Isha Ambani Wedding : પ્રણવ મુખર્જી, બચ્ચન પરિવાર, પ્રિયંકા નિક સહિતના મહેમાનોનું આગમન

રાજસ્થાનના ઉદયપુરમાં પ્રી-વેડિંગ કાર્યક્રમો બાદ ઈશા અંબાણી અને આનંદ પીરામલ બુધવારે એન્ટાલિયામાં સાત ફેરા લેવાના છે 

Dec 12, 2018, 07:59 PM IST

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીના ઘર એન્ટાલિયામાં લગ્નની વિધીઓ શરૂ થઈ ચૂકી છે. તેમની પુત્રી ઈશાની જાન તેમના ઘરે આવી પહોંચી છે. રાજસ્થાનના પ્રસિદ્ધ વ્યવસાયી આનંદ પીરામલ પોતાની દુલ્હનને લેવા માટે સજીધજીને જાન સાથે આવી પહોંચ્યા છે. ગીત-સંગીત અને બેન્ડ-બાજા સાથે જાન આવી પહોંચી હતી. કારમાં બેસેલા આનંદે ઓશિકાથી પોતાનું મોઢું છુપાવ્યું હતું. જાન આવતાં પહેલાં દેશના ટોચનાં પરિવારો મુકેશ અંબાણીની પુત્રી ઈશાના લગ્ન સમારોહમાં આવી પહોંચ્યા હતા. જેમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, બચ્ચન પરિવાર, અભિશેષ-એશ, પ્રિયંકા-નિક સહિતના લોકો આવી પહોંચ્યા છે. 

1/11

એશ-અભિની સ્ટાઈલિશ એન્ટ્રી

એશ-અભિની સ્ટાઈલિશ એન્ટ્રી

ઐશ્વર્યા અને અભિષેકે ઉદયપુરમાં અંબાણી પરિવારના ફંક્શનમાં જોરદાર વસ્તી કરી હતી અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. હવે એશ અને અભિશેક પોતાની લાડલી દીકરી આરાધ્યા સાથે લગ્નમાં કંઈ આવી સ્ટાઈલમાં આવી પહોંચ્યા હતા.

2/11

'દેસી ગર્લ'નો નિક સાથે ટશન

'દેસી ગર્લ'નો નિક સાથે ટશન

તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલી પ્રિયંકા ચોપડા આ લગ્નમાં પોતાના પતિ નિક જોનસ સાથે આવી પહોંચી હતી. રવિવારે ઉદયપુરમાં ઈશા અંબાણીના સંગીત સમારોહમાં ભાગ લીધા બાદ આ જોડી એક મિની હનુમાન માટે દેશના બહાર ગઈ હતી. જોકે, લગ્નસમારોહમાં હાજરી આપવા માટે કપલ પાછું ભારત આવી ગયું છે. (ફોટો સાભારઃ@priyankachopra/Instragram) 

3/11

બિગ બી પહોંચ્યા દોહિત્રી સાથે

બિગ બી પહોંચ્યા દોહિત્રી સાથે

અમિતાભ બચ્ચન પણ આ લગ્નમાં પુત્રી શ્વેતા બચ્ચન, પત્ની જયા બચ્ચન અને દોહિત્રી નવ્યા નવેલી નંદા સાથે પહોંચ્યા હતા. આ અગાઉ બચ્ચન પરિવાર કંઈક આ અંદાજમાં જોવા મળ્યો. (ફોટો સાભારઃ Instagram)

4/11

પ્રણવ મુખર્જી અને હિલેરી ક્લિન્ટન પણ પહોંચ્યા

પ્રણવ મુખર્જી અને હિલેરી ક્લિન્ટન પણ પહોંચ્યા

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રમવ મુખરજી અને અમેરિકાના ફર્સ્ટ લેડી રહી ચૂકેલા હિલેરી ક્લિન્ટને પણ આ લગ્નમાં હાજરી આપી હતી. 

5/11

આનંદ પીરામલે સંતાડ્યું મોઢું

આનંદ પીરામલે સંતાડ્યું મોઢું

આજે ઈશા સાથે લગ્ન કરવા માટે આવી પહોંચેલા વરરાજા આનંદ પીરામલે કેમેરાને જોતાં જ પોતાનું મોઢું ઓશિકાની પાછળ સંતાડી દીધું હતું. 

6/11

ગોલ્ડન સહેરામાં જોવા મળ્યો આનંદ પીરામલ

ગોલ્ડન સહેરામાં જોવા મળ્યો આનંદ પીરામલ

આનંદ પીરામલે કારમાં એન્ટ્રી કરી હતી. ફોટામાં તેનો માત્ર ગોલ્ડન સહેરો જ જોવા મળ્યો છે.

7/11

વાજતે-ગાજતે આવી જાન

વાજતે-ગાજતે આવી જાન

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિના ઘરે કંઈક આ અંદાજમાં વાજતે-ગાજતે જાન પહોંચી હતી. 

8/11

જાનમાં સ્પેશિયલ નર્તકીઓ પણ

જાનમાં સ્પેશિયલ નર્તકીઓ પણ

મુકેશ અંબાણીના ઘરે આવેલી જાનનું સ્વાગત કરવા માટે કંઈ આ રીતે નર્તકીઓ વિશેષ વેશભૂષામાં જોવા મળી હતી. 

9/11

મહેમાનોની ભીડ

મહેમાનોની ભીડ

મુકેશ અંબાણી દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ હોવાને કારણે તેમના સંબંધો પણ એટલા વિશાળ છે. એટલે તેમના ત્યાં VVIP મહેમાનોની જાણે કે લાઈન લાગી હતી. 

10/11

રાહ જોઈ રહી છે શ્લોકા

રાહ જોઈ રહી છે શ્લોકા

ઈશાની થનારી ભાભી શ્લોકા મહેતા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી અને અનેક સગા-સંબંધીઓ એન્ટાલિયાના ગેટ પર મહેમાનોનું સ્વાગત કરવા માટે રાહ જોતા દેખાયા હતા. 

11/11

આકાશ અને અનંતની ઘોડા પર એન્ટ્રી

આકાશ અને અનંતની ઘોડા પર એન્ટ્રી

સામાન્ય રીતે લગ્ન સમારોહમાં વરરાજા ઘોડા પર બેસીને એન્ટ્રી મારતો હોય છે. અહીં ઈશાના બંને ભાઈ આકાશ અને અનંત અંબાણીએ ઘોડા પર બેસીને એન્ટ્રી મારી હતી. આ જોઈને બધા જ ખુશ થઈ ગયા હતા. . (તમામ ફોટો સાભાર- Yogen Shah).