Lacrimal Punctum: તમારી આંખોમાં આ છિદ્ર ક્યારેય જોયું છે? જો નહીં તો તમે ચોંકી જશો

શું તમે ક્યારેય તમારી આંખોના નીચલા ભાગની નોંધ લીધી છે? ત્યાં તમે ક્યારેય એક છિદ્ર જોયો? શું તમે જાણો છો આ શું છે? શું તમે એવું નથી લાગતુંને કે આ છિદ્રના કારણ આંસુઓના વરસાદ થાય છે?

શું તમે ક્યારે તમારી આંખોના નીચલા ભાગની નોંધ લીધી છે?

1/6
image

માણસને કુદરતે ખૂબ જ અલગ રીતે બનાવ્યો છે. માણસની આંખો તેમાં સૌથી સુંદર હોય છે. કારણ કે આંખો એ વિશ્વને જોવાની, તેને ઓળખવાની, લાગણીઓને વ્યક્ત કરવાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જો કે, આંખો પણ સૌથી સંવેદનશીલ હોય છે. આમ તો, તમે ક્યારેય તમારી આંખોના નીચલા ભાગને ધ્યાનમાં લીધું છે? તમે તેમાં એક છિદ્ર જોયું?

વૈજ્ઞાનિક નામ લેક્રિમલ પંક્ચમ

2/6
image

અલબત્ત, ઘણા ઓછા લોકો જ ધ્યાન આપે છે. જો કે, કેટલાક લોકો તેને જોયા બાદ પણ તેને સંપૂર્ણપણે અવગણે છે. જ્યારે તે આંખોના સૌથી સંવેદનશીલ ભાગ તરીકે મહત્વપૂર્ણ છે. ચાલો આપણે તેના રહસ્યને ઉકેલીએ. તેનું વૈજ્ઞાનિક નામ લેક્રિમલ પંક્ચમ છે. પરંતુ આ છિદ્રને તમારી આંખોમાંથી આવતા આંસુઓ સાથે કોઈ લેવાદેવા નથી. એટલે કે, આ છિદ્રમાંથી આંસુ બહાર આવતાં નથી.

આંસુઓને નાક તરફ ફેંકે છે

3/6
image

લેક્રિમલ પંક્ચમને લેક્રિમલ પોઇન્ટ પણ કહેવામાં આવે છે. આ સાથે સંબંધિત તાજેતરમાં એક વીડિયો શેરિંગ વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં લેક્રિમલ પોઇન્ટ વિશે સમજાવવામાં આવ્યું છે. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, લેક્રિમલ પોઈન્ટનું કામ શું છે. જ્યારે તમારી આંખોમાંથી આંસૂ આવે છે, તો આ પોઈન્ટ થોડો મોટો થઈ જાય છે અને તમારા આંસુઓને નાક તરફ ફેંકે છે. તેથી જો તમે ક્યારે ધ્યાન આપ્યું હયો તો હંમેશા આગળની બાજુથી આંસુઓ બહાર આવે છે.

આશ્ચર્યચકિત થઈ ગયા લોકો

4/6
image

લેક્રિમલ પોઈન્ટ વિશે જાણ્યા બાદ ઘણા લોકો આશ્ચર્યચકિત થયા. એક યુવકે તો એમ પણ કહ્યું કે, આપણે મનુષ્ય બધું જ જાણવાનો દાવો કરીએ છીએ, પરંતુ સત્ય એ છે કે, મને મારી પોતાની આંખો વિશે જ ખબર નહોતી. જેની સાથે હું રહું છું.

લેક્રિમલ પોઇન્ટ બંને આંખોમાં હોય છે

5/6
image

લેક્રિમ પોઈન્ટ બંને આંખોમાં હોય છે. તે નીચેના ભાગમાં હોય છે, થોડું છુપાયેલું છે. કોઈ રડતું હોય, તે સમયે આ છિદ્ર સ્પષ્ટ દેખાય છે. એક વ્યક્તિએ વિડિઓ પર ટિપ્પણી કરી કે મને લાગે છે કે આ ફક્ત મારી સાથે છે અને મારી આંખોમાં કોઈ સમસ્યા હશે. હું જાણતો ન હતો કે આ આપણી આંખોનો મહત્વપૂર્ણ ભાગ છે.

આંસુઓને કરે છે કંટ્રોલ

6/6
image

લેક્રિમલ પોઈન્ટની ખાસ વાત એ છે કે, જ્યારે તમે જોર જોરથી રડો છો, અને તમારી આંખોમાંથી વદારે આંસુ નીકળે છે. ત્યારે તે ફેલાઇ જાય છે અને તેના કારણે તમારા ગાલ આંસુઓથી ભીના થઈ જાય છે.