Relationship Tips: આ 5 બાબતોમાં ખોટું બોલવાથી સંબંધ બને છે મજબૂત

Relationship Tips: સંબંધોને મજબૂત બનાવવા હોય તો વિશ્વાસ જાળવી રાખવો પડે છે અને વિશ્વાસ જાળવવા માટેનો એક જ નિયમ છે કે સંબંધોમાં ક્યારેય ખોટું બોલવું નહીં. પરંતુ વાત જ્યારે પાર્ટનરની આવે છે ત્યારે કેટલીક બાબતોમાં ખોટું બોલવાથી સંબંધો મજબૂત થાય છે. આ વાત જાણીને તમને નવાઈ લાગશે પરંતુ બે સંબંધોમાં કેટલીક બાબતો એવી હોય છે જેમાં સાચું બોલવાથી સંબંધ બગડી શકે છે. તો ચાલો તમને આજે જણાવીએ કે એવી કઈ બાબતો છે જેનો જવાબ ખોટું હોય તો પણ તમારા સંબંધને તે મજબૂતી આપે છે. 

ગિફ્ટના વખાણ

1/5
image

જો તમારો પાર્ટનર તમને કોઈ ગિફ્ટ આપે તો તેની સામે તેની ગિફ્ટ ના વખાણ જ કરવા જોઈએ કદાચ ગિફ્ટ તમને પસંદ પણ ન આવી હોય તો તે વ્યક્તિની લાગણીને ધ્યાનમાં રાખીને ગિફ્ટ ના ખોટા વખાણ પણ કરવા જોઈએ. 

આત્મવિશ્વાસ વધારવા

2/5
image

ઘણી વખત પોતાના પાર્ટનર નો આત્મવિશ્વાસ વધારવા માટે પણ ખોટું બોલવું.  ખોટું બોલવું પડે છે તે સમયે કદાચ તમને તે વાત સાચી ન લાગતી હોય પરંતુ સામેની વ્યક્તિનો આત્મવિશ્વાસ વધારવા માટે ખોટું બોલી શકાય છે.

રસોઈના વખાણ

3/5
image

જો તમારી પાર્ટનર તમારા માટે કોઈ ખાસ વસ્તુ બનાવે તો તેને કરેલા પ્રયત્નો અને તેની લાગણીને ધ્યાનમાં રાખીને તેની બનાવેલી વાનગીના વખાણ કરવા જોઈએ. કદાચ વસ્તુ માં કોઈ ખામી પણ રહી ગઈ હોય તો તે સમયે તેની અવગણના કરવી જોઈએ. 

લુકના કરો વખાણ

4/5
image

જો તમારા પાર્ટનરે કોઈ નવો લુક કેરી કર્યો છે અને તે તમને પહેલીવારમાં પસંદ ન પણ આવે તો તેની મજાક ઉડાડવાને બદલે થોડીવાર માટે તેના વખાણ કરવા જોઈએ. ત્યાર પછી ધીરે ધીરે પ્રેમથી પોતાની વાત સામે રાખવી જોઈએ.

મિસ યુ... 

5/5
image

શક્ય નથી કે તમે તમારા પાર્ટનરને હંમેશા મિસ કરતા હોય પરંતુ ક્યારેક અચાનક પોતાના પાર્ટનરને આઈ મિસ યુ શબ્દ કહીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકાય છે. ખાસ કરીને જ્યારે ઝઘડો થયો હોય ત્યારે આ શબ્દો કહીને તમે ઝઘડાનો અંત લાવી શકો છો.