કચ્છ ફરવા જાઓ તો આ પરંપરાગત રમત જરૂર જોજો, WWF નો ખેલ ભૂલી જશો

Kutch Tourism રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા દર વર્ષે પશુ મેળાનું આયોજન કરાય છે. જ્યાં માત્ર કચ્છ જ નહીં પરંતુ ગુજરાતના અન્ય પ્રાંતમાંથી લોકો આવતા હોય છે. બન્નીના હોડકો ખાતેના આ દ્વિદિવસીય પશુમેળામાં ગમ્મત ખાતર કુશ્તી જેવી રમત રમાડવામાં આવ્યા છે. જેને બખ્ખ મલાખડો કહેવાય છે. કચ્છી રમત બખ મલાખડો ભારતીય સંસ્કૃતિ મુજબ એક દ્વંદ્વ યુદ્ધ છે. જેમાં બુદ્ધિની સાથે શારીરિક ક્ષમતા અને ખેલદિલીના સમન્વય સાથે રમત રમાય છે. જેમાં કચ્છની કોમી એકતા જોવા મળે છે. આબખ મલાખડો કચ્છની WWF કહેવાય છે. આ દરેક હરિફાઇના વિજેતાઓને રૂપિયા 2000થી રૂપિયા 10,000 સુધીના ઇનામો પણ આપવામાં આવે છે. ટીવીમાં જોવાતી WWF કરતા અહીં રમાતી આ મલ્લ કુસ્તી ગામડાઓના લોકોમાં મનોરંજનનું આગવું સ્થાન ધરાવે છે, જેને નિહાળવા દૂરદૂરથી લોકો આવે છે. 

1/7
image

2/7
image

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image