Kiara Advani માલદીવમાં માણી રહી છે રજાઓ, જણાવી રહી છે ફિટ રહેવાનો મૂળ મંત્ર
Maldives Vacation of Kiara: બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) પોતાની વેકેશનની તસવીરો પોસ્ટ કરવામાં પાછળ હટી રહી નથી. તેણે સોશિયલ મીડિયા પર ફિટ રહેવા માટે પોતાના ફેન્સની સાથે એક મંત્ર શેર કર્યો છે. આ સાથે તેણે પોતાનો એક સુંદર ફોટો પોસ્ટ કર્યો છે.
કિયારા માણી રહી છે રજાઓની મજા
બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી પોતાના વેકેશનની મજા માણી રહી છે. અભિનેત્રીએ વેકેશનનો ફોટો શેર કરતા ફિટનેસનો મંત્ર જણાવ્યો છે.
કિયારાનો બોલ્ડ લુક
કિયારા અડવાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક બિકિની તસવીર શેર કીર છે, તેમાં તે ખુબ ફિટ જોવા મળી રહી છે.
કિયારાનો ફિટનેસ મંત્ર
કિયારા અડવાણી (Kiara Advani)એ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, સ્વિમ, સ્લીપ, હાઇડ્રેડ, ઈટ, રિપીટ.
કિયારાનું વેકેશન
મહત્વનું છે કે હાલમાં કિયારા માલદીવમાં પોતાની રજાઓ માણી રહી છે. અહેવાલ પ્રમાણે તે સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે માલદીવમાં નવુ વર્ષ ઉજવવા ગઈ હતી.
આ ફિલ્મોમાં જોવા મળી હતી કિયારા
કિયારા અડવાણી (Kiara Advani) હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ઇંદુ કી જવાનીમાં જોવા મળી હતી.
કિયારાની પાસે છે ત્રણ ફિલ્મો
કિયારા અડવાણી (Kiara Advani)ની પાસે આ સમયે ત્રણ ફિલ્મો છે. અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તે ફિલ્મ શેરશાહમાં જોવા મળશે.
આ ફિલ્મોમાં જોવા મળશે કિયારા
તે અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan) સાથે ફિલ્મ ભૂલ ભુલૈયા, અને જુગ-જુગ જિયોના સહ અભિનેતા અનિલ કપૂર, નીતૂ કપૂર અને વરૂણ ધવન સાથે જોવા મળશે.
Trending Photos