SECOND HAND CAR: શું તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માંગો છો, તો એકવાર આ ગાડીઓ પર નજર કરો

નવી દિલ્લીઃ કાર ખરીદવી તે દરેક વ્યક્તિનું સપનું હોય છે. કોઈવાર લોકો સેકેન્ડ હેન્ડ કાર એટલે ખરીદવાનું પસંદ કરે છે જેથી જૂની કારમાં જજમેન્ટ લઈ નવી કાર ખરીદી શકાય. હાલના સમયમાં કોરોના મહામારીએ લોકોને આર્થિક રીતે કમજોર કરી દીધા છે. જેને કારણે મોટાભાગના લોકો ઈચ્છતા હોવા છતાં નવી કાર નથી ખરીદી શક્તા. તેવામાં તમારી પાસે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનો એક સારો ઓપ્શન છે. અહીં અમે તમને જણાવીશું કે બજેટમાં કઈ સેકન્ડ હેન્ડ કાર ખરીદવી. અહીં ટોપ 5 કાર વિશે અમે તમને જણાવીશું જેમની માગ માર્કેટમાં સારી છે.

Maruti Suzuki Wagon R

1/6
image

મારૂતિ સુઝુકીની વેગન આરની માર્કેટમાં બહુ માગ છે. કંપનીએ નવી વેગન આર 2019માં લોન્ચ કરી હતી. તેવામાં જો તમે નસીબદાર હોવ તો તમને આ મોડલની સેકેન્ડ હેન્ડ કાર રિઝનેબલ પ્રાઈસ પર મળી શકે છે. નવી કારની એક્સ શોરૂમ કિંમત 4.19 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Maruti Swift

2/6
image

કંપનીની આ હેચબેક કાર ખુબ જ હિટ રહી છે. આજે પણ તમને કોઈપણ શહેરની સડકો પર આ કાર જરૂર જોવા મળશે. સેકેન્ડ હેન્ડમાં આ કાર તમને ત્રણ લાખ સુધીમાં મળી રહે છે.

Maruti ALto

3/6
image

મારૂતિ ઓલ્ટો 800 કંપનીની લગભગ સૌથી સસ્તી અને સૌથી વધુ વેચાતી કાર હશે. જો ઓફિશિયલ પ્રાઈસની વાત કરીએ તો કારની કિંમત 4.14 લાખ રૂપિયા છે. મારૂતિ ટ્રુ વેલ્યુંમાં આ કારને તમે 1.50થી 2 લાખ વચ્ચેના ભાવમાં ખરીદી શકો છો. આ કારમાં તમે ગેસ કીટ ફીટ કરી કારને પેટ્રોલમાંથી CNG વેરિયંટમાં પણ કન્વર્ટ કરી શકો છો.

Maruti Suzuki Baleno

4/6
image

મારૂતિની બલેનો પણ ખુબ જ પોપ્યુલર કાર છે. તેનું લુક પણ શાનદાર છે. આ નવી ગાડી ની કિંમત 7 લાખથી શરૂ થાય છે. જ્યારે સેકેન્ડ હેન્ડમાં આ ગાડી તમને સાડા ત્રણ કે ચાર લાખ સુધીમાં મળી શકે છે. 

Maruti Suzuki Swift Dzire

5/6
image

હાલના સમયમાં આ કાર મારૂતિની ટોપ કારોમાંથી એક છે. આ કારની માર્કેટમાં સારી માગ છે. માઈલેજ, સ્પેસ, ડિઝાઈન અને કલર આ કારને વધુ શાનદાર બનાવે છે. આ કારમાં ALPHA, DELTA, ZETA જેવા વર્ઝન આવે છે. ALPHA વર્ઝનની કાર તમને 4.5 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં તમને મળશે. જ્યારે DELTA અને ZETA તમને ALPHA વર્ઝન માટે તમારે થોડી વધુ રકમ ચુકવવી પડશે.

Hyundai Creta

6/6
image

Hyundai ની Creta ગાડી હાલ ખુબ જ પોપ્યુલર છે. આના બ્રાંડ ન્યૂ મોડેલની એક્સ શો રૂમ કિંમત 10 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે સેકેન્ડ હેન્ડમાં આ ગાડીની કિંમત સાડા પાંચ થી છ લાખથી શરૂ થાય છે.