રહસ્યમયી ગ્રહોનું ગોચર ડરામણું! પણ આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકશે, જબ્બર આકસ્મિક ધનલાભના યોગ

રાહુ અને કેતુના ગોચરથી મોટાભાગે લોકો ડરતા હોય છે. કારણ કે તેમને અશુભ ગ્રહ માનવામાં આવે છે. કેટલાક લોકોનું માનવું છે કે આ બંને ગ્રહો માનવ જીવન પર નકારાત્મક અસર પાડે છે. પરંતુ હકીકતમાં દર વખતે એવું હોતું નથી. જ્યોતિષ ગણતરીઓ મુજબ માયાવી ગ્રહ વર્ષ 2025માં એક જ દિવસે અલગ અલગ રાશિઓમાં ગોચર કરશે. જેનો શુભ પ્રભાવ કેટલીક રાશિઓ પર જબરદસ્ત જોવા મળશે. 

1/5
image

માયાવી ગ્રહ રાહુ અને કેતુ એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરવા માટે 18 માસ એટલે કે દોઢ વર્ષનો સમય લે છે. રાહુ કેતુના ગોચરથી તમામ 12 રાશિઓ પર અસર પડશે. વૈદિક પંચાંગ મુજબ 30 ઓક્ટોબર 2023થી રાહુ મીન રાશિમાં ગોચર કરે છે. જ્યારે 30 ઓક્ટોબર 2023થી કેતુ ગ્રહ કન્યા રાશિમાં બિરાજમાન છે. વૈદિક પંચાંગ મુજબ આગામી વર્ષ 2025માં રાહુ અને કેતુ એક જ દિવસે 18મી મે 2025ના રોજ રાશિ પરિવર્તન કરશે. આ દિવસે રાહુ વક્રી ચાલમાં કુંભ રાશિમાં પ્રવેશ કરશે જ્યારે કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જેની શુભ અને અશુભ અસર મેષથી લઈને મીન રાશિના જાતકો પર જોવા મળશે. જ્યોતિષ ગણતરીઓ મુજબ વર્ષ 2025થી રાહુ અને કેતુની શુભ દ્રષ્ટિથી કેટલીક રાશિઓના જીવનમાં ખુશહાલી આવશે, જીવનના દરેક કષ્ટ દૂર થશે. ભૌતિક સુખ સુવિધાઓમાં જીવન પસાર થશે. જાણો લકી રાશિઓ વિશે...

મિથુન રાશિ

2/5
image

રાહુ અને કેતુનું ગોચર મિથુન રાશિવાળા માટે કલ્યાણકારી સાબિત થશે. આ દરમિયાન તમારા દરેક કાર્યમાં ભાગ્ય તમને સાથ આપશે. મુસાફરીના યોગ બનશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આવકના નવા સ્ત્રોતથી ધનલાભ થશે. આવકમાં વધારો થશે. કૌટુંબિક જીવનમાં ખુશીઓનો માહોલ રહેશે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાની સીડીઓ ચડશો. 

મકર રાશિ

3/5
image

રાહુ કેતુ એક જ દિવસે અલગ અલગ રાશિમાં ગોચર કરશે જેનાથી મકર રાશિવાળાને જબરદસ્ત ફાયદો થશે. આ દરમિયાન અચાનક ધનલાભ થશે. આર્થિક સમસ્યાઓમાંથી છૂટકારો મળશે. નોકરી-ધંધામાં ખુબ પ્રગતિ થશે. કરિયરમાં ઈચ્છિત સફળતા મળશે. વેપારમાં નફો થશે. ભાગ્યનો સાથ મળશે. જીવનમાં જે ઈચ્છશો તે પ્રાપ્ત કરશો. 

કુંભ રાશિ

4/5
image

રાહુ અને કેતુના ગોચરથી કુંભ રાશિવાળાને ખુબ ફાયદો થઈ શકે છે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ભૌતિક સુખ સુવિધાઓમાં જીવન પસાર થશે. કૌટુંબિક જીવન સુખમય રહેશે. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. જમીન કે વાહનની ખરીદીના યોગ છે. સંતાન પક્ષથી સુખદ સમાચાર મળશે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.