પાઇપ લાઇન છે, કે પેપર હાલતા ‘લીક’ થાય છે, સોશિયલ મીડિયામાં થઇ સરકારની મજાક
લોક રક્ષક દળનું પેપર લીક થતા અનેક પરીક્ષાર્થીઓને હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે.
લોક રક્ષક દળનું પેપર લીક થતા અનેક પરીક્ષાર્થીઓને હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે. પરીક્ષા રદ થવાના અહેવાલ ફરતા થતા સરકારની વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયામાં સરકારની મજાક પણ ઉડી રહી છે. લોકો દ્વારા પેપર લીકના મુદ્દાને લઇને સોશિયલ મીડિયામાં આ પ્રકારમાં આવી અનેક પ્રકારના વાક્યો અને કટાક્ષ કરાતા વાક્યો ફરી રહ્યો છે. તેના પર એક નજર કરીએ.
કોન્સ્ટેબલ રીર્ટન
મોટી સંખ્યામાં લોકરક્ષક દળના પરીક્ષાર્થીઓ ઘરે પછા કેવી રીતે જઇ રહ્યા હતા તે અંગે એક ફોટો વાયરલ થઇ રહ્યો છે.
પરીક્ષાર્થીઓમાં નિરાશા
ગુજરાત લોકરક્ષક દળની પરીક્ષાને લઇને સોશિયલ મીડિયામાં પરીક્ષાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે.
લોક રક્ષકનું ભક્ષક કોણ ?
સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી આ પોસ્ટમાં પેપર લીક થવાન મુદ્દાને લઇને સવાલ કરવામાં આવ્યો છે, કે લોકરક્ષકનું ભક્ષક કોણ?
પોલીસના ઘરે ચોરી
પોલીસ કર્મચારીઓ માટે રવિવારે યોજાયેલી પરીક્ષાનું પેપર લીક થતા મોટી સંખ્યામાં સોશિયલ મીડિયામાં લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.
સરકાર પર કટાક્ષ
8 લાખ ઉમેદવારોએ જો 200 રૂપિયા ભાડુ ખરચ્યું હોય તો 16 કરોડ રૂપિયા થાય.. કોણ ભરપાઈ કરશે?
લોકરક્ષક પરીક્ષાને લઇને આ પ્રકારના મેસેજ વાયરલ
તાજેતરમાં ન્યુઝ આવ્યા હતા કે લોકરક્ષકની પરીક્ષામાં પેપર લીક થયું હતું. જેને લઇને સોશિયલ મીડિયામાં પોલીસની કંકોત્રી છપાઇ ગઇ જાન મંડપમાં પહોંચી અને ગોરબાપાએ કન્યા પધરાવો સાવધાન કીધું ત્યારે તો ખબર પડી કે અડધા કલાક પહેલા જ કન્યા ભાગી ગઇ છે.
પેપર ફોડનારા જસદણમાં કોંગ્રેસના ઉમેદવારનું નામ ફોડી આપો યાર...
એક બાજુ કોંગ્રેસ દ્વારા જસદણ બેઠકમાં કોગ્રેસ દ્વારા હજી સુધી તેનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી. ત્યારે લોકરક્ષક દળના પરિક્ષાનું પેપર લીક થતા આ પ્રકાની મજાક કરવામાં આવી રહી છે.
પાઇપ લાઇન છે, કે પેપર
પેપર છે, કે પાઇપલાઇન!!! હાલતા ‘લીક’ થાય છે...
Trending Photos