બોલિવુડની ભલભલી સ્વરૂપવાન અભિનેત્રીઓને ટક્કર આપે છે સિદ્ધૂની દીકરી, ગ્લેમર જોઈને નહીં હટાવી શકો તમારી નજર

નવી દિલ્હી: પંજાબ વિધાનસભા ચૂંટણીના મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તે જ રીતે રાજ્યમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ સાથે જ કોંગ્રેસનો અંદરોઅંદરનો વિખવાદ પણ ફરી સામે આવવા લાગ્યો છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુની પુત્રી રાબિયા સિદ્ધુ ગુરુવારે તેમના પિતા માટે પ્રચાર કરવા નીકળી હતી. પ્રચાર દરમિયાન રાબિયા સિદ્ધુએ બિક્રમ મજીઠિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ સાથે રાબિયાએ સીએમ ચરણજીત સિંહ ચન્ની પર પણ નિશાન સાધ્યું હતું.

1/6
image

નવજોત સિંહ સિદ્ધુની દીકરી રાબિયા સિદ્ધુ ભલે સામાન્ય લોકોમાં બહુ ફેમસ ન હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર કોઈ સ્ટારથી ઓછા નથી. કોઈપણ બોલિવૂડ અભિનેત્રીની જેમ તે સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ અને સ્ટાઇલિશ ફોટા શેર કરતી રહે છે.

2/6
image

રાબિયા સિદ્ધુ એક પ્રોફેશનલ ફેશન ડિઝાઇનર છે. સિંગાપોરની LASALLE કૉલેજ ઑફ આર્ટસમાંથી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યા પછી તેણે લંડનમાંથી ફેશન ડિઝાઇનિંગમાં માસ્ટર્સની ડિગ્રી લીધી. રાબિયા સિદ્ધુએ તેના સ્કૂલનો અભ્યાસ પંજાબના પટિયાલાની યાદવિન્દ્ર પબ્લિક સ્કૂલમાંથી કર્યો છે. ત્યારપછી તેણે પોતાનો આગામી અભ્યાસ દિલ્હીની પાથવેઝ વર્લ્ડ સ્કૂલમાં પૂર્ણ કર્યો.

3/6
image

સોશિયલ મીડિયા પર રાબિયા સિદ્ધુની તસવીરો દર્શાવે છે કે તે ખૂબ જ ફેશનેબલ છે અને તેને પાર્ટીઝનો ખૂબ શોખ છે. તેની સાથે તેમનો ગ્લેમરસ અને સ્ટાઈલિશ લુક પણ કોઈ મોડલથી ઓછો નથી અને તે ગ્લેમરની બાબતમાં બોલિવૂડની અભિનેત્રીઓને ટક્કર આપે છે.

4/6
image

હાલના દિવસોમાં નવજોત સિંહ સિદ્ધુની પુત્રી રાબિયા સિદ્ધુ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. પિતાની ચૂંટણી માટે પ્રચાર કરી રહેલી રાબિયાએ કહ્યું કે જ્યાં સુધી તેના પિતા જીતશે નહીં ત્યાં સુધી તે લગ્ન નહીં કરે.  

5/6
image

ચૂંટણી પ્રચાર દરમિયાન રાબિયા સિદ્ધુએ બિક્રમ મજીઠિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાબિયાએ કહ્યું કે ઘણા સમય પહેલા મજીઠીયા કાકા તેમના પિતા પાસે રાજકારણના પાઠ લેવા આવતા હતા. આજે લડાઈ સત્ય અને અસત્ય વચ્ચે છે, લોકોએ નક્કી કરવાનું છે કે કોને સાથ આપવો.

6/6
image

રાબિયા સિદ્ધુએ પ્રચાર દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર પણ નિશાન સાધ્યું હતું. રાબિયાએ કહ્યું કે સીએમ ચન્નીને ગરીબ કહેવાનો સવાલ જ ઊભો થતો નથી, કારણ કે તેમના ખાતામાં 133 કરોડ રૂપિયા છે. વાસ્તવમાં તાજેતરમાં રાહુલ ગાંધીએ પંજાબમાં કોંગ્રેસના સીએમ ઉમેદવાર તરીકે ચન્નીના નામની જાહેરાત કરી હતી અને તેમને ગરીબ કહ્યા હતા.