વેબ સિરીઝ 'પાતાળ લોક' પર કેમ સનાતન ધર્મને ઠેસ પહોંચાડવાનો લાગ્યો આરોપ? જાણો વિગતવાર

. આવો તમને જણાવીએ કે આખરે શું છે આ પાતાળ લોકમાં. 

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પાતાળ લોક વેબ સિરીઝને પ્રોડ્યુસ કરી છે. લોકડાઉન વચ્ચે પાતાળ લોકને લઈને લોકોમાં ખુબ ચર્ચા છે અને હવે તે સુપરહીટ પણ સાબિત થઈ રહી છે. આ બધા વચ્ચે ટ્વિટર પર પાતાળ લોક પર પ્રતિબંધ મૂકવાનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અનુષ્કા શર્મા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. આવો તમને જણાવીએ કે આખરે શું છે આ પાતાળ લોકમાં. 

વેબ સિરીઝ

1/11
image

પાતાળ લોક વેબ સિરીઝ 15 મે 2020ના રોજ રિલીઝ  કરાઈ. આ સિરીઝમાં કુલ 9 એપિસોડ છે. જેને અમેઝોન પ્રાઈમ પર લોન્ચ કરાઈ છે. 

ચર્ચાસ્પદ બની પાતાળલોક

2/11
image

પાતાળ લોકમાં દરેક પાત્ર ખુબ ચર્ચાસ્પદ બન્યું છે અને લોકો તેમને ખુબ પસંદ પણ કરી રહ્યાં છે. 

સનાતન ધર્મને ઠેસ

3/11
image

પરંતુ હવે પાતાળ લોકને લઈને લોકો તેને બંધ કરવાની માગણી કરી રહ્યાં છે. કારણ કે સિરીઝમાં સનાતન ધર્મને ઠેસ પહોંચાડવાની અને પાર્ટીની છબી ખરાબ કરવાની વાત થઈ રહી છે. જેનાથી લોકો આક્રોશમાં છે. 

હાથીરામ ચૌધરી

4/11
image

હાથીરામ ચૌધરી (જયદીપ અહલવાત) પાતાળ લોકમાં મુખ્ય ભૂમિકામાં છે. જેની આસપાસ સ્ટોરી ઘૂમી રહી છે. હાથીરામ ચૌધરી આઉટર યમુનાપાર પોલીસ સ્ટેનનનો ઈન્સ્પેક્ટર છે જેની પાસે વર્ષોથી કોઈ કેસ નથી. તેમાં યમુનાપાર પોલીસ સ્ટેશનને પાતાળ લોક નામ અપાયું છે. પરંતુ અચાનક હાથીરામના હાથે હાઈપ્રોફાઈલ કેસ ચડી જાય છે.

તોપ સિંહ

5/11
image

તોપસિંહની વાત કરીએ તો દરેક જણ તેના અભિનયના કાયલ થયા છે. સમીક્ષકોએ ખુબ વખાણ કર્યા છે. 

વિશાલ ત્યાગી

6/11
image

અભિષેક બેનરજીએ વિશાલ ત્યાગીની ભૂમિકા ભજવી છે. જેને હથોડા ત્યાગી નામ પણ અપાયું છે. ચિત્રકૂટના ત્યાગીની વાર્તી સૌથી વધુ સ્ક્રિન ટાઈમ મેળવી જાય છે. 

ઈમરાન અન્સારી

7/11
image

ઈશ્વાક સિંહ એક મુસ્લિમ પોલીસ ઈન્સ્પેક્ટર ઈમરાન અન્સારી બન્યા છે. સબ ઈન્સ્પેક્ટર ઈમરાન અન્સારીની વાર્તા પણ સાથે સાથે ચાલી રહી છે. 

સંજીવ મહેરા

8/11
image

નીરજ કબીએ એક ન્યૂઝ એન્કરની ભૂમિકા ભજવી છે. જેની મર્ડર કન્સ્પરન્સી પર જ સમગ્ર વાર્તા છે. 

પાર્ટીની છબી ખરડાઈ

9/11
image

આ સિરીઝ દ્વારા ભાજપના નેતા ઉપર પણ નિશાન સાધવામાં આવ્યું છે. 

અનુષ્કા શર્મા પર ફરિયાદ નોંધાઈ

10/11
image

એટલું જ નહીં પણ સિરીઝની પ્રોડ્યુસર અનુષ્કા શર્મા ઉપર પણ દિલ્હીના મુખરજી નગર પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફરિયાદ દાખલ કરી છે. 

બ્રાહ્મણ બાજપેયી નેતા

11/11
image

ઈન્ટેન્સ ડ્રામા વચ્ચે અનૂપ જલોટાએ એક બ્રાહ્મણ બાજપેયી નેતાની ભૂમિકા ભજવી છે. જે ફક્ત દેખાડવા માટે જ દલિતોનો મસીહા છે.