Numerology Horoscope August 2024: આ તારીખે જન્મેલા લોકો માટે ખાસ રહેશે ઓગસ્ટ મહિનો, ધન-સંપત્તિ વધશે, થશે લાભ

Monthly Numerology Horoscope 1-31 August 2024: અંક જ્યોતિષમાં જાતકની જન્મ તારીખને જોડવાથી નિકળેલા મૂળાંકથી તેના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વની જાણકારી મેળવવામાં આવે છે. આવો જાણીએ ઓગસ્ટ મહિનો મૂળાંક 1થી 9 સુધીના લોકો માટે કેવો રહેશે. 

મૂળાંક 1

1/9
image

કોઈ મહિનાની 1,10,19 અને 28 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 1 હોય છે. આ મહિને તમારા સંબંધો સારા થશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. પરંતુ લેતી-દેતીમાં સમજી વિચારી નિર્ણય કરો. સંવાદ બનાવી રાખો.

મૂળાંક 2

2/9
image

કોઈ મહિનાની 2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 2 હોય છે. આ જાતકો ઓગસ્ટ મહિનામાં જેટલા પ્રેક્ટિકલ રહેશે, તેટલા ફાયદામાં રહેશે. રોકાણ કરી શકો છો. કરિયરમાં નવી તક મળશે. 

મૂળાંક 3

3/9
image

કોઈ મહિનાની 3, 12, 21 અને 30 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 હોય છે. આ મૂળાંકના લોકો ઓગસ્ટમાં ખુબ માન-સન્માન મળશે. આર્થિક મામલામાં ઉતાવળ ન કરો. લવ પાર્ટનર સાથે તમારી ફીલિંગ્સ શેર કરો.

મૂળાંક 4

4/9
image

કોઈ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 4 હોય છે. આ જાતકો ઓગસ્ટમાં ધીમે-ધીમે પરંતુ સતત પ્રગતિ કરશે. તમને મહેનતનું ફળ મળશે. વધારે વિચારોથી બચો. સંબંધોમાં પ્રેમ વધશે. 

મૂળાંક 5

5/9
image

કોઈ મહિનાની 5, 14 અને 23 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 5 હોય છે. ઓગસ્ટ મહિનામાં મૂળાંક 5વાળા લોકોના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફાર આવશે. જીવનશૈલીમાં સુધારો થશે. પરિવાર સાથે સમય પસાર કરશો. 

મૂળાંક 6

6/9
image

કોઈ મહિનાની 6, 15 અને 24 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 6 હોય છે. આ મહિનામાં તમે પારિવારિક જવાબદારીઓમાં વ્યસ્ત રહેશો. ખુશી તે વાતની રહેશે કે તમે કામ સારી રીતે કરી શકશો. કરિયર ગ્રોથ માટે નવી તક મળશે. લોકો તમારા કામની પ્રશંસા કરશે. 

મૂળાંક 7

7/9
image

કોઈ મહિનાની 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હોય છે. આ મહિને 7 મૂળાંક વાળાના જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે. તમારી રૂચિ આધ્યાત્મમાં વધશે. ખોટા વાદ વિવાદથી બચશો તો સમય શાનદાર રહેશે. લવ પાર્ટનરની સાથે સમય પસાર કરો.

 

મૂળાંક 8

8/9
image

કોઈ મહિનાની 8, 17 અને 26 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હોય છે. આ શનિનો અંક છે. મૂળાંક 8ના લોકોનું લગ્ન જીવન સારૂ રહેશે. સાથે આ જાતકો કરિયરમાં મોટી સિદ્ધિ હાસિલ કરી શકે છે. તમારા સપના સાકાર થશે. 

મૂળાંક 9

9/9
image

કોઈ મહિનાની 9, 18 અને 27 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 9 હોય છે. આ સમયે તમને પોઝિટિવ પરિણામ મળશે. કરિયરમાં ગ્રોથની તક મળી શકે છે. નોકરી કરનારને પ્રમોશન મળી શકે છે. કોઈ વિવાદ તમારા પક્ષમાં હલ થશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)