ASI સર્વેમાં સામે આવી આ વસ્તુઓ, મૂર્તિઓ અને મંદિર હોવાના પુરાવા! Photos
પુરાતત્વ વિભાગનો રિપોર્ટ સામે આવ્યા બાદ દાવો કરાયો છે કે મસ્જિદ બનાવવાાં હિન્દુ મંદિરના સ્તંભોનો જ ઉપયોગ કરાયો છે. આ બધા વચ્ચે અંદરની કેટલીક તસવીરો પણ સામે આવી છે.
અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ હવે મથુરા કાશીને લઈને હલચલ મચેલી છે. આ કડીમાં હવે કાશીની જ્ઞાનવાપી મસ્જિદને લઈને ASIનો સર્વે રિપોર્ટ જાહેર થઈ ગયો છે. દાવો છે કે ભારતીય પુરાતત્વ વિભાગના રિપોર્ટ મુજબ હાલનું માળખુ બનાવતા પહેલા ત્યાં હિન્દુ મંદિર હતું.
અસલમાં એએસઆઈએ પોતાના રિપોર્ટમાં એ પણ કહ્યું છે કે જ્ઞાનવાપીમાં પહેલા હિન્દુ મંદિર હતું. જ્ઞાનવાપીના સ્તંભો પર હિન્દુ દેવી દેવતાઓના પ્રતિક ચિન્હો મળ્યા છે. જ્ઞાનવાપીના સ્તંભો પર પશુ પક્ષીઓના પણ ચિન્હો અંકિત છે. આ ઉપરાંત ASI એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે પશ્ચિમી દિવાલ હિન્દુ મંદિરનો બચેલો ભાગ છે.
એવું પણ કહેવાયું છે કે જ્ઞાનવાપીમાં જે મસ્જિદ બની છે તેને બનાવવા માટે હિન્દુ મંદિરના સ્તંભોનો જ ઉપયોગ કરાયો છે. આ બધા વચ્ચે અંદરની તસવીરો પણ સામે આવી છે.
અત્રે જણાવવાનું કે જ્ઞાનવાપીસના સર્વે દરમિયાન ASI એ GPR ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો. GPR સર્વે મુજબ જ્ઞાનવાપીના ઉત્તરી હોલમાં એક કૂવો હોવાનું જણાય છે. હાલના માળખાને બનાવવા માટે હિન્દુ મંદિરના થાંભલા અને પ્લાસ્ટરનો ઉપયોગ કરાયો. ASI એ પોતાના સર્વે રિપોર્ટમાં સ્પષ્ટ રીતે લખ્યું કે અહીં એક મોટું હિન્દુ મંદિર હતું.
જ્ઞાનવાપી પરિસરમાં જે શિલાલેખ મળ્યા છે તે હિન્દુ મંદિર હોવાના સૌથી મોટા પુરાવા તરીકે જોવામાં આવી રહ્યા છે. ASI એ સમગ્ર પરિસરમાં લગભગ 32 એવા પુરાવા ભેગા કર્યા છે જેનાથી એ સાબિત થાય છે કે જ્ઞાનવાપીનું ધાર્મિક સ્વરૂપ એક હિન્દુ મંદિરનું છે. એટલે કે હિન્દુ મંદિર તોડીને અહીં મસ્જિદ બનાવવામાં આવી. મસ્જિદ બનાવવામાં હિન્દુ મંદિરના અવશેષોનો જ મોટા પાયે ઉપયોગ કરાયો.
ASI ના સર્વેનો અભ્યાસ કર્યા બાદ એ જાણવા મળે છે કે જ્ઞાનવાપીના શિલાલેખ દેવનાગરી, ગ્રંથ, તેલુગુ અને કન્નડ ભાષામાં છે. શિલાલેખ પર જનાર્દન, રુદ્ર અને ઉમેશ્વરા નામ પણ લખેલા છે. આ ઉપરાંત શિલાલેખ પર મહામંત્રી મંડપ જેવા શબ્દ પણ લખેલા છે. જે આ કેસમાં ખુબ મહત્વપૂર્ણ છે. ASI ના સર્વે રિપોર્ટથી એ પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે જ્ઞાનવાપીના હાલના માળખાની જગ્યાએ મંદિર હતું.
Trending Photos