આજે પદ્મ પુરસ્કાર એવોર્ડ સમારોહમાં PM મોદીએ વિજેતાઓ સાથે મુલાકાત કરી, જુઓ યાદગાર તસવીરો

આજે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2020ના પદ્મ પુરસ્કાર એવોર્ડ સમારોહ યોજાયો. જેમાં પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં જેતે કેટેગરીમાં પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. આ વખતે એવોર્ડ બે વર્ષ માટે આપવામાં આવી રહ્યા છે. જેમાં આજે 141 લોકોને વર્ષ 2020 માટે અને મંગળવારે 119 લોકોને 2021 માટે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ પીએમ મોદીએ પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને તેમના સંબંધીઓ સાથે મુલાકાત કરી હતી. જેની કેટલીક યાદગાર તસવીરો હાલ સામે આવી છે.

તમને જણાવી દઈએ કે, પૂર્વ કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનવામાં આવ્યા. અભિનેત્રી કંગના રનૌત અને સિંગર અદનાન સામીને પદ્મશ્રીથી સન્માનિત કરાયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પણ મરણોપરાંત પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. આ સિવાય ગુજરાતના બાલકૃષ્ણ દોશીને પદ્મ ભૂષણ અને અન્ય 7 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કાર મળ્યા.

ગત વર્ષે કરી હતી સન્માન આપવાની જાહેરાત
અરુણ જેટલીના પત્ની સંગીતા જેટલીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એવોર્ડ આપ્યો. સુષમા સ્વરાજ તરફથી આ સન્માન તેમની પુત્રી બાંસુરી સ્વરાજે મેળવ્યું. આ અગાઉ કેન્દ્ર સરકારે વર્ષ 2020માં પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અરુણ જેટલી, સુષમા સ્વરાજ, તથા જ્યોર્જ ફર્નાન્ડિસ, બોક્સર મેરી કોમ અને મોરેશિયસના પૂર્વ પીએમ અનિરુદ્ધ જગન્નાથ સહિત સાત હસ્તીઓને ગણતંત્ર દિવસની પૂર્વ સંઘ્યા પર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. 
 

1/9
image

2/9
image

3/9
image

4/9
image

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image