5 Tips: તમારી સાથે કોઈ નહીં કરી શકે Cyber Fraud, માત્ર અપનાવો આ સરળ પાંચ રીત

સારી બ્રાન્ડના સ્માર્ટફોન્સની એક ખાસિયત એ છે કે, તેની સિક્યોરિટી અપડેટ (Security Update) સમય સમય પર આવતી રહે છે. એવામાં ફોન હેક (Hack) થવાની સંભાવના ઓછી હોય છે.

નવી દિલ્હી: વર્તમાન સમયમાં સાયબર ફ્રોડ (Cyber Fraud)ના મામલે સતત વધારો થઈ રહ્યો છે. જો કે અવારનવાર પોલીસ આવી ગેંગ્સની ધરપકડ કરી રહી છે. પરંતુ સત્ય તો એ છે કે, સાયબર ફ્રોડ માટે મોટા ભાગે આપણે જવાબદાર છીએ. આવો અમે તને જણાવીએ કે કેટલીક એવી ટિપ્સ જેની મદદથી સાયબર ફ્રોડથી પોતાને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય.

સ્માર્ટફોનના ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરતા રહો

1/5
image

મોટાભાગે મોબાઇલ ફોન કંપનીઓ તેમને હેન્ડસેટ્સની સિક્યોરિટીને મજબૂત કરવા માટે નવા અપડેટ્સ મોકલે છે. પોતાના ફોનમાં સિક્યોર કરવા માટે તેને અપડેટ કરતા રહો. તેના માટે તમે ફોન સેટિંગમાં જઈ સોફ્ટવેર અપડેટ્સ ચેક કરી શકો છો.

UPnPને ઓફ કરી રાખો

2/5
image

તમે આ વસ્તુ પર ધ્યાન નહીં આપ્યું હોય, પરંતુ અમે તમને હેકિંગથી બચવા માટે આ ટ્રિક જણાવી રહ્યાં છીએ. તમારા બ્રોડબેન્ડ રાઉટરમાં હાજર યૂનિવર્સ પ્લગ એન્ડ પ્લે (UPnP)ને હમેશાં બંધ રાખો. જ્યારે જરૂરી હોય ત્યારે તેને ઓન કરો. UPnPની મદદથી જ કોઈપણ આઉટસાઇડર તમારા નેટવર્કમાં સરળતાથી કનેક્ટ કરી શકે છે. ઘરફોડ ચોરી માટે તનો પણ ખુબજ ઉપયોગ થાય છે.

સારા બ્રાન્ડનો સ્માર્ટફોન ખરીદવો સમજદારી

3/5
image

સારા બ્રાન્ડનો અર્થ મોંઘો સ્માર્ટફોન ક્યારે નથી. હાલમાં સેમસંગ અને એલજી જેવા બ્રાન્ડ પણ સસ્તા ફોન નિકાળી રહ્યાં છે. સારા બ્રાન્ડના સ્માર્ટફોનની એક ખાસિયત એ છે કે, તેની સિક્યોરિટી અપડેટ સમય સમય પર આવતી રહે છે. એવામાં ફોન હેક થવાની સંભાવના ઓછી હોય છે.

તમારા WiFiને સિક્યોર કરો

4/5
image

જ્યારે પણ ઘરમાં બ્રોડબેન્ડનો ઉપયોગ કરો તેના WiFi પાસવર્ડને ખાસ ધ્યાન રાખો. યાદ રાખો કે તમારા નામનો પાસવર્ડમાં ઉપયોગ ના કરો. સાયબર ચોરી માટે સૌથી પહેલા પાસવર્ડમાં તમારું નામ નાખી ઘરફોડ ચોરીનો પ્રયાસ કરવામાં આવે છે.

મોબાઇલમાં નાખો સ્ટ્રોન્ગ પાસવર્ડ

5/5
image

મોબાઇલમાં સ્ટ્રો્ન્ગ પાસવર્ડ રાખવો સુરક્ષાની સૌથી પાયાની વ્યવસ્થા છે. જો તમે મોબાઇલમાં ઓછામાં ઓછા 8 કેરેક્ટર્સનો પાસવર્ડ નાખો છો તો તેને ક્રેક કરવો થોડો મુશ્કેલ થાય છે. પાસવર્ડ સેટ કરતા સમયે હમેશાં નંબર અને સ્પેશિયલ કેરેક્ટર્સનો ઉપયોગ કરો.