ગ્રહોના રાજકુમાર બુધ થશે ઉદય, આ જાતકોનું ભાગ્ય ચમકી જશે, દરેક કાર્યમાં મળશે સફળતા

Budh Uday in Meen: વૈદિક પંચાગ પ્રમાણે બુધ ગ્રહ ઉદિત થવા જઈ રહ્યાં છે. જેનાથી ત્રણ જાતકોને કરિયર અને કારોબારમાં સફળતા મળી શકે છે. 
 

બુધ ઉદય

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ એક ચોક્કસ સમય પર અસ્ત અને ઉદય થાય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. સાથે આ પરિવર્તનનો પ્રભાવ દરેક વ્યક્તિ પર સકારાત્મક અને નકારાત્મક રીતે પડે છે. તમને જણાવી દઈએ કે બુદ્ધિ અને વેપારના દાતા બુધ ગ્રહ માર્ચમાં ઉદય થઈ રહ્યાં છે. બુધ ગ્રહ મીન રાશિમાં ઉદય થશે. જેનો પ્રભાવ દરેક જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેને બુધ ઉદયથી ધનલાભ થઈ શકે છે. આવો જાણીએ બુધ ઉદયથી કોને લાભ મળશે. 

મિથુન રાશિ

2/5
image

મિથુન રાશિના જાતકો માટે બુધ ઉદય લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે બુધ તમારી રાશિના કર્મ ભાવમાં ઉદિત થવાનો છે. તેથી આ સમયે તમને કામ-ધંધામાં સારી સફળતા મળી શકે છે. સાથે જે લોકો નોકરી શોધી રહ્યાં છે, તેને નવી નોકરીની તક મળી શકે છે. વેપાર કરી રહેલા જાતકોને આ સમયે નફો થઈ શકે છે. તો સામાજિક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા અને પ્રભાવમાં વધારો થસે. આ સાથે તમને પિતાનો પૂર્ણ સહયોગ મળશે. 

કર્ક રાશિ

3/5
image

બુધ ગ્રહનું ઉદિત થવું કર્ક જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીના નવમ ભાવ પર ઉદિત થશે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આ સમયે તમારા દરેક કામ પાર પડશે. તો ધર્મ પ્રત્યે પણ તમારી રૂચિ વધશે. તીર્થયાત્રાનો પણ સંયોગ બની રહ્યો છે. પરિવારમાં શુભ કાર્યોનું આયોજન થઈ શકે છે. આ સાથે કામ-ધંધાના સંબંધમાં દેશ-વિદેશની યાત્રા પણ કરી શકો છો. આ દરમિયાન વિદ્યાર્થીઓને સારી સફળતા મળી શકે છે. 

કુંભ રાશિ

4/5
image

તમારા માટે બુધ ગ્રહનું ઉદિત થવું આર્થિક રીતે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી ધન ભાવ પર ઉદિત થશે. તેથી આ સમયે તમારા માટે આકસ્મિક ધનલાભનો યોગ બની રહ્યો છે. આ સાથે તમારા અટવાયેલા કામ આ સમયમાં પૂરા થઈ શકે છે. આ સમયે વેપારી વર્ગ કોઈ મોટી વ્યાવસાયિક ડીલ કરી શકે છે. આ સમયે તમને અટવાયેલું અને ગુપ્ત ધન મળી શકે છે. વાહન અને પ્રોપર્ટી સુખનો પણ યોગ બની રહ્યો છે. સાથે જે લોકો બેન્કિંગ, મીડિયા, શિક્ષણ, માર્કેટિંગ અને કમ્યુનિકેશન ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેના માટે આ સમય શુભ સાબિત થઈ શકે છે. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી માહિતી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.