આજે 'બબલી'નો છે બર્થડે, તેમની પાછળ એમ.એફ.હુસૈનથી માંડીને સંજય દત્ત હતા લટ્ટુ

માધુરી દીક્ષિત એક એવું જેનું નામ લઈએ ત્યારે તમારા આંખો સામે એક હસતો ચહેરો સામે આવી જાય. આજે બોલિવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતનો જન્મદિવસ છે. માધુરી દીક્ષિત ભલે આજે 53 વર્ષના થયા પરંતું આજે તેમની ફિટનેસ અને સુંદરતાના કારણે હાલની જનરેશનની અભિનેત્રીઓ મટે રોલ મોડલ છે. ત્યારે અંદાજો લગાવી શકાય છે કે 90ના દાયકામાં માધુરી દીક્ષિતનો તેમના ફેન્સમાં અને સહકલાકારોમાં કેવો ક્રેઝ જોવા મળતો હશે.

વિરલ પટેલ: સુંદરતા અને ચહેરાના હાવભાવની વાત આવે તો માધુરી દીક્ષિતની તોલે અન્ય કોઈ અભિનેત્રી ન આવે. માધુરી દીક્ષિતે તેની ત્રણ દાયકાની કારકિર્દીમાં 70થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. માધુરી દીક્ષિત એવી અભિનેત્રીમાંથી એક હતી જે લગ્ન બાદ પણ સફળ રહી. માધુરી દીક્ષિતનો જન્મ 15 માર્ચ 1967 પર મરાઠી પરિવારમાં થયો. માધુરી દીક્ષિતને 3 વર્ષની ઉમરથી ડાન્સનો શોખ હતો. માધુરી દીક્ષિત પ્રોફેશનલ કથક ડાન્સર રહ્યા છે. 17 વર્ષની ઉમરે અબોધ ફિલ્મથી માધુરીએ ડેબ્યૂ કર્યું.

માધુરી દીક્ષિતનો સંઘર્ષ

1/5
image

માધુરી દીક્ષિતનું હુલામણુ નામ બબલી હતું. એક જમાનામાં ટૉપ એકટ્રેસ રહેલી માધુરી દીક્ષિતને કારકિર્દીની શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આમ તો માધુરીએ વર્ષ 1984માં ડેબ્યૂ કર્યુ હતું પરંતું દરેક ફિલ્મ બોક્સઓફિસ પર પીટાઈ જતી. 4 વર્ષના સંઘર્ષ બાદ માધુરી દીક્ષિતને સાચી ઓળખ વર્ષ 1988માં આવેલી તેજાબ ફિલ્મથી મળી.  તેજાબ ફિલ્મના ગીત 'એક દો તીન'થી માધુરી દીક્ષિત રાતોરાત સ્ટાર બની ગઈ.

બોલિવુડના 'ખાન' બંધુઓ કરતા પણ વધુ સિતારો બુલંદ માધુરીનો

2/5
image

માધુરી દીક્ષિતને વર્ષ 1994માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'હમ આપ કે હૈ કોન' માં સલમાન ખાન કરતા વધારે ફી મળી હતી. માધુરી દીક્ષિતને આ ફિલ્મ માટે 2.75 કરોડ રૂપિયાની ફીસ ચૂકવાઈ હતી. માધુરી દીક્ષિત બોલિવુડની એકમાત્ર અભિનેત્રી છે જે ફિલ્મફેર અવોર્ડ માટે 13 વખત નોમિનેટ થઈ હતી. માધુરી દીક્ષિતને શરૂઆતમાં માઈક્રોબાયોલોજીસ્ટ બનવા માગતી હતી.

પેઈન્ટર એમ.એફ.હુસૈન માધુરી દીક્ષિત પર હતા ફિદા

3/5
image

વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર એમ.એફ.હુસૈન માધુરી દીક્ષિતના પ્રેમમાં પડી ગયા હતા. એમ.એફ.હુસૈને જાહેર માધ્યમમાં માધુરી દીક્ષિત માટેના પ્રેમનો એકરાર કર્યો હતો. એમ.એફ.હુસૈને  67 વખત 'હમ આપકે હૈ કોન' ફિલ્મ નિહાળી હતી. માધુરી દીક્ષિતે જ્યારે કમબેક કર્યુ ત્યારે 'આજા નચલે' ફિલ્મ માટે આખુ થિયેટર બુક કરી દીધુ હતું.

પાકિસ્તાનના જવાનો પણ માધુરી દીક્ષિતના ગજબ ફેન

4/5
image

કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સૈનિકોએ કટાક્ષ કર્યો હતો કે- ' જો ભારત તેમને માધુરી દીક્ષિત આપી દે, તો અમે કાશ્મીરની માંગ છોડી દઈશું'. દેવદાસમાં પણ લાખો ફેન્સ માધુરી દીક્ષિતની અદાકારીના દિવાના થઈ ગયા હતા.

સંજય દત સાથે અધૂરી રહી પ્રેમકહાની

5/5
image

બોલિવુડના હેન્ડસમ હંક સંજય દત અને ધક ધક ગર્લ માધુરી દીક્ષિત એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા. સાજન ફિલ્મ બાદ તેઓ એકબીજાના ખૂબ નજીક આવી ગયા હતા. સંજય દતને ત્યારબાદ ગેરકાનૂની રીતે હથિયાર રાખવાના કિસ્સામાં ટાડા જેલમાં જવું પડતું હતું ત્યારે માધુરી દીક્ષિતે તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો અને ત્યારબાદ ડૉ. શ્રી રામ માધવ નેને સાથે લગ્ન કરી દીધા. માધુરી દીક્ષિત હાલ ડાન્સિંગ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળી રહ્યા છે.