તમારી પાસે જો 10 રૂપિયા, 5 રૂપિયાના આ સિક્કા હોય તો મળશે લાખો રૂપિયા!, ખાસ જાણો Process

જો તમારી પાસે 5 રૂપિયા અને 10 રૂપિયાના કેટલાક ખાસ સિક્કા હોય તો મને તેના બદલે લાખો રૂપિયા મળી શકે છે. ઓનલાઈન વેબસાઈટ્સ દ્વારા તમે આ જૂના કે દુર્લભ સિક્કા અને ચલણી નોટોને સારા એવા ભાવે વેચી શકો છો. 

Jun 22, 2021, 07:43 AM IST
1/5

આંતરરાષ્ટ્રીય બજારમાં રહે છે ખુબ ડિમાન્ડ

આંતરરાષ્ટ્રીય બજારમાં રહે છે ખુબ ડિમાન્ડ

હંમેશા એવું સાંભળવામાં આવતું હોય છે કે લોકોએ વેબસાઈટ્સ દ્વારા જૂની ચીજો વેચીને લાખો રૂપિયા કમાણી કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આવી જૂની ચીજોની ખુબ ડિમાન્ડ હોય છે. વાત જાણે એમ છે કે જૂની એન્ટિક વસ્તુઓની શ્રેણીમાં આવવાના કારણે તેમની કિંમત લાખો અને ક્યારેક તો કરોડો સુધી પહોંચી જાય છે. જે લોકોને દુર્લભ વસ્તુઓ ભેગી કરવાનો શોખ હોય અને જેમની પાસે આવા દુર્લભ (Rare) સિક્કા હોય તેઓ  તેમને વેચીને કરોડપતિ પણ બની શકે છે. 

2/5

માતા વૈષ્ણોદેવીવાળા સિક્કા

માતા વૈષ્ણોદેવીવાળા સિક્કા

5 રૂપિયા અને 10 રૂપિયાના મૂલ્યના આવા સિક્કા કે જેમના પર માતા વૈષ્ણોદેવીની છબી છે. તેમને હરાજીમાં રાખીને લાખો રૂપિયા કમાઈ શકો છો. આ સિક્કા સરકારે 2002માં  બહાર પાડ્યા હતા અને આજકાલ તેની ખુબ માંગ છે. હિન્દુ ધર્મમાં માતા વૈષ્ણોદેવીનું ખુબ મહત્વનું સ્થાન છે આવામાં અનેક લોકો આ એક સિક્કા માટે લાખો રૂપિયા ખર્ચ કરવા તૈયાર છે. 

3/5

નંબર 786

નંબર 786

વાહનો અને નોટોની કેટલીક ખાસ સિરીઝની હંમેશા ડિમાન્ડ રહે છે. જેમાંથી એક છે '786' નંબરની સિરીઝ. મુસ્લિમ સમુદાયના લોકોમાં આ સિરીઝની હંમેશા ડિમાન્ડ રહે છે. તેઓ આ નંબરને ખુબ શુભ માને છે. આ સિરીઝવાળી કરન્સી નોટો મોંઘા ભાવે વેચાય છે. આવો કોઈ પણ સિક્કો કે નોટ તમારી પાસે હોય તો તમે તેને ઓનલાઈન હરાજી માટે મૂકીને ઓછા સમયમાં વધુ પૈસા રળી શકો છો. 

4/5

5 રૂપિયાની ટ્રેક્ટરવાળી નોટ

5 રૂપિયાની ટ્રેક્ટરવાળી નોટ

જો તમારી પાસે 5 રૂપિયાની એવી કોઈ નોટ હોય જેના પર ટ્રેક્ટરની તસવીર છે તો તમે સરળતાથી તેને બદલે 30 હજાર રૂપિયા કમાઈ શકો છો. તદઉપરાંત આ નોટમાં જો તમારી પાસે પાછો 786 નંબર હોય તો તો તમને વધુ કિંમત મળી શકે છે. બસ આ માટે તમારે અલગ અલગ સાઈટ પર જઈને થોડી મહેનત કરીને વધુ ભાવ જાણવા પડશે. 

5/5

આ વેબસાઈટ કરી શકે છે તમારી મદદ

 આ વેબસાઈટ કરી શકે છે તમારી મદદ

coinbazzar.com નામની વેબસાઈટ પર જઈને તમે આ સિક્કા કે નોટો માટે કિંમત જાણી શકો છો. આ સાઈટ પર જૂના અને દુર્લભ નોટો કે સિક્કાની ખરીદી વેચાણ થાય છે. હાલમાં જ તેના પર એક ખાસ પ્રકારની એક રૂપિયાની નોટ માટે ખરીદીની કિંમત 45 હજાર રૂપિયા રાખવામાં આવી છે. આવી અનેક સાઈટ્સ છે. જેના દ્વારા તમે જૂના સિક્કા અને નોટ વેચી શકો છો. પરંતુ નોટ ખરીદતા કે વેચતા પહેલા તમામ નિયમો અને શરતો ધ્યાનથી વાંચી લેજો.