close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

accident

ચિલોડા-તપોવન એસપી રિંગરોડ પર ટ્રેલરની અડફેટે એકનું મોત, 3 ઇજાગ્રસ્ત

ચિલોડા- તપોવન સર્કલ એસ.પી રિંગરોડ પર ટ્રેલરના ડ્રાઇવરે ત્રણ  ગાડીઓને અડફેટે લેતા એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું

Oct 19, 2019, 05:46 PM IST
Viral Video Of Boat Accident PT1M51S

બોટ અકસ્માતનો વીડિયો વાયરલ, લોકો માંડમાંડ બચ્યા

આસામનો એક બોટ અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. આ બોટ ઓવરલોડ હોવાના કારણે પલ્ટી ખાઈ ગઈ હતી. જોકે એમાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ.

Oct 18, 2019, 10:40 AM IST

ઠાસરા નજીક ST બસ અને ક્રેઇન વચ્ચે ગંભીર અકસ્માત,20થી વધારે ઇજાગ્રસ્ત

સામેથી આવી રહેલા ચેનઇકપ્પામાં એસટી બસ ઘુસી જતા 20થી વધારે મુસાફરો ઘાયલ થયા છે જેમાં 3-4 મુસાફરોને ગંભીર ઇજા થયા છે

Oct 17, 2019, 10:15 PM IST
School Bus Accident At Amreli PT1M34S

અમરેલીમાં સ્કૂલ બસનો અકસ્માત, વિગતો જાણવા કરો ક્લિક

અમરેલીના બાબરાના ફુલઝર નજીક સ્કૂલ બસનો અકસ્માત થયો છે. જોકે સદનસીબે સ્કૂલના વિદ્યાર્થી બાળકોનો બચાવ થયો છે. બાબરાના મોટા દેવળીયા ગામની વિવેકાનંદ વિદ્યા સંકુલની બસનો અકસ્માત થયો છે પણ ગંભીર જાનહાની ટળતા વાલીઓને હાશકારો થયો છે.

Oct 17, 2019, 05:30 PM IST
Bhuj palanpur train face accident PT1M36S

ભુજ પાલનપુર ટ્રેનનું એન્જિન ઉતરી ગયું ટ્રેક પરથી, પછી? જાણવા કરો ક્લિક

પાલનપુર-ગાંધીધામ રેલવે સેક્શનમાં આજે સવારે ભૂજ પાલનપુર (Bhuj Palanpur Train) ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઊતરી ગયું હતું. જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એન્જિન ટ્રેક પરથી ઉતરી જવાને કારણે અનેક ટ્રેનોને અસર થઈ છે. જેને કારણે આજે હજારોની સંખ્યામાં મુસાફરો (Passengers) અટવાયા છે. કેટલીક ટ્રેનોને અન્ય રેલવે સ્ટેશન (Railway Station) પર અટકાવી દેવાઈ છે.

Oct 17, 2019, 12:15 PM IST

સાઉદીના મદીનામાં બસ અકસ્માતમાં 35 વિદેશીઓના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

સાઉદીના મદીના શહેરમાં એક બસ અને એક ભારે વહાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 35 વિદેશીઓના મોત થયા છે. જ્યારે 4 અન્ય ઘાયલ થયા છે. અલ હમના હોસ્પિટલમાં આ ચારેય ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

Oct 17, 2019, 11:00 AM IST

ધંધુકા રોડ : કૂતરાને બચાવવા જતા બે બાઈક સવાર એસટી બસ નીચે કચડાયા, ઘટના સ્થળે મોત

બગોદરાથી ધંધુકા (Dhanduka) માર્ગ પર આજે સવારે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. રસ્તા વચ્ચે આવેલા કુતરાને બચાવવા જતા બંને શખ્સોને મોત મળ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે જોઈને સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે. મૃતક પાસેથી મળેલા આઈડી કાર્ડ પરથી તેનુ નામ અને વધુ જાણકારી મળી છે. 

Oct 16, 2019, 10:53 AM IST

કલોલ પાસે Accident : બે કાર એકબીજા સાથે ટકરાતા એક કારમાં આગ લાગી

કલોલ (Kalol) પાસે ધેધુ ચાર રસ્તાથી ગોજારીયા હાઈવે ઉપર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ એક્સિડન્ટ એટલો વિચિત્ર હતો કે, એક કાર રસ્તા વચ્ચે જ ભડભડ સળગી (Car fire) ઉઠી હતી. જેને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત બની છે. અકસ્માતને પગલે 108 તથા સ્થાનિક પોલીસ તાત્કાલિક પહોંચી હતી. પોલીસે તાત્કાલિક બંને તરફ થયેલો ટ્રાફિક જામ દૂર કર્યો હતો. 

Oct 15, 2019, 11:31 AM IST

બરવાળા ચોકડી પાસે પોલીસ વાન અને રીક્ષાની વચ્ચે અકસ્માત, 3ના મોત

 બરવાળા ચોકડી પાસે પોલીસ વાન અને રીક્ષા વચ્ચે અકસ્માત જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર એ વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ હતું જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અકસ્માતની આ ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને બોટાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 
 

Oct 14, 2019, 11:05 PM IST
BRTS bus crash young man at Surat PT1M31S

સુરતના વરાછામાં બરોડા પ્રિસ્ટેજન નજીક બીઆરટીએસ રૂટે એકનો લીધો જીવ

સુરતના વરાછામાં બરોડા પ્રિસ્ટેજન નજીક બીઆરટીએસ રૂટે એકનો જીવ લીધો છે. અહીં રસ્તો ક્રોસ કરી રહેલા મનીષ જૈન બસની અડફેટે આવી જતાં મોતને ભેટ્યાં હતાં. એક્સિડન્ટ બાદ લોકોના ટોળા એકઠા થઈ જતાં બસના ડ્રાઈવરને પોલીસ હવાલે કરાયો હતો. સમગ્ર મુદ્દે કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Oct 14, 2019, 05:30 PM IST
Car accident in MP cost life of 4 hocky players PT57S

હોશંગાબાદમાં કાર અકસ્માત, 4 હોકી ખેલાડીઓના અવસાન

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં સોમવારે સવારે એક કાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી ખેલાડીઓના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. આ સાથે અકસ્માતમાં અન્ય 3 લોકો ઘાયલ પણ થયા હતા. મળતી માહિતી અનુસાર સ્પીડમાં જતી ગાડી બેકાબૂ થઈને ઝાડ સાથે અથડાઈ જવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

Oct 14, 2019, 11:35 AM IST

MP: કાર અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી પ્લેયર્સના મોત, 3 ઈજાગ્રસ્ત

હોશંગાબાદમાં એક ગમખ્વાર કાર અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી પ્લેયરના મોત થયાના સમાચાર સામે આવ્યા છે

Oct 14, 2019, 10:42 AM IST

ખેડા: ગળતેશ્વર પાસે કાર અને લક્ઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5ના મોત

ખેડા જિલ્લામાં આવેલા ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક એક લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. સેવાલિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને મૃતકોની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. અકસ્માતને પગલે માર્ગ ઉપર ટ્રાફિકજામ થતાં પોલીસ ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.  
 

Oct 13, 2019, 04:44 PM IST
couple dies in accident near Tajpur PT19S

પ્રાંતિજના તાજપુર પાસે અકસ્માતમાં પતિ-પત્નીનું મોત

પ્રાંતિજના તાજપુર પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં પતિ અને પત્નીનું મોત થયુ હતુ. મૃતક મૂળ રાજસ્થાનના કોટાના રહેવાસી છે. મૃતક રાજકોટ જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

Oct 12, 2019, 08:50 PM IST

હિંમતનગર-અમદાવાદ રોડ પર ડમ્પરે ગાડીને અડફેટે લીધી, 2ના ઘટના સ્થળે જ મોત

ગાડીનો કડુસલો વળી જતા મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવી પડી, અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો

Oct 12, 2019, 06:56 PM IST
Accident on barvala road PT2M16S

ધંધુકાના બરવાળા રોડ પર ભીષણ અકસ્માત, ચારના મોત

ગુજરાત (Gujarat)માં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. ગઈકાલે વિવિધ સ્થળોએ ત્રણ અકસ્માત (Accident) બાદ આજે અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં આવેલ ધંધુકાના બરવાળા રોડ પર આવેલ તગડી ગામ પાસે અકસ્માત કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિઓના થયા ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા છે. તેમજ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો છે. વહેલી સવારે આ ઘટના બની હતી.

Oct 12, 2019, 10:30 AM IST

ધંધુકા : કાર અને ટ્રક વચ્ચેની જોરદાર ટક્કરમાં 4ના ઓન ધી સ્પોટ મોત

ગુજરાત (Gujarat)માં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. ગઈકાલે વિવિધ સ્થળોએ ત્રણ અકસ્માત (Accident) બાદ આજે અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં આવેલ ધંધુકાના બરવાળા રોડ પર આવેલ તગડી ગામ પાસે અકસ્માત કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિઓના થયા ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા છે. તેમજ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો છે. વહેલી સવારે આ ઘટના બની હતી. 

Oct 12, 2019, 08:14 AM IST
Ahmedabad: Accident Near Kankariya PT1M59S

ડમ્પર ચાલકે મહિલા પ્રોફેસરને અડફેટે લેતાં ઘટનાસ્થળે મોત

અમદાવાદ ના કાકરિયા ઉજાણીગુહ પાસે AMCના ડમ્પરે કે કે શાસ્ત્રી કોલેજના મહિલા પોફેસર આરતી ઝવેરીને ઉડાવ્યા હતા. એક્ટિવા સવાર 34 વર્ષીય પ્રોફેસર આરતી ઝવેરીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મણિનગર પોલિસની ચારથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. લોકોએ ડમ્પર ચાલકને ઝડપીને પોલિસને સોપ્યો હતો.

Oct 11, 2019, 04:40 PM IST

ગોઝારો શુક્રવાર : ત્રણ અકસ્માતમાં 4ના મોત, બે બાઈક સવાર અને ડ્રાઈવર પહેલા ટ્રક નીચે દબાયા, બાદમાં જીવતા ભૂંજાયા

આજે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. ગુજરાત (Gujarat)માં અલગ અલગ ત્રણ સ્થળોએ અકસ્માત (Accidents)ના બનાવ બન્યા છે. જેમાં ચાર લોકોના મોત થયા છે. વાંકાનેરમાં બે એસટી બસ સામસામે અથડાતા બંને ડ્રાઈવર્સ સહિત 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. તો પાટણમાં આઈસર અને મીની આઈસર વચ્ચેના અકસ્માતમાં ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. તો વડોદરા-હાલોલ રોડ પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બે બાઈક સવાર અને ટ્રક ડ્રાઈવર જીવતા ભૂંજાયા છે. 

Oct 11, 2019, 12:10 PM IST
10 People Injured In Accident Between Two ST Bus In Morbi PT2M38S

મોરબીમાં એસટીની બે બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

ગુજરાત (Gujarat) ની એસટી બસો (ST Bus) ની મુસાફરી જરા પણ સલામત રહી નથી. મોરબી જિલ્લામાં બે એસટીની બસો સામસામે અથડાઈ છે. વાંકાનેર (Wankaner) તાલુકાના ખેરવા ગામ પાસે આ અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં એસટીના ડ્રાઇવર સહિત 25થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. તો બીજી તરફ, એક ડ્રાઈવરની હાલત ગંભીર છે, જેને રાજકોટ (Rajkot) માં સારવાર માટે ખસેડાયો છે. તો બીજી બસનો ડ્રાઈવર બસમાં જ ફસાયો હતો. જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.

Oct 11, 2019, 12:05 PM IST