'મિસીસ માહી' એ માણ્યો ગુજરાતી થાળીનો સ્વાદ, રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ પર પડાવ્યા ફોટા

Mr & Mrs Mahi: જાહન્વી કપૂર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસીસ માહી' ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. હાલ અભિનેત્રી ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહી છે. રાજકુમાર રાવ અને જાન્હવી કપૂરની ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસીસ માહી' 31 મેના રોજ સિનેમાઘરોમાં દસ્તક દેશે. 

1/8
image

ફિલ્મના રિલીઝ પહેલાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેના આવવાથી બોક્સ ઓફિસ પર રોનક પાછી ફરશે. હવે રિલીઝના અઠવાડિયા પહેલાં ફિલ્મ સેન્સર બોર્ડ પાસે આવી ગઇ છે.   

2/8
image

જાન્હવી (Janhvi Kapoor) અને રાજકુમાર રાવ (Rajkummar Rao) ની આ ફિલ્મને સેન્સર બોર્ડે યૂ સર્ટિફિકેટ આપ્યું છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં બોર્ડ તરફથી કોઇપણ સીન પર કાતર ફેરવવામાં આવી નથી.   

3/8

'મિસ્ટર એન્ડ મિસીસ માહી' (Mr & Mrs Mahi) ને કરણ જોહરની ધર્મા પ્રોડક્શને ઝી સ્ટૂડિયોસ સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મની કહાની એક એવા કપલની છે, જે ક્રિકેટને ખૂબ પસંદ કરે છે. પતિ એટલે કે રાજકુમાર રાવ ક્રિકેટ બની શકતો નથી તો તે પોતાની પત્ની જાન્હવી કપૂરને ક્રિકેટર બનાવવાની ટ્રેનિંગ આપે છે. 

4/8
image

જાન્હવી કપૂર પોતાની આગામી રોમેન્ટિક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસીસ માહી' (Mr & Mrs Mahi) ને પ્રમોટ કરવાની કોઇ તક છોડતી નથી. બોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી જ્હાનવી કપૂર તેની આગામી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસીસ માહી' (Mr & Mrs Mahi) નું પ્રમોશન કરવા માટે બુધવારના રોજ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના કેમ્પસમાં પધારી હતી.   

5/8
image

આ ફિલ્મમાં હિંદી સિનેમાના જાણીતા અભિનેતા રાજકુમાર રાવે મુખ્ય ભજવી છે. જ્હાનવી કપૂરને મળીને વિધ્યાર્થીઓ ખુશ થઈ ગયાં હતાં અને તેમણે કેમ્પસના ઓડિટોરિયમમાં સ્ટેજ પર જ્હાનવી સાથે વાતચીત અને ડાન્સ પણ કર્યો હતો.

6/8
image

અન્ય એક સ્ટોરી પોસ્ટમાં તેની અમદાવાદ ટૂર (Ahmedabad Tour) ઝલક જોવા મળે છે. તેમાંથી એકમાં અભિનેત્રી સાબરમતી રિવરફ્રન્ટ (Riverfront) પર અટલ બ્રિજ (Atal Bridge) ના ફોટા ક્લિક કરતાં જોવા મળી હતી. 

7/8
image

ત્યારબાદ તે આરસીબી વર્સીસ આરઆરની મેચ જોવા માટે પહોંચી હતી, તો બીજી તરફ પોતાની ટીમ અને બીએફએફ ઓરી સાથે ટ્રેડિશનલ ગુજરાતી ભોજનનો આનંદ માણ્યો હતો. સોશિયલ મીડિયા પર ગુજરાત ટ્રીપના ફોટા વાયરલ થઇ રહ્યા છે. 

8/8
image

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો જાન્હવી કપૂર (Janhvi Kapoor) 'મિસ્ટર એન્ડ મિસીસ માહી' (Mr & Mrs Mahi) માટે રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મ 31 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ઉપરાંત જાન્હવી કપૂર દેવારામાં જૂનિયર એનટીઆર (Jr NTR) સાથે તેલુગૂ ડેબ્યૂ માટે પણ તૈયાર છે.