18 વર્ષ બાદ નજીક આવશે બુધ અને માયાવી ગ્રહ રાહુ, ત્રણ જાતકોના સિતારા ચમકશે, નવી નોકરી સાથે થશે ધનલાભ

Rahu Budh Yuti Effects: વૈદિક જ્યોતિષ અનુસાર બુધ અને રાહુની યુતિ બનવા જઈ રહી છે. આ બંને ગ્રહોની યુતિથી ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. 
 

બુધ-રાહુની યુતિ

1/5
image

વૈદિક જ્યોતિષમાં રાહુ ગ્રહને કઠોર વાણી, જુગાર, યાત્રાઓ, ચોરી, દુષ્ટ કર્મ, ત્વચાના રોગ, ધાર્મિક યાત્રાઓ પગેરેનો કારક માનવામાં આવ્યો છે. તો બુધ ગ્રહને બૃદ્ધિ, તર્ક, સંદાવ, ગણિત, ચતુરતા અને મિત્રનો કારક માનવામાં આવ્યો છે. એટલે કે જ્યારે આ બે ગ્રહોની ચાલમાં ફેરફાર થાય છે તો આ સેક્ટરો પર ખાસ પ્રભાવ પડે છે. તમને જણાવી દઈએ કે 9 એપ્રિલે બુધ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી રાહુ ગ્રહ સ્થિત છે. તેથી આ બંને ગ્રહોની યુતિ ત્રણ જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે. સાથે ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. 

કર્ક રાશિ

2/5
image

તમારા માટે રાહુ અને બુધની યુતિ લાભદાયક રહી શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના નવમાં ભાવમાં બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમારૂ ભાગ્ય ચમકી શકે છે. સાથે માતા-પિતાની સાથે તમારો સંબંધ સારો રહેશે અને પરિવારમાં સુખ-શાંતિ બનેલી રહેશે. તો આ સમયે તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યમાં સામેલ થઈ શકો છો. સાથે આ સમયે તમે વિદેશ યાત્રા પણ કરી શકો છો. આ રાશિના જે જાતકો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છે છે તેનું સપનું પૂરું થઈ શકે છે.   

કુંભ રાશિ

3/5
image

રાહુ અને બુધનો સંયોગ કુંભ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના ધન ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. તો વેપારમાં સારો નફો થવાનો યોગ બની રહ્યો છે અને તમે નવું વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. આ સાથે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. સમાજમાં તમારૂ માન-સન્માન વધશે.   

ધન રાશિ

4/5
image

રાહુ અને બુધનો સંયોગ ધન રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના ચોથા ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. આ સાથે તમારી સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. નોકરી કરનાર જાતકોને તેની મહેનતનું ફળ મળશે, તથા પ્રમોશન મળી શકે છે. આ સમયે તમને પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે. આ સમયમાં તમારા માતા સાથે સંબંધો સારા રહેશે. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.