રાહુએ બદલી પોતાની ચાલ, 2025 સુધી આ જાતકો રહેશે માલામાલ, ખુબ કમાશે પૈસા અને સન્માન

Rahu Gochar 2024: રાહુની ચાલમાં ફેરફાર થવાથી કેટલાક જાતકોના જીવનમાં ખુશીઓ આવવાની છે. આ સાથે સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થશે. 
 

રાહુ ગોચર

1/5
image

દૈત્યોના સેનાપતિ રાહુ જીવનમાં ઘણી સમસ્યાનું કારણ બને છે. રાહુ એક એવો ગ્રહ છે જે વિપરીત દિશાથી એક્ટિવેટ થઈ તમને લાભ આપે છે. નોંધનીય છે કે 30 ઓક્ટોબર 2023ના ગુરૂ મેષ રાશિથી નિકળી મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. તેવામાં ગુરૂ ચાંડાલ દોષ પણ સમાપ્ત થઈ ગયો હતો. તેવામાં રાહુનો શુભ યોગ ધીમે-ધીમે મળવાનો શરૂ થઈ ગયો છે. પરંતુ તે સમયે રાહુનું અંશ બળ ઝીરો ડિગ્રી હતું. તેથી તે વધુ ફળ આપી રહ્યાં નહોતા. પરંતુ હવે રાહુએ 27 ડિગ્રીની સીમા રેખા પાર કરી લીધી છે. જેનાથી હવે રાહુને બળ પ્રદાન મલે છે, જેનાથી હવે રાહુ શુભ પરિણામ આપશે જેનો દરેક જાતકોને લાભ મળવાનો છે. આવો જાણીએ રાહુની ચાલમાં ફેરફારથી કયાં જાતકોને લાભ મળશે. 

મિથુન રાશિ

2/5
image

આ રાશિમાં રાહુ દશમ ભાવમાં છે. આ ગોચર શુભ માનવામાં આવી રહ્યાં છે. તેથી મિથુન રાશિના જાતકોને અપાર ધન-સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. રાહુની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આ સાથે બિઝનેસમાં અપાર સફળતા અને ધનલાભ થઈ શકે છે. ડૂબેલા પૈસા ફરી મળી શકે છે. આ સાથે નવા કામની શરૂઆત કરી શકો છો. લગ્ન કરવા ઈચ્છુક જાતકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે, કારણ કે ગુરૂની દ્રષ્ટિ સપ્તમ ભાવમાં પડી રહી છે. તમે પરિવાર સાથે સમય પસાર કરશો. જીવનમાં સકારાત્મકતા આવશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.   

તુલા રાશિ

3/5
image

રાહુ સપ્તમ ભાવમાં બિરાજમાન છે. લગ્ન જીવન સારૂ રહેવાનું છે. અટવાયેલા કામ ફરી શરૂ થશે. આ સાથે ભાગીદારીમાં કાર્ય કરવાથી સફળતા મળશે. આ સાથે આવકના સાધન વધશે. વેપારમાં ખુબ ધનલાભ થવાની સંભાવના છે. ભાગ્યનો સાથ મળવાનો છે અને આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. સમાજમાં માન-સન્માન વધશે. નોકરી કરનાર જાતકોને પણ લાભ મળવાનો છે. તમને મિત્રોનો સાથ મળશે. આ સિવાય પ્રમોશનની સાથે ઉચ્ચ અધિકારીઓનો સાથ મળશે. રાહુને કારણે પહેલા જે લાભ નહોતા મળતા તે મળવાના શરૂ થઈ જશે.  

કુંભ રાશિ

4/5
image

રાહુ કુંભ રાશિના જાતકોને શુભ ફળ આપવાના છે. 18 મે 2025 સુધી રાહુ તમારા જીવનમાં ખુશીઓ લાવશે. પરિવારની સાથે સમય પસાર થશે. આ સાથે જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે. જીવનમાં સ્થિરતા આવશે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. બિઝનેસની વાત કરીએ તો લાંબા સમયથી ચાલી રહેલી ખોટથી છુટકારો મળશે અને ખુબ નફો થશે. નોકરી કરનાર જાતકોની આ દરમિયાન લાભ થવાનો છે. 

5/5
image