18 વર્ષની ઉંમરે Poonam Pandey કર્યો હતો એવો કાંડ કે માતાનો પડ્યો હતો માર, લોકો આ ફોટોગ્રાફના છે દિવાના!
Poonam pandey Controversy: પૂનમ પાંડેએ ભલે સ્ક્રીન પર કોઈ ખાસ જાદુ ન ચલાવ્યો હોય પરંતુ સ્ક્રીનની બહાર તેણે ઘણી હેડલાઈન્સ બનાવી છે. નાની ઉંમરમાં પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં આવેલી પૂનમે એક એવું નિવેદન આપ્યું હતું જેણે દેશભરમાં હંગામો મચાવ્યો હતો.
પૂનમ પાંડેએ મોંઘો પડ્યો હતો વાયદો
પૂનમ પાંડે બી-ટાઉનમાં એક લોકપ્રિય નામ છે, જેણે પોતાની એક્ટિંગને કારણે નહીં પરંતુ વિવાદોને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં ચમકી છે. 2011માં તેણી ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણીએ સોશ્યિલ મીડિયા પર ભારત વર્લ્ડ કપ જીતશે તો જાહેરમાં નગ્ન થવાનું વચન આપ્યું હતું.
માતાએ ખૂબ માર માર્યો હતો
પરંતુ આ વાયદો પૂનમ પાંડેને મોંઘો પડ્યો હતો. આ એક વચને તેના ઘરમાં ઘણો હોબાળો મચાવ્યો, તેની માતાએ પણ તેને ખૂબ માર માર્યો હતો. જ્યારે તેના પિતા આ વાયદાથી ખૂબ નારાજ થયા અને પૂનમ પર ખૂબ ગુસ્સે થયા હતા.
લાઈમલાઈટમાં આવવા આપ્યું હતું નિવેદન
બીજી તરફ, પૂનમ પાંડે પણ પાછળથી ડરી ગઈ જ્યારે ભારત ખરેખર વર્લ્ડ કપ જીત્યું. તેને લાગ્યું કે હવે તેણે જે વચન આપ્યું હતું તે કરવું પડશે. ત્યારે તે ફરી ગઈ હતી અને આ વાત માત્ર લાઇમલાઇટમાં આવવા માટે કહી હોવાનું જણાવ્યું હતું.
પૂનમને બોલ્ડ અભિનેત્રીનું ટેગ મળ્યું
આ એક ઘટનાએ પૂનમ પાંડેને ખૂબ જ બોલ્ડ અભિનેત્રીનો ટેગ આપ્યો અને ત્યારથી અત્યાર સુધી આ ટેગ તેની સાથે છે. આ વિવાદાસ્પદ નિવેદનનો ફાયદો પૂનમને પણ મળ્યો. તેને ઘણી ફિલ્મોની ઓફર મળી પરંતુ દરેક ફિલ્મમાં તેનું પાત્ર બોલ્ડનેસથી ભરેલું હતું.
લોકઅપથી ફરી ચર્ચામાં
તે જેટલી જલદી ફેમસ થઈ એટલી જ જલદી શોબિઝમાંથી ગાયબ થઈ ગઈ. ગયા વર્ષે રિયાલિટી શો લોકઅપમાં જોવા મળ્યા બાદ પૂનમ પાંડે ફરી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ પૂનમ તેના બોલ્ડ ફોટોશૂટને લઈને ચર્ચામાં રહે છે.
Trending Photos