119 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહેશે ગુરૂ, આ જાતકોને મળશે બમ્પર લાભ, ધન-સંપત્તિમાં થશે વધારો
Jupiter Vakri in Taurus: વૈદિક પંચાગ અનુસાર ગુરૂ ગ્રહ વક્રી થયા છે. ગુરૂની વક્રી ચાલ ત્રણ રાશિના જાતકોને વિશેષ ફાયદો કરાવશે.
ગુરૂની ઉલટી ચાલ
વૈદિક જ્યોતિષમાં ગુરૂ બૃહસ્પતિને એક સાત્વિક ગ્રહ માનવામાં આવ્યો છે. સાથે ગુરૂ જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્યો, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરેનો કારક હોય છે. તેથી ગુરૂની ચાલમાં જ્યારે પણ ફેરફાર થાય છે તો આ ક્ષેત્રો પર ખુબ પ્રભાવ જોવા મળે છે. તેવામાં તમને જણાવી દઈએ કે ગુરૂ ગ્રહ 12 વર્ષ બાદ વૃષભ રાશિમાં વક્રી થયા છે. સાથે 119 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહેશે. જેની અસર બધી રાશિઓ પર જોવા મળશે. પરંતુ કેટલાક જાતકો એવા છે જેનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકો કરિયર અને કારોબારમાં પ્રગતિ કરી શકે છે. આવો તે રાશિઓ વિશે જાણીએ.
વૃષભ રાશિ
તમારા માટે ગુરૂ ગ્રહનું વક્રી થવું લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી લગ્ન ભાવ પર વક્રી થયા છે. તેથી આ દરમિયાન તમારી કાર્યશૈલીમાં નિખાર આવશે. સાથે પર્સનલ લાઇફ માટે પણ આ સમય સારો રહેશે. તમને તમારા પાર્ટનરનો સહયોગ મળશે. તો પરીણિત લોકોનું લગ્ન જીવન ખુશ રહેશે. આ સમયે તમને ભાગીદારીમાં કામ કરવાથી લાબ થશે. સાથે જે લોકો કુંવારા છે તેને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.
સિંહ રાશિ
ગુરૂની ઉલ્ટી ચાલ તમારા માટે ભાગ્યશાળી રહેશે. કારણ કે ગુરૂ તમારી રાશિથી કર્મ ભાવ પર વક્રી થયા છે. તેથી આ દરમિયાન તમે કામ-ધંધામાં સફળતા મેળવી શકો છો. આ દરમિયાન વેપારીઓને લાભ થઈ શકે છે. આ સમયમાં નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે. નોકરી કરનાર જાતકોને જૂનિયર અને સીનિયરનો સાથ મળી સકે છે. તમને આ દરમિયાન તે સફળતા મળશે જેના માટે તમે ઘણા સમયથી મહેનત કરી રહ્યાં છો.
કર્ક રાશિ
તમારા લોકો માટે ગુરૂ ગ્રહનું વક્રી થવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર વક્રી થશે. તેથી આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. આ સમયે આવકના નવા-નવા સ્ત્રોત બની શકે છે. આ સમયમાં ધનલાભનો યોગ પણ બની રહ્યો છે. આ સમયમાં તમે નાણાની બચત પણ કરી શકશો. તમને રોકાણથી લાભ થશે. તો તમારી સુખ-સુવિધામાં વધારો થશે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos