ખેડૂતોને લાગી લોટરી, સરકાર આપી રહી છે 15 લાખ રૂપિયા, આ રીતે કરો અરજી
PM Kisan FPO Scheme: કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. પીએમ કિસાન યોજના (PM Kisan Yojana)સિવાય સરકાર તરફથી ખેડૂતોને 15 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યાં છે. જો તમે પણ 15 લાખનો ફાયદો લેવા ઈચ્છો છો તો આવો તમને જણાવીએ તમે કઈ રીતે આ પૈસા મેળવી શકો છો.
કેમ શરૂ થઈ આ યોજના?
પીએમ કિસાન એફપીઓ યોજનાની વાત કરીએ તો ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે, પરંતુ કિસાનોને આજે પણ તેની સાથે જોડાયેલા ઉપકરણોની કમી હોય છે. તેને લઈને કેન્દ્ર સરકારે પીએમ કિસાન એફપીઓ સ્કીમ શરૂ કરી છે.
મળશે 15 લાખ રૂપિયા
એફપીઓ એટલે ફાર્મર પ્રોડ્યૂસર ઓર્ગેનાઇઝેશનને એગ્રીકલ્ચરથી સંબંધિત બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવે છે.
ખેડૂતોએ બનાવવું પડશે સંગઠન
પીએમ કિસાન એફપીઓ યોજનાનો લાભ ઉઠાવવા માટે ખેડૂતોએ એક સંગઠન કે કંપની (FPO)બનાવવી પડશે, જેમાં ઓછામાં ઓછા 11 ખેડૂત હોવા જોઈએ.
આ સામાન ખરીદવામાં મળશે મદદ
આ સરકારી સ્કીમ દ્વારા ખેડૂતોને ખેતી સાથે જોડાયેલા ઉપકરણો કે ફર્ટિલાઇઝર્સ, દવાઓ અને બીજ જેવી વસ્તુઓ ખરીદવામાં મદદ મળશે. જાણકારી પ્રમાણે સરકાર 2023-2024 સુધી 10 હજાર એફપીઓની રચના કરવાનું લક્ષ્ય છે.
કયાં કરી શકો છો અરજી?
તમે આ સરકારી સ્કીમ માટે ભારત સરકારની રાષ્ટ્રીય કૃષિ બજારની સત્તાવાર વેબસાઇટ (https://www.enam.gov.in) પરથી અરજી કરી શકો છો.
Trending Photos