Ola Electric સ્કૂટરની થશે હોમ ડિલિવરી! માત્ર 499માં બુકિંગ, 80,000નું છે સ્કૂટર

Ola Electric Scooter: ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરનું બુકિંગ જોર સોરથી ચાલી રહ્યું છે. ઓલાએ થોડા દિવસ પહેલાં જ પોતાના ઈલેક્ટ્રિક સ્કીટરનું બુકિંગ માત્ર 499 રૂપિયામાં શરૂ કર્યું હતું. માત્ર 24 કલાકની અંદર બુકિંગ 1 લાખને પાર પહોંચી ગયું હતું. 

પેટ્રોલ-ડિઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે લોકો ગેસ અને ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. ઈલેક્ટ્રિક વાહનો પેટ્રોલ અને ડિઝલના વાહનોની કિંમત કરતા થોડા મોંઘા આવે છે પરંતુ ઈલેક્ટ્રિક વાહનો સરેરાશ ખૂબ જ સસ્તા પડે છે. પેટ્રોલ- ડિઝલના વાહનોમાં મેન્ટેન્સ અને પેટ્રોલ તથા ડિઝલ ભરાવાનો ખર્ચ વધી જાય છે. આ જ કારણથી Ola Electric Scooter એ શરૂ કરેલા બુકિંગમાં માત્ર એક જ દિવસમાં 1 લાખથી વધુ બુકિંગ થયા.

Ola Electric Scooter ની હોમ ડિલિવરી

1/5
image

ઓલાના સ્કૂટરની બુકિંગ એક લાખને પાર થયા પછી ગ્રાહકોને સ્કૂટરની હોમ ડિલિવરી આપવાની યોજના બનાવવામાં આવી.  Ola ઈલેક્ટ્રિક સ્કૂટર્સની સીધી જ ડિલિવરી કરાવાશે કોઈ ડિલરશિપ રાખવામાં નહીં આવે. એટલે કે આ આખી ડિલમાં માત્ર મેન્યૂફેક્ચરર એટલે Ola અને ગ્રાહક વચ્ચે જ ડિલ થશે.

લોજિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ તૈયાર કર્યો

2/5
image

Ola એ અલગથી એક લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટ તૈયાર કર્યો છે, જે સીધી ખરીદી કરવાની પ્રક્રિયામાં ગ્રાહકને મદદ રૂપ થશે. આ વિભાગ ગ્રાહકોના પેપર વર્ક, લોન, એપ્લીકેશનના કામમાં મદદ કરશે. આ દરેક કામ ગ્રાહકોને ઓનલાઈન જ કરવાના રહેશે. લોજિસ્ટિક્સ ટીમ જ સ્કૂટરનું રજિસ્ટ્રેશન કરાવશે અને ગ્રાહકના ઘર સુધી સ્કૂટરની ડિલિવરી પણ આપશે. હોમ ડિલિવરી માટે દેશની ઘણી બધી જગ્યા પર હબ તૈયાર કરવામાં આવશે જ્યાં આ સ્કૂટર્સને રાખવામાં આવશે અને ત્યાંથી ડિલિવરી થશે.

18 મિનિટમાં 50 ટકા થશે ચાર્જ!

3/5
image

Ola ઈલેક્ટ્રિક સ્કૂટર અંગે કહેવામાં આવી રહ્યું છે કે, આ માત્ર 18 મિનિટમાં 50 ટકા ચાર્જ થઈ જાય છે. 50 ટકા બેટરીમાં આ સ્કૂટર 75 કિલોમીટર સુધી ફરી શકે છે. ફુલ ચાર્જ કરવાથી તે લગભગ 150 કિલોમીટર ચાલશે.

10 રંગોમાં આવશે Ola ઈલેક્ટ્રિક સ્કૂટર

4/5
image

Ola ના ગ્રુપ CEO અને ચેરમેને ટ્વિટર પર એક મુહિમ શરૂ કરી જેમાં લોકોને કલર ઓપ્શન્સ અંગે પૂછવામાં આવ્યું. ચેરમેને સફેદ રંગના ઈલેક્ટ્રિક સ્કૂટરનો ફોટો શેયર કર્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તે, Ola સ્કૂટર 10 રંગમાં ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી શકે છે.

કેટલી હશે કિંમત?

5/5
image

Ola ના ગ્રુપ CEO અને ચેરમેને ટ્વિટર પર એક મુહિમ શરૂ કરી જેમાં લોકોને કલર ઓપ્શન્સ અંગે પૂછવામાં આવ્યું. ચેરમેને સફેદ રંગના ઈલેક્ટ્રિક સ્કૂટરનો ફોટો શેયર કર્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તે, Ola સ્કૂટર 10 રંગમાં ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી શકે છે.