વડોદરામાં 200 થી વધુ કિન્નરોએ મતદાન કર્યું, અંજુમાસીએ કહ્યું-હકથી અને વટથી વોટ કરો

Gujarat Election 2022 મુકુંદ દવે/વડોદરા : ગુજરાત વિધાનસાની ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન છે. 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થશે. સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી લોકો મતદાન કરી શકશે. ત્યારે અનેક બૂથના મતદારો પ્રોત્સાહક બન્યા છે. આ મતદારો લોકોને મત આપવા અપીલ કરી રહ્યાં છે. વડોદરા શહેરના બરાનપૂરા અખાડાના અંજુ માસીબાની આગેવાની હેઠળ આ સમાજના 200 ઉપરાંત મતદારોએ આજે મતદાન કરી પોતાની ફરજ બજાવી હતી. 200 થી વધુ કિન્નરોએ વોટ કરીને લોકશાહીના આ પર્વને દીપાવ્યું હતું. અંજુ માસીબાએ શહેર જિલ્લાના મતદારોને હકથી અને વટથી મતદાન કરવા અનુરોધ કર્યો.
 

1/4
image

2/4
image

3/4
image

4/4
image