સરળપાથી નિભાવી હતી. 

શિવરાજ પાટિલ

6/9
image

પૂર્વ કેન્દ્રીય પ્રધાન શિવરાજ પાટિલ બોમ્બે યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચુક્યા છે. 

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી

7/9
image

દેશના 13માં રાષ્ટ્રપતિ રહેલા રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણબ મુખર્જીએ એક પત્રકારના રૂપમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. કોલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી ઈતિહાસ અને રાજનીતિ વિજ્ઞાનમાં અનુસ્નાતકની સાથે કાયદાની ડિગ્રી મેળવેલી છે. તેઓ એક વકીલ તરીકે કોલેજના અધ્યાપક રહી ચુક્યા છે. પ્રણબ મુખર્જીને માનદ ડી.લિટની પદવી પ્રાપ્ત છે. 

ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી

8/9
image

ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના વિજિંટિંગ ફેકલ્ટી મેમ્બર પણ રહ્યાં છે. હાર્વર્ડ વિશ્વવિદ્યાલયથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા બાદ તેમણે સાઇમન કુજનૈટ્સ અને પોલ સૈમુઅલ્સનની સાથે ઘણા પ્રોજેક્ટ પર શોધ કરી અને પછી પોલ સૈમુઅલ્સનની સાથે સંયુક્ત લેખકના રૂપમાં ઇન્ડેક્ક્ષ નંબર થિયરીનો નવો અને પથ પ્રદર્શક અધ્યયન પ્રસ્તુત કર્યો. 

ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રોય

9/9
image

ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રોય જાધવ યુનિવર્સિટીમાં શિક્ષત કરીતે કામ કરતા હતા.