Nostradamus: વર્ષ 2024 માં મચી જશે હાહાકાર, નાસ્ત્રેદમસે હજારો વર્ષ પહેલાં કરી હતી આ ભવિષ્યવાણી

Nostradamus Predictions 2024: દુનિયામાં આવા ઘણા ભવિષ્યવક્તા અને ફિલોસોફરો થયા છે, જેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. ફ્રેન્ચ ફિલોસોફર નાસ્ત્રેદમસ પણ આ લોકોમાંના એક છે. વર્ષ 2024 માટે માત્ર થોડા જ મહિના બાકી છે. એવામાં, નવું વર્ષ તેમના માટે કે દેશ અને દુનિયા માટે કેવું રહેશે તે જાણવાની દરેકને ઉત્સુકતા છે. નાસ્ત્રેદમસે સેંકડો વર્ષ પહેલા વર્ષ 2024 માટે ભવિષ્યવાણી કરી હતી. જો તેમની વાત સાચી સાબિત થાય છે તો આવનારું વર્ષ દુનિયા માટે સારું નથી.

ભવિષ્યવાણી

1/5
image

નાસ્ત્રેદમસે જર્મનીમાં હિટલરનો ઉદય અને યુએસ પ્રમુખ જ્હોન એફ કેનેડીના ગોળીબાર સહિત 100 લોકો માટે ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. તે પોતાની કવિતાઓના માધ્યમથી ભવિષ્યવાણીઓ કરતા હતા.  સમગ્ર વિશ્વમાં લોકો તેમની કવિતાઓને ડીકોડ કરે છે અને તેમની આગાહીઓ દરેકની સમક્ષ લાવે છે.

રાષ્ટ્રપતિપદની ચૂંટણી

2/5
image

2024 માટે નાસ્ત્રેદમસની આગાહીઓ ચિંતાનું કારણ બની રહી છે. તેમની આગાહી અનુસાર, 2024માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અસ્થિરતા આવી શકે છે અને અહીં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

યુદ્ધ

3/5
image

નાસ્ત્રેદમસના મતે નવા વર્ષમાં અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ થઈ શકે છે. તેમણે તેમની કવિતામાં કહ્યું છે કે 'લાલ દુશ્મન ભયથી પીળો થઈ જશે, મહાસાગરમાં ભય હશે.' ઘણા લોકો લાલ દુશ્મનને સામ્યવાદી ચીન માને છે.

ન્યૂક્લિયર બ્લાસ્ટ

4/5
image

નાસ્ત્રેદમસે પોતાના પુસ્તકમાં લખતા ચેતવણી આપે છે કે વર્ષ 2024માં પરમાણુ વિસ્ફોટ થશે, જેની આબોહવા પર ઊંડી અસર પડશે.

જળવાયુ પરિવર્તન

5/5
image

નાસ્ત્રેદમસ કહે છે કે વર્ષ 2024માં વાતાવરણમાં ઘણો બદલાવ આવશે અને પૃથ્વી પહેલા કરતા વધુ ગરમ થશે. આ વર્ષે હીટવેવની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.