Maruti Suzuki નો SUV Vitara Brezza પર મોટો ખુલાસો, કરી આ મોટી જાહેરાત

કોમ્પેક્ટ SUV Vitara Brezza મારૂતિની સૌથી સફળ ગાડીઓમાંથી એક છે, તેનું નિર્માણ Toyotaની સાથે થયેલા કરાર હેઠળ થવાનું હતું, પરંતુ હવે તેમાં એક નવો પેંચ આવી ગયો છે. 

નવી દિલ્હી:  Maruti Suzuki Indiaએ પોતાની કોમ્પેક્ટ SUV Vitara Brezzaને લઇને ખુલાસો કર્યો છે આ કાર Toyota Kirloskarના મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટમાં બનાવી રહી નથી, આ કોમ્પેક્ટ SUVનું નિર્માણ Toyota Kirloskarના કર્ણાટક પ્લાન્ટમાં કરવાનું હતું, પરંતુ હવે મારૂતિએ સ્પષ્ટ કર્યું છે કે હવે આમ નહી થાય. 

Vitara Brezza Maruti Suzukiનો ખુલાસો

1/5
image

દેશની સૌથી મોટી કાર કંપની Maruti Suzuki એ જણાવ્યું કે Vitara Brezzaના બદલે Toyota Kirloskar Motor (TKM)ના પ્લાન્ટમાં મેન્યુફેક્ચરિંગ કરશે. મારૂતિએ જોકે આ વાતનો ખુલાસો છે કે તે Vitara Brezzaના જગ્યા કોઇ મોડલનું નિર્માણ Toyota Kirloskarના પ્લાન્ટમાં કરશે. 

Vitara Brezzaના જગ્યાએ કોઇ બીજી મોડલ

2/5
image

મારૂતિએ જણાવ્યું કે બોર્ડે Vitara Brezzaના બદલે કોઇ બીજી મોડલના TKM પ્લાન્ટમાં મેન્યુફેક્ચરિંગની મંજૂરી આપી દીધી છે. જોકે Toyota Kirloskarના કર્ણાટક પ્લાન્ટમાં અત્યારે કામકાજ અટકાયેલું છે. આ પ્લાન્ટમાં વર્કર્સ યૂનિયન અને મેનેજમેન્ટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. 

Urban Cruiser ના નામે વેચાય છે Vitara Brezza

3/5
image

ગત વર્ષે માર્ચમાં મારૂતિ સુઝુકીએ Vitara Brezzaનું નિર્માણ 2022ની શરૂઆત TKM ના Bidadi પ્લાન્ટમાં કરવાની જાહેરાત કરી હતી. અત્યારે બંને કંપનીઓ   Maruti અને  Toyota વચ્ચે ગ્લોબલ કરાર અનુસાર મારૂતિ પોતાની Vitara Brezza ને TKMને વેચે છે, જેમાં કેટલીક ડિઝાઇનમાં ફેરફાર કરીને ટોયોટો પોતાના નવા Urban Cruiserના નામથી ભારતીય બજારમાં વેચી રહી છે. 

Baleno ને Glanza ના નામે વેચે છે Toyota

4/5
image

એટલું જ નહી ટોયોટો મારૂતિની પ્રીમિયમ હેચબેક Balenoને પણ કરાર હેઠળ Glanzaના નામથી ભારતીય બજારમાં વેચે છે. 2017માં થયેલા કરાર અનુસાર મારૂતિ સુઝુકી પોતાની Baleno અને Vitara Brezza ને Toyotaને વેચવા માટે રાજી થઇ હતી. તેના બદલામાં Toyotaએ પોતાની Corolla સેડાન Suzukiને આપવાનો નિર્ણય કર્યો હતો. 

બંને વચ્ચે ઘણા નવા કરાર

5/5
image

ત્યારબાદ બંને કંપનીઓએ પોતાના કરારને આગળ વધારતાં અને ટેક્નિકલ વિકાસ, ગાડીઓના ઉત્પાદન અને માર્કેટ ક્ષેત્રને લઇને પણ ઘણા નવા કરાર કર્યા.