gujarat election

વિદ્યાર્થીઓના ભાવિ સાથે સરકારની રમત : GPSC પરીક્ષાની તારીખ બદલી, પણ ચૂંટણીઓ તો થશે જ!!!

 • જો વિદ્યાર્થીઓના પરીક્ષાઓની તારીખ બદલી શકાય છે તો પછી ચૂંટણીઓની તારીખ કેમ નહિ. સરકારના આ બેવલા વલણથી અનેક સવાલો પેદા થાય છે

Mar 31, 2021, 04:38 PM IST

ચૂંટણી રેલીમાં મોં ઢાંક્યા વગર ફર્યા બાદ ભાજપ-કોંગ્રેસના ઢગલાબંધ નેતાઓ કોરોનામાં સપડાયા

 • ચૂંટણી રેલીઓમાં બિન્દાસ્તપણે ફર્યા બાદ ધારાસભ્યો હવે કોરોનાગ્રસ્ત થયા 
 • એક બાદ એક 9 ધારાસભ્યો કોરોનાગ્રસ્ત થતાં ફફડાટ ફેલાયો

Mar 24, 2021, 02:31 PM IST

ધારાસભ્ય ગોવિંદ પટેલના વિવાદિત બોલ, મહેનત-મજૂરી કરતા ભાજપના કાર્યકર્તાઓને કોરોના નથી થતો

 • લોકોને સલાહ આપનારા ભાજપના ધારાસભ્યે ગોવિંદ પટેલે ખુદ નાક નીચેથી માસ્ક પહેર્યું 
 • સામાન્ય જનતાને પોલીસ અને તંત્ર દંડ ફટકારે છે, ત્યારે આવા નેતાઓ પર સરકાર શું પગલા લેશે

Mar 21, 2021, 01:18 PM IST

મેયર ન બનાવાતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા વર્ષાબા, કહ્યું-જીતુ વાઘાણીના ઈશારે મારું નામ કપાયું

 • ભાવનગર મેયર પદ માટે જેમનું નામ ચર્ચામાં ચાલતું હતું, તે વર્ષાબા પરમારને મેયર ના બનાવાતા વર્ષાબા ધ્રુસકે ધ્રુસકે રડી પડયા
 • તેમણે કહ્યું કે, આ બેઠક સામાન્ય મહિલા માટે હતી પરંતુ બક્ષીપંચને મેયર બનાવી મારી સાથે અન્યાય થયો છે

Mar 10, 2021, 11:36 AM IST

મહાનગરોના મેયરની પસંદગીમાં મિથુન રાશિનો પ્રભાવ, ‘ક’ અક્ષરનો રહ્યો દબદબો

 • કિરીટ પરમાર, કિર્તીબેન દાણીધારિયા અને કેયુર રોકડિયા... ત્રણેય નવા મેયરના નામ ‘ક’ પરથી
 • સુરત, જામનગર અને રાજકોટના મેયરના નામની જાહેરાત બાકી છે

Mar 10, 2021, 11:01 AM IST

કેયુર રોકડિયા બન્યા વડોદરાના નવા મેયર, નંદા જોશીને ડેપ્યુટી મેયર બનાવાયા

 • વડોદરાના નવા હોદ્દેદારોનું લાલ જાજમ બિછાવીને કોર્પોરેશન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
 • વડોદરામાં ભાજપે ફરી એકવાર વોર્ડ 8 માંથી ચૂંટેલા ભાજપ ઉમેદવારને મેયર બનાવ્યા
 • કેયુર રોકડિયા વડોદરાના 25 માં મેયર બન્યા છે. તો ડો.હિતેન્દ્ર પટેલ બીજીવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા

Mar 10, 2021, 10:20 AM IST

કિર્તીબેન દાણીધારિયા સંભાળશે ભાવનગરની સત્તાનું સુકાન, બન્યા નવા મેયર

અમદાવાદની સાથે હવે ભાવનગરના સત્તાધીશોની પણ જાહેરાત થઈ છે. કિર્તીબેન દાણીધારિયા ભાવનગરના નવા મેયર જાહેર કરાયા છે. ભાવનગરમાં મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત બેઠક છે. ત્યારે કિર્તીબેન દાણીધારિયા પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. 

Mar 10, 2021, 10:11 AM IST

અમદાવાદને નવા શાસકો મળ્યા, કિરીટ પરમાર બન્યા શહેરના નવા મેયર 

 • નવા મેયર તરીકે પોતાના નામની જાહેરાત થતા જ કિરીટ પરમાર ભાવુક થઈ ગયા હતા
 • અમદાવાદના મેયર અને અન્ય 4 હોદ્દેદારો પણ આજે પોતાના ટેકેદારોની ઉપસ્થિતિમાં પદ ગ્રહણ કર્યું

Mar 10, 2021, 09:49 AM IST

આજે 3 મહાનગરોને મળશે નવા મેયર, તે પહેલા યોજાશે ભાજપની એજન્ડા બેઠક

 • ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ભાજપને ભવ્ય વિજય મળ્યા બાદ આજે અમદાવાદ, વડોદરા અને ભાવનગર મનપામાં નવા મેયર, નવા ડેપ્યૂટી મેયર અને નવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વરણી થશે

Mar 10, 2021, 08:03 AM IST

બંધ કવરમાંથી ખૂલશે 6 મેયરના નામ, ભાજપ આશ્ચર્યનો આંચકો આપશે કે ધારેલા નામ પર કળશ ઢોળશે?

 • દર વખતની જેમ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઇ સરપ્રાઇઝ પણ આપવામાં આવી શકે છે
 • CM રૂપાણીના નિવાસસ્થાને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ગઈકાલે બેઠક મળી હતી

Mar 9, 2021, 12:02 PM IST

વિધાનસભામાં રૂપાણીએ ગીત લલકાર્યું, વક્તને કિયા ક્યા હસી સિતમ... હમ હમ ન રહે તુમ તુમ ન રહે..

 • ગુજરાત વિધાનસભાના સત્રમાં સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ હાર પર ફિલ્મનું ગીત લલકાર્યું 
 • મુખ્યમંત્રીએ કહ્યું, મને દુઃખ છે કે, મારા બંને મિત્રોને પરિણામ પછી રાજીનામા આપવા પડ્યા

Mar 6, 2021, 02:41 PM IST

રાજકોટમાં નવું રાજકારણ, મેયર માટે એકબીજાના પત્તા કાપવા લોબિંગ શરૂ થયું

 • રાજકોટમાં રૂપાણી અને રૂપાપરા જૂથમાંથી કોણ મેયર થવાના છે એ પણ જોવાનું રહ્યું
 • મેયર પદના નામ માટે નિલેશ જલુનું પણ ચર્ચામાં છે. જો કે છેલ્લો નિર્ણય તો મોવડી મંડળનો જ રહેશે
 • રાજકોટ મહાનગર પાલિકાના મેયરપદે કોણ ? સોશિયલ મીડિયામાં લોબિંગ શરૂ થયું

Mar 6, 2021, 09:56 AM IST

મલાઈદાર મેયરના પદ માટે આ નામો છે ચર્ચામાં, જાણો કોને લાગશે લોટરી?

 • મેયર, ડેપ્યુટી મેયર બનવા માટે રીતસરની રેસ ચાલી રહી છે. ત્યારે આગામી સપ્તાહના અંતમાં મહાનગરોને નવા મેયર મળશે
 • ભાવનગર મનપામાં અત્યાર સુધીમાં 20 મેયર રહી ચૂક્યા છે, હવે 21 માં મેયરની પસંદગી કરાશે

Mar 5, 2021, 09:28 AM IST

કોઈ કાળે ભાજપ અમદાવાદ જિલ્લા પંચાયતનું પ્રમુખપદ નહિ ગુમાવે, સોલિડ માસ્ટર પ્લાન બનાવ્યો

અમદાવાદ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ કુલ 30 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસ માત્ર 4 બેઠકો પર જીત મેળવી છે. છતાં અમદાવાદ જિલ્લા પંચાયત (jilla panchayat) માં ભાજપમાં પ્રમુખપદ ગુમાવી શકે તેવુ દેખાઈ રહ્યું છે. જોકે, પ્રમુખ પદ માટે ભાજપ એડીચોટીનુ જોર લગાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ માટે ભાજપ પોતાના નવા માસ્ટર પ્લાન પર પણ કામ કરી શકે છે. 

Mar 4, 2021, 12:22 PM IST

આઝાદી બાદ પહેલીવાર તાપી જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો

 • તાપી જિલ્લાની 7 તાલુકા પંચાયતમાંથી 5 તાલુકા પંચાયત પર ભાજપની જીત થઈ છે. જ્યારે કે, બે તાલુકા પંચાયત પર કોંગ્રેસનો વિજય થયો
 • તાપી જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર કોંગ્રેસ માટે આઘાતજનક પરિણામો આવ્યા

Mar 4, 2021, 11:43 AM IST

કોંગ્રેસની હારના પડઘા પડ્યા, અમિત ચાવડા આપશે રાજીનામુ

 • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. ત્યારે સ્પષ્ટ થયું છે કે, ગુજરાત કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ નીવડી

Mar 2, 2021, 03:22 PM IST

ભવ્ય જીત બાદ CM એ કહ્યું, ગુજરાતની જનતાએ કોંગ્રેસના લોકોને વીણીને સાફ કર્યાં છે

 • ભવ્ય વિજય બાદ વિજય રૂપાણીએ કહ્યું કે, આદિવાસી, ઉત્તર, સૌરાષ્ટ્ર બધે જ ભાજપ આવ્યું છે. આદિવાસી વિસ્તોરમાં પણ જનતા ભાજપ સાથે છે. ગયા વખતે જે કચાશ રહી ગઈ હતી તેનો વ્યાજ સાથેનો બદલો મળ્યો છે

Mar 2, 2021, 02:06 PM IST

હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસની હાર, પક્ષને ન જીતાડી શક્યો

 • હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો થયો છે
 • વિરમગામ નગરપાલિકામાં હજી સુધી કોંગ્રેસનું ખાતું ખૂલ્યુ જ નથી

Mar 2, 2021, 01:33 PM IST

કોંગ્રેસના પંજા પર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું, કમલમમાં જીતની તૈયારીઓ શરૂ

 • ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલવા જઈ રહ્યું છે. ત્યારે હવે ભાજપની ઓફિસ કમલમ ખાતે વિજયોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ

Mar 2, 2021, 12:28 PM IST

બ્રિજેશ મેરજાનો પક્ષપલટો ભાજપને ફળ્યો, મોરબી નગરપાલિકા ભાજપે બાજી મારી

 • મોરબીમાં ભાજપ તરફી પરિણામ લાવવામાં બ્રિજેશ મેરજાનો રોલ કહી શકાય. બ્રિજેશ મેરજા કોંગ્રેસના મતદારોને ભાજપ તરફ લાવવામાં સફળ થયા

Mar 2, 2021, 11:49 AM IST