મહારાષ્ટ્રમાં પરિણામ આવ્યા પહેલા જ દુલ્હનની જેમ શણગારાયું ભાજપ કાર્યાલય, જુઓ Pics...
તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને જાહેર કરવામાં આવેલા Exit Pollમાં સ્પષ્ટ રીતે ભાજપ+શિવસેનાના ગઠબંધનવાળી એનડીએની જીત મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
નવી દિલ્હી: 211 ઓક્ટોબરના મહારાષ્ટ્રમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે કરવામાં આવેલી મતદાનનું આજે પરિણામ જાહેર થવાનું છે. ત્યારે હાલ મતગણતરી શરૂ પણ થઇ ગઇ છે. જો કે, પરિણામ જાહેર થાય તે પહેલા જ ભાજપની સ્ટેટ ઓફિસને સંપૂર્ણ રીતે શણગારવામાં આવી છે. તેનો અર્થ એવા થઇ રહ્યો છે કે, ભાજપ પક્ષ એવું માની રહ્યો છે કે આ ચૂંટણીમાં તેમનો વિજય નક્કી છે. તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને જાહેર કરવામાં આવેલા Exit Pollમાં સ્પષ્ટ રીતે ભાજપ+શિવસેનાના ગઠબંધનવાળી એનડીએની જીત મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
2014માં BJPને મળી હતી 123 બેઠકો
તમને જણાવી દઇએ કે, વર્ષ 2014માં મહારાષ્ટ્ર વિધાનસભાની 288 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ 123 બેઠકો મેળવીને સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી.
પહેલી વાર BJPએ હાંસલ કરી હતી આટલી બેઠકો
BJPએ પ્રથમ વખત મહારાષ્ટ્રમાં આટલી બેઠકો હાંસલ કરી હતી.
2014માં કોંગ્રેસને મળી હતી 42 બેઠકો
ત્યારે કોંગ્રેસને 42 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.
2014માં શિવસેનાને મળી હતી 63 બેઠકો
શિવસેના 63 બેઠકો સાથે બીજા નંબર પર હતી.
2014માં રાકપાને મળી હતી 41 બેઠકો
શરદ પવારની રાકપાને 41 બેઠકો મળી હતી. (ફોટો સાભાર: તમામ તસવીરો ANIના ટ્વિટર એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)
Trending Photos