London: મેન રોડ પર બનાવ્યું એવું 'જાદુઇ ઘર' જે 'ભૂતિયા' પણ નથી અને દેખાતું પણ નથી

Invisible House: તમે સામાન્ય વ્યક્તિના નાનકડા જનતા ફ્લેટથી માંડીને પ્રભાવશાળી લોકોના મોટા મોટા બંગલા અને કોઠીઓને જોઇ હશે. સેલિબ્રિટી હોય કે બિઝનેસ ટાયકૂન હોય અથવા કોઇ એક્ટર તેમના આલીશાન બંગલાને લોકો ઇન્ટરનેટ પર નિહાળવાની સાથે તેની ખાસિયતો વિશે પણ જાણવા માંગે છે. એવામાં આજે તમ્ને એક એવા ઘર વિશે જણાવવા માટે જઇ રહ્યા છીએ જે કોઇને દેખાતું નથી. 
 

અનોખા ઘરને જોવાની ઇચ્છા

1/5
image

આ ઇનવિઝિબલ ઘરને જિનોર્મસ રેફ્લેક્ટિવ પેનલ્સથી બનાવવામાં આવ્યું છે, જેના લીધે બહાર આ કોઇ મોટા કાચની માફક લાગે છે, જ્યારે અંદર બેઠેલા વ્યક્તિને રસ્તા પર ચાલી રહેલી ગતિવિધિઓ એકદમ સ્પષ્ટ દેખાય છે. 

રાજધાનીનું ફેમસ મિરર હાઉસ

2/5
image

આ ઘરને એલેક્સ નામના ડિઝાઇનરે બનાવ્યું છે અને તેની એકતરફી આઇના વિશે જણાવતા કહ્યું હતું કે બહારી ભાગ પર ફૂલ છોડથી માંડીને વાદળો પણ દેખાય છે. 

દૂર દૂર જોવા આવે છે મોટા લોકો

3/5
image

રસ્તા પર બનેલું આ ઘર કોઇને દેખાતું નથી. ઘરની સામે પહોંચીને લોકો ભ્રમિત થઇ જાય છે. MyLondon સાથે વાત કરતાં આ ઘરના માલિકોએ કહ્યું કે એક ખાસ ગ્લાસ પેનલના લીધે લોકો બહારથી અંદર તરફ જોઇ શકતા નથી, પરંતુ તેમને બહારનું બધુ એકદમ સ્પષ્ટ દેખાય છે. 

અજબ એન્જીનિયરનો ગજબ નમૂનો

4/5
image

આ ઘરને લંડનનું ગાયબ ઘર પણ કહેવામાં આવે છે. ઇન્ટરનેટ પર આ ઘરની કહાની વાયરલ થયા બાદ લોકો હવે દૂર દૂરથી આ ઘરને જોવા આવે છે. 

લોકોએ આપ્યા મજેદાર રિએક્શન

5/5
image

આ ઘરનો ફોટો ઓનલાઇન રેડિટ પર શેર કરતાં એક વ્યક્તિએ લખ્યું હું પ્રયત્ન કરી રહ્યો છું કે હું અહીં સેલ્ફી લઉ અને ઘરના માલિક મને અંદરથી જુએ. જોકે ઘણા લોકોએ કહ્યું કે તે અઠવાડિયામાં પાંચ દિવસ જ ત્યાંથી પસાર થાય છે પરંતુ તેમને ખબર ન હતી કે ત્યાં ઘર છે.