UK: મહિલાએ મહામારી વિશે પહેલાથી કરી હતી ભવિષ્યવાણી, જણાવ્યું- ક્યાં સુધી રહેશે મુશ્કેલી

રોક્સાને ફર્નિવાલ નામની મહિલાએ કોરોના મહામારીની ભવિષ્યવાણી વર્ષ 2018માં કરી દીધી હતી. તેણે જણાવ્યું કે, મને આ વાતના સંકેત પહેલા મળી ચુક્યા હતા, પરંતુ સરકારે તેના પર ધ્યાન આપ્યું નહીં.
 

મહિલાએ કર્યો હતો કોરોના મહામારીનો દાવો

1/5
image

લંડનઃ બ્રિટનમાં રહેતા ભવિષ્ય પ્રબોધક મહિલા રોક્સાને ફર્નિવલે વર્ષ 2018માં કોરોના મહામારી આવવાની ભવિષ્ય વાણી કરી દીધી હતી. ફર્નિવાલે કહ્યું કે, તેણે એક સ્વાસ્થ્ય કર્મી મહિલાને જોયા બાદ આ ભવિષ્યવાણી કરી હતી. પરંતુ સરકારે તેના પર ધ્યાન આપ્યું નહીં. 

આગામી બે વર્ષ હજુ રહેશે મુશ્કેલી

2/5
image

રોક્સાને ફર્નિવાલે કહ્યું કે, આગામી બે-ત્રણ વર્ષ મોટી રાહત મળતી દેખાતી નથી. પરંતુ ઓગસ્ટ મહિનામાં થોડી રાહત મળવાની આશા છે. રોક્સાનાએ કહ્યું કે, મને અનુભવ થયો કે ચારેબાજુ કાળા વાદળો છવાયેલા છે અને 2020માં જ્યારે કોરોના મહામારીના ભણકારા થયા તો મને યાદ આવ્યું કે મેં જે મુશ્કેલીનું સાંભળ્યું હતું. તે આ છે. 

30 વર્ષની ઉંમર બાદ પરિપક્વતા

3/5
image

રોક્સાને ફર્નિવાલે ઉંમર અને પરિપક્વતાને લઈને પણ પોતાની વાત રાખી. રોક્સાને ફર્નિવાલે જણાવ્યું કે તે પહેલા હોસ્પિટાલિટી સેક્ટરમાં હતી. જ્યારે તે 27 વર્ષની હતી તો છુટાછેડા થઈ ગયા હતા. તે સમયે બાળક 9 મહિનાનું હતું. જ્યારે તે 30 વર્ષની હતી તો તેને સમજાવું કે તેનામાં કંઈક અલગ વાતો છે. પછી તેણે ભવિષ્યવાણી વાળી વાતો પર ધ્યાન આપ્યું.

રોયલ ફેમિલીને લઈને કરી હતી ભવિષ્યવાણી

4/5
image

રોક્સાને ફર્નિવાલે કહ્યું કે, પ્રિન્સ ચાર્લ્સ ક્યારેય મહારાજ બની શકશે નહીં. તો હૈરીના ઘરે જલદી પુત્રીનો અવાજ સંભળાશે. તેણે તે પણ કહ્યું કે પ્રિન્સ વિલિયમ બ્રિટનના આગામી મહારાજ હશે. 

કરી ચુકી છે ચોક્કસ ભવિષ્યવાણી

5/5
image

રોક્સાનેના દાવા હંમેશા સાચા પડે છે. તેણે જણાવ્યું કે કોરોના મહામારીને કારણે દુનિયાની જીવવાની રીત બદલી જશે. હળવા-મળવાનું ખતમ થઈ જશે. કારણ કે આ વર્ષે ઓગસ્ટ મહિના બાદ મહામારી વધશે. આ વાતની ઝલક અત્યારથી જોવા મળી રહી છે કે બ્રિટનમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે અને નવો વેરિએન્ટ ખુબ સંક્રમણ ફેલાવી રહ્યો છે.