અંબાણી પરિવારની થનાર વહુ રાધિકાનો અંદાજ છે અનોખો, દરેક ડ્રેસમાં લાગે છે સુંદર, જુઓ Unseen Photo

Radhika Merchant Unseen Photo: રાધિકા મર્ચન્ટ પણ હવે દેશની એક જાણીતી વ્યક્તિ બની ગઈ છે. રાધિકાની સગાઈ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી સાથે થઈ છે અને હવે તે ટૂંક સમયમાં જ અંબાણી પરિવારની સૌથી નાની વહુ બની જશે. જ્યારથી રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઈ થઈ છે ત્યારથી લોકો પણ રાધિકા મર્ચન્ટ વિશે વધુને વધુ જાણવા ઉત્સુક જોવા મળે છે.

1/4
image

રાધિકા મર્ચન્ટ વિરેન મર્ચન્ટની દીકરી છે. જે મુંબઈ આધારિત એક ફાર્માસ્યુટિકલ કંપનીના સીઈઓ અને વાઇસ ચેરમેન છે. વિરેન મર્ચન્ટ પણ ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ છે. 

2/4
image

રાધિકા મર્ચન્ટ ત્યારથી લાઈમ લાઈટમાં આવી જ્યારથી તેની અને અનંત અંબાણીની ડેટિંગની ખબરો સામે આવી હતી. રાધિકા મર્ચન્ટ ઘણી વખત હાઇ પ્રોફાઈલ પાર્ટી અને એવેન્ટમાં અંબાણી પરિવાર સાથે જોવા મળે છે. 

3/4
image

રાધિકા મર્ચન્ટ પોતાની સાદગી અને સુંદરતા માટે ચર્ચામાં રહે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છે છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરતા હતા અને તાજેતરમાં જ તેમની સગાઈ ધામધૂમથી કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પણ થશે. 

4/4
image

તેવામાં રાધિકા મર્ચન્ટની કેટલીક અનસીન તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં રાધિકા ખુબ જ સુંદર દેખાય છે. તે દરેક પ્રકારના ડ્રેસમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.